Friday, October 18, 2024
More
    હોમપેજક્રાઈમમીઠી મુલાકાત બાદ થયો નજીવો ઝઘડો તો જુનૈદે તેના સમલૈંગિક પાર્ટનર સૈફનું...

    મીઠી મુલાકાત બાદ થયો નજીવો ઝઘડો તો જુનૈદે તેના સમલૈંગિક પાર્ટનર સૈફનું કાપી નાખ્યું ગળું: બાદમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ

    મોહમ્મદ જુનૈદ તરીકે ઓળખાયેલ આરોપી મોહમ્મદ સૈફ સાથે છેલ્લા બે વર્ષથી સમલૈંગિક સંબંધોમાં હતો. 15મી મેના રોજ ઝુનૈદે સૈફને ગામની બહાર મળવાનું કહ્યું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સમલૈંગિક યુગલ વચ્ચે વિવાદ અને ઘાતકી હુમલાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. તે વ્યક્તિઓમાંથી એક કે જેણે કહ્યું કે તે સમલૈંગિક (Gay) રિલેશનશિપમાં છે, તેણે તેના પાર્ટનર પર ધારદાર છરી વડે હુમલો કર્યો હતો. બાદમાં 15મી મેના રોજ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આરોપી સ્થળ પરથી ભાગી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલમાં પોલીસે આરોપીને પકડીને તેના સ્ટેટમેન્ટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના ઉત્તર પ્રદેશના બારાબંકીના રસુલપુર ગામમાં 15મી મેના રોજ બની હોવાનું કહેવાય છે. મોહમ્મદ જુનૈદ તરીકે ઓળખાયેલ આરોપી મોહમ્મદ સૈફ સાથે છેલ્લા બે વર્ષથી સમલૈંગિક સંબંધોમાં હતો. 15મી મેના રોજ ઝુનૈદે સૈફને ગામની બહાર મળવાનું કહ્યું. મુલાકાત દરમિયાન, બંને વચ્ચે કેટલીક શાબ્દિક બોલાચાલી થઈ હતી જે પાછળથી વધી ગઈ હતી જેના પરિણામે ઘૃણાસ્પદ ઘટના બની હતી.

    આરોપી ઝુનૈદે તેની છરી કાઢી અને સૈફનું ગળું કાપીને હુમલો કર્યો. સૈફે હુમલાથી બચવાનો પ્રયાસ કર્યો અને મદદ માટે ચીસો પણ પાડી. આરોપીએ આગળ જતા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને સૈફ બેભાન થઈ જતા તે સ્થળ પરથી ભાગી ગયો. અહેવાલોમાં ઉલ્લેખ છે કે ઝુનૈદ પોતાનું કાંડું કાપીને સ્થળ પરથી ભાગી ગયો હતો.

    - Advertisement -

    આ દરમિયાન ગ્રામજનોએ સૈફની ચીસો સાંભળી અને તેની મદદ કરવા પહોંચ્યા ત્યાં સુધીમાં તે બેભાન થઈ ગયો હતો. ગ્રામજનોએ સૈફને લોહીના ખાબોચિયામાં પડ્યો હતો અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. જેથી તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. તેઓએ આ ઘટના અંગે તેના માતા-પિતાને પણ જાણ કરી હતી. સૈફ જીવિત છે અને ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે જેમણે તેને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યો છે.

    દરમિયાન, સૈફના માતા-પિતાની ફરિયાદના આધારે, મોહમ્મદ જુનૈદ સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે જે પીડિત મોહમ્મદ સૈફ સાથે સમલૈંગિક સંબંધોમાં હતો. તાજી જાણકારી મુજબ પોલીસ દ્વારા ઝુનૈદની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે અને આ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. વધુ જાણકારી મળતા આર્ટિકલ અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં