Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકંગનાના મતે સ્ટાર કિડ્સ ઉકાળેલા ઈંડા જેવા છે તો પછી એમને કોણ...

    કંગનાના મતે સ્ટાર કિડ્સ ઉકાળેલા ઈંડા જેવા છે તો પછી એમને કોણ જોવે?

    કંગના રનૌતે સ્ટાર કિડ્ઝ ઉકાળેલા ઈંડા જેવા દેખાતા હોવાનું કહીને ફરીથી વિવાદને જન્મ આપી દીધો છે.

    - Advertisement -

    પોતાની આવનારી ફિલ્મ ધાકડના પ્રમોશન દરમ્યાન કંગના રનૌતે ફરીથી સ્ટાર કિડ્ઝ પર પોતાનું નિશાન સાધ્યું હતું. એબીપી લાઈવને આપેલા ઇન્ટરવ્યુ દરમ્યાન કંગનાએ સાઉથની ફિલ્મોના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આરઆરઆર અને કેજીએફ 2 જેવી ફિલ્મોએ બોલિવુડ ફિલ્મોને બોક્સ ઓફિસ પર ફેઈલ કરી દીધી છે. આવું એટલા માટે થયું છે કારણકે લોકોને સ્ટાર્સના સંતાનો પસંદ નથી આવતા અને આ લોકો પોતાના દર્શકો સાથે પણ જોડાઈ શકતા નથી. તેમને જોઇને એવું લાગે છે કે જાણેકે તેઓ ઉકાળેલા ઈંડા હોય.

    સ્ટાર કિડ્સ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કંગના રનૌતે કહ્યું કે, “પાછલા ઘણા સમયથી સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. RRR અને KGF ચેપ્ટર 2 આ બંને ફિલ્મોએ 100 કરોડથી પણ વધુની કમાણી કરી છે. એવી જ રીતે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ પણ 100 કરોડનો બિઝનેસ કર્યો છે. આ તમામ ફિલ્મોના હિન્દી વર્ઝને બોલિવુડ ફિલ્મોને ઘણીબધી રીતે પાછળ છોડી દીધી છે.

    કંગનાને જ્યારે સાઉથની ફિલ્મોની સફળતા અને બોલિવુડના નીચે જઈ રહેલા ગ્રાફ વિષે પૂછવામાં આવ્યું તો તેની પાછળનું કારણ કંગનાએ સ્ટાર કિડ્ઝને ગણાવ્યા. તેણે કહ્યું કે દર્શકોને સ્ટાર્ટ કિડ્ઝ પસંદ નથી, પરંતુ બોલિવુડમાં તો એમની જ ફિલ્મો દેખાડવાની હોડ લાગી છે. દર્શક એમની સાથે જોડાયેલા હોય એવી લાગણી ધરાવતા નથી, જ્યારે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પોતાના દર્શકો સાથે કનેક્શન છે. આ જ કારણ આ ફિલ્મો વધુ સફળ હોય છે. સ્ટાર કિડ્ઝતો શરૂઆતથી જ વિદેશમાં ભણવા માટે જાય છે, અને પાછા અંગ્રેજીમાં વાત કરે છે, હોલિવુડની ફિલ્મો જુએ છે, છરી કાંટાથી જમે છે અને એમના ઉચ્ચાર પણ અલગ જ હોય છે.

    - Advertisement -

    કંગના કહે છે કે, “સ્ટાર કિડ્ઝ જોવામાં પણ અજીબ લાગતા હોય છે, જાણેકે ઉકાળેલા ઈંડા હોય. તેમનો આખો લૂક બદલાયેલો હોય છે અને તેથી જ દર્શકો એમની સાથે જોડાણ અનુભવતા નથી. કંગનાએ ત્યારબાદ સ્પષ્ટ કહ્યું હતું કે તેના આ નિવેદનથી  તેનો હેતુ કોઈને ટ્રોલ કરવાનો નથી. પરંતુ સાઉથના અલ્લુ અર્જુનની પુષ્પા જોઈએ તો ખબર પડે છે કે મજૂરો પણ તેની સાથે જોડાઈ શકે છે. તેણે પૂછ્યું હતું કે “બોલિવુડનો કયો હીરો મજૂર લાગે છે અને શું તે એવા રોલમાં ફિટ થઇ શકે છે?”

    અગાઉ કંગના સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુના સમર્થનમાં પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કરી ચૂકી છે. 12 મે ના દિવસે તેણે મહેશ બાબુ પર આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “મહેશ બાબુ સાચું બોલી રહ્યા છે કે બોલિવુડ તેમને અફોર્ડ નહીં કરી શકે. હું તેમની વાત સાથે સહેમત છું. હું જાણું છું કે ઘણા ફિલ્મ મેકર્સે પોતાની ફિલ્મ માટે તેમને અપ્રોચ કર્યા છે.” કંગનાએ આગળ કહ્યું હતું કે, “મહેશ બાબુની જનરેશને પોતાના બળથી તેલુગુ ઇન્ડસ્ટ્રીને ભારતની નંબર એક ઇન્ડસ્ટ્રી બનાવી છે. હવે બોલિવુડ ખરેખર એમને અફોર્ડ નહીં જ કરી શકે. મને ખબર નથી પડતી કે કેમ આ વાત પર આટલો બધો વિવાદ થઇ ચૂક્યો છે. હું નથી જાણતી કયા હેતુથી મહેશ બાબુએ આ નિવેદન આપ્યું, પરંતુ ઘણીવાર હું અને બીજા ઘણાબધા મજાકમાં એવું કહેતા હોઈએ છીએ કે હોલિવુડ અમને અફોર્ડ નહીં કરી શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં