Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાલોલમાં વરઘોડામાં DJ વગાડવાના નજીવા મુદ્દે મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, વરરાજાના પિતા સહીત...

    કાલોલમાં વરઘોડામાં DJ વગાડવાના નજીવા મુદ્દે મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, વરરાજાના પિતા સહીત અનેક ઘાયલ; વાહનોની તોડફોડ કરી

    ગુજરાતના કલોલના કુખ્યાત ગધેડી ફળિયામાંથી પસાર થતી લગ્નની જાન પર સામાન્ય બોલાચાલી બાદ મુસ્લિમોએ હુમલો કર્યો હતો અને આ ધમાલમાં અસંખ્ય વાહનોને પણ નુકશાન થયું હતું.

    - Advertisement -

    કાલોલ નગરમાં ગધેડી ફળીયામાંથી પસાર થતો વરધોડા રબ્બાની મસ્જીદ પાસે પહોચતા ડી.જે વગાડવાની બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મુસ્લિમ ટોળા રસ્તાપર આવી ગયા હતાં. જોતજોતામાં મુસ્લિમ ટોળાએ વરઘોડા ઉપર પથ્થરમારો કરતાં વરરાજાના પિતા સહીત ચારને ઇજાઓ થઇ હતી. બેકાબુ બનેલા ટોળાંઓ વિસ્તારની બાઇકો તથા લારીઓની તોડફોડ કરીને ભારે નુકસાન કરીને કાલોલમાં ભયનો માહોલ સર્જયો હતો.

    બનાવની જાણ કાલોલ પોલીસને થતાં વિસ્તારમાં કોમ્બીંગ કરીને સાત તોફાની તત્વોની પોલીસે અટકાયત કરી હતી. જયારે કાલોલ પોલીસ મથકે પીડિત પક્ષે ફરીયાદ નોધાવી હતી. કાલોલ નગરના ગધેડી ફળીયામાં રહેતા યુવકના લગ્નનો વરધોડો કાલોલ શહેરના વિવીધ વિસ્તારમાંથી ફરીને ગધેડી ફળીયાના રબ્બાની મસ્જીદ પાસે પહોચ્યો હતો, જ્યાં મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કર્યો હતો.

    મસ્જીદ નજીક આવતા વરઘોડાનું ડી.જે બંધ કરવામાં આવ્યું હતું. મસ્જીદ પાસે ડી.જે વગાડવાની બાબતે લઇને મુસ્લીમો એ ઉગ્ર બોલાચાલી કર્યા બાદ પથ્થરમારો કર્યો હતો. મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કરીને વિસ્તારની 3 થી વધુ બાઇકો, છકડો, તેમજ લારી-ગલ્લાઓમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોચાડયું હતું.

    - Advertisement -

    દરમિયાન મુસ્લિમ ટોળાએ વરઘોડાની બગી પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ટોળાએ હાથમાં લાકડીઓ લઇને વિસ્તારમાં આતંક મચાવીને વાહનો તથા લારીઓની તોડફોડ કરી હતી. પથ્થરમારામાં વરરાજાના પિતા અને એક મહિલા સહીત 4 ને ઇજાઓ થઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવતાં હિંસક બનેલું ટોળું ભાગી ગયું હતુ.

    પીડિત પક્ષ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ

    ઘટનામાં પીડિત પક્ષ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં, લુકમાન ઇબ્રાહીમ ધોડાવાલા, રમજાન ઉફે કોગજ શબ્બીર ધોડાવાલા, મજીત ઉફે રજજાક ગામણ ઇસ્માઇલ શેખ, હુસેન ઇસ્માઇલ ધાંચી શેખ, શોયેબ અબ્દુલ સલામ કાનોડીયા, ઇદરીશ ઇસુબ શેખ, સલમાન ઇદરીશ પટેલ(ટેલર), હારૂન, ફારૂક એકસપર્ટ ગેરેજવાળો,હુસેન ગામણ, સાહીલ જમાલ, અનીશ રાજા, ઇલુશાકભાજી વાળી, અલ્તાફ ઉફે કોગજ શ્બ્બીર ધોડાવાલા તથા અન્ય 100 માણસના ટોળાના વિરુધમાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી, મુસ્લિમ પક્ષ દ્વારા પણ સામી ફરિયાદ આપવામાં આવી હતી.

    કાલોલમાં પથ્થરમારાની ઘટના બાદ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે “પોલીસે વિસ્તારમાં કોમ્બીગ કર્યું હતું. વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે સાત તોફાની તત્વોની અટકાયત કરી છે. પોલીસ દ્વારા વધુ તોફાનીતત્વોની પકડવાની કાર્યવાહી કરી રહી છે”

    વિસ્તાર અવારનવાર હિંસક તોફાનો માટે કુખ્યાત

    કાલોલના ગધેડી ફળીયા વિસ્તારમાં અવારનવાર આવા તોફાનો થયા છે. થોડા સમય પહેલાજ ગધેડી ફળીયામાં મુસ્લિમ ટોળાએ પોલીસ પર હુમલો કરીને આતંક મચાવ્યો હતો, અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આજ ગધેડી ફળીયામાં સોમવારની રાતે વરધોડાના ડી.જે. વગાડવાની બાબતને લઈને મુસ્લિમો દ્વારા પથ્થરમારો થયો હતો. આમ કાલોલનુ ગધેડી ફળીયું કોમી છમકલાનું એપી સેન્ટર બનવા તરફ જઈ રહ્યું છે, જો આ વિસ્તારના તોફાની તત્વોને કાબુમાં લેવામાં નહિ આવે તો આવનારા સમયમાં મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવો ડર આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓને સતાવી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં