Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતશાળામાં નમાજ પઢાવવા મુદ્દે કેલોરેક્સ સ્કૂલને ક્લીનચિટ નહીં: નમાજ કરાવનાર, વીડિયો ઉતારનાર...

    શાળામાં નમાજ પઢાવવા મુદ્દે કેલોરેક્સ સ્કૂલને ક્લીનચિટ નહીં: નમાજ કરાવનાર, વીડિયો ઉતારનાર અને અપલોડ કરનાર સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી

    જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "સ્કૂલનો નમાઝનો જે વીડિયો સામે આવ્યો છે તે યોગ્ય નથી. સ્કૂલમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે વર્ગ-2ના ત્રણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવી તપાસ સોંપવામાં આવી છે."

    - Advertisement -

    અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ હાલમાં ખુબ ચર્ચામાં છે. ઈદ નિમિત્તે શાળાએ હિંદુ વિદ્યાર્થીઓ સમેત તમામને નમાજ પઢાવી હતી તેને લઈને શાળા વિવાદમાં ફસાઈ છે. વાલીઓ અને હિંદુ સંગઠનો આ બાબતે ખુબ ગુસ્સે ભરાયા હતા. ભારે વિરોધ બાદ શિક્ષણ વિભાગે વિષયમાં દખલ દીધી હતી. તાજી જાણકારી મુજબ જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) આ વિવાદમાં સંમિલિત શાળાના કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

    વિવાદ વધ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંગળવારે (3 ઓક્ટોબર) સ્કૂલને લેખિતમાં ખુલાસો આપવા જણાવવામાં આવ્યું હતું. સ્કૂલ દ્વારા ખુલાસો આપ્યા બાદ બીજા દિવસે સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી.

    સ્કૂલમાં તપાસ માટે આવેલી ટીમે રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારીને (DEO) મોકલ્યો હતો. જે બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક રિપોર્ટ બાદ સ્કૂલના સંચાલકને લેખિતમાં આ વીડિયો મામલે જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરવા પણ ટીમની રચના કરવામાં આવી છે.

    - Advertisement -

    આ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “સ્કૂલનો નમાઝનો જે વીડિયો સામે આવ્યો છે તે યોગ્ય નથી. સ્કૂલમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે વર્ગ-2ના ત્રણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવી તપાસ સોંપવામાં આવી છે.”

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “આ ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તે માટે સ્કૂલને તાકીદ કરી છે. તથા સ્કૂલમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ માટે વાલીની સંમતિ લેવી ફરજિયાત કરવામાં આવી છે, જેથી કોઈની ધાર્મિક લાગણી ના દુભાય.”

    વાલીઓ અને હિંદુ સંગઠનોના વિરોધ બાદ શાળાએ માંગી હતી માફી

    આ ઘટના ઈદના દિવસે બની હતી. ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હિંદુ બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. શાળા દ્વારા આ આખા કાર્યક્રમને ‘કલ્ચરલ એક્ટિવિટી’નું નામ આપવામાં આવ્યું હતું. વિડીયો શાળામાં ભણતા હિંદુ વિદ્યાર્થીઓના વાલીઓના ધ્યાને આવતાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 

    રોષે ભરાયેલા વાલીઓ અને લોકોએ કલ્ચરલ એક્ટિવિટીના નામે આવા કાર્યક્રમ કરાવતા મ્યુઝિક શિક્ષકને પણ માર માર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળતું હતું કે એક વ્યક્તિએ અચાનક દોડી આવીને શિક્ષકને થપ્પડ મારી દીધી હતી, બાદમાં આસપાસમાં ઉભેલા લોકોએ શિક્ષકને પકડીને લાફાવાળી કરી હતી.

    હિંદુ સંગઠનો અને વાલીઓના રોષને જોઈ શાળાએ બાળકોને નમાજ શીખવવા બદલ લેખિતમાં માફી માંગી છે. શાળાએ લખેલા માફીપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ગત 29 સપ્ટેમ્બર, 2023ના શુક્રવારના રોજ અમારી સ્કૂલ દ્વારા નમાજનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને નમાજની પદ્ધતિ શીખવવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓ અને હિંદુ સંગઠનો દ્વારા ઘટનાની નોંધ લઇ સ્કૂલના વ્યવસ્થાપક સાથે વાત કરતાં અમને ઘટનાની ગંભીરતા અને ભૂલ સમજાઈ હતી. અમે આ પત્ર દ્વારા વાલીઓ અને હિંદુ સંગઠનોની માફી માંગીએ છીએ અને ફરી આવી ભૂલ ન થાય તેની કાળજી રાખવાની બાહેંધરી આપીએ છીએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં