Monday, May 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં ખ્રિસ્તી યુવતીએ નિકાહ અને ધર્માંતરણની ના પડતા કામરાને ચહેરા પર તેજાબ...

    પાકિસ્તાનમાં ખ્રિસ્તી યુવતીએ નિકાહ અને ધર્માંતરણની ના પડતા કામરાને ચહેરા પર તેજાબ ફેંક્યું

    એસિડ એટેક બાદ કામરાનને પાકિસ્તાન પોલીસે કસ્ટડીમાં લીધો છે. કરાચી પોલીસના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સગીર અહમદના જણાવ્યા અનુસાર કામરાન પર પીપીસીની કલમ 336-બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    લઘુમતીઓ માટે નરક સમાન પાકિસ્તાનમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, કરાંચીમાં ખ્રિસ્તી યુવતીના ચહેરા પર કામરાને તેજાબ ફેંક્યું હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એસિડ એટેકથી યુવતીના ચહેરાને ખુબ નુકસાન થયું છે. હાલ પોલીસે ગુનો નોંધી કામરાનની ધરપકડ કરી છે. આરોપીએ કહ્યું છે કે તે પીડિતાએ તેને નિકાહની ના પાડી હતી એટલે તેણે હુમલો કર્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરાંચીમાં ખ્રિસ્તી યુવતી પર તેજાબ ફેંક્યું હોવાની આ ઘટના કરાચીના ફ્રેયર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પીડિતાનું નામ સુનિતા મસીહ છે, જેની ઉંમર 19 વર્ષ છે. સુનિતા માસૂમ શાહ કોલોનીમાં તેના પરિવાર સાથે રહે છે. આરોપી કામરાન પીડિતાનો પાડોશી હોવાનું કહેવાય છે. સુનિતાના કાકા જ્હોન મસીહના જણાવ્યા અનુસાર ઘટનાના દિવસે 1 ફેબ્રુઆરીએ સુનિતા કરાચીના કાલા પુલ વિસ્તારમાં કોઈ કામ માટે પોતાના ઘરેથી નીકળી હતી. તે કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી બસ પકડવા જતી હતી ત્યારે કામરાને તેના ચહેરા પર એસિડ ફેંકી દીધું હતું.

    હુમલા બાદ કામરાન ત્યાંથી ભાગી ગયો હતો. હાલ સુનીતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એસિડ એટેકના કારણે સુનીતાનું શરીર 20 ટકા દાઝી ગયું છે. ખુદ સુનીતાનું કહેવું છે કે કામરાન દ્વારા કરવામાં આવેલા એસીડ એટેક બાદ તેના ચહેરા, પગ અને આંખો પર ગંભીર રીતે દાઝી ગયા હતા અને તે રસ્તા પર પડી ગઈ હતી અને ચીસો પાડવા લાગી હતી. કામરાન પર સુનીતા મસીહ સાથે બળજબરીથી નિકાહ કરવા દબાણ કરવાનો આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કામરાન સુનીતા પર પણ ખ્રિસ્તી ધર્મ છોડીને ઈસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરી રહ્યો હતો.

    - Advertisement -

    સુનિતાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓએ કામરાનના પરિવારને તેની હરકતો અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ તેમની ફરિયાદોની અવગણના કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે કામરાન બક્શ દ્વારા વારંવાર દબાણ કરવામાં આવ્યું ત્યારે સુનિતાએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે ન તો ખ્રિસ્તી ધર્મ છોડશે કે ન તો તેની સાથે નિકાહ કરશે. આ દરમિયાન સુનીતા મસીહે પણ કામરાનની કાર્યવાહી અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે પણ કોઇ કાર્યવાહી કરી ન હતી.

    એસિડ એટેક બાદ કામરાનને પાકિસ્તાન પોલીસે કસ્ટડીમાં લીધો છે. કરાચી પોલીસના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સગીર અહમદના જણાવ્યા અનુસાર કામરાન પર પીપીસીની કલમ 336-બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કામરાનના 2 દિવસના કસ્ટડી રિમાન્ડ પણ લીધા હતા. કામરાને પોલીસ સમક્ષ સુનિતા પ્રત્યેના એકતરફી પ્રેમની કબૂલાત પણ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં