Wednesday, May 15, 2024
More
    હોમપેજગુજરાતકાટમાળ નીચેથી 'બચાવો-બચાવો' ની બૂમો, ફસાયેલાઓ ફોન કરીને માંગી રહ્યા છે મદદ:...

    કાટમાળ નીચેથી ‘બચાવો-બચાવો’ ની બૂમો, ફસાયેલાઓ ફોન કરીને માંગી રહ્યા છે મદદ: જૂનાગઢના કડિયાવાડમાં ઇમારત થઇ ધરાશાયી, ઘણા લોકો જીવતા દટાયાં, રેસ્કયુનું કામ પુરજોશમાં

    આ બાબતે મીડિયા સાથે વાત કરતા જૂનાગઢના મેયર ગીતા પરમારે જણાવ્યું હતું કે હાલ ઘટનસ્થળે રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. સ્થળ પર 108 એમ્બ્યુલન્સ પર ખડી કરી દેવાઈ છે. આ કાર્યવાહી સ્વર્ણ 10:15 કલાકે શરૂ થઇ ગઈ હોવાનો દાવો પણ મેયરે કર્યો છે.

    - Advertisement -

    તાજા સમાચારો અનુસાર જૂનાગઢના કડિયાવાડમાં દાતાર રોડ પર આવેલી એક ઇમારત ધરાશાયી થઇ છે જેમાં ઘણા લોકો ફસાયેલા છે. ફસાયેલા લોકો અંદરથી મદદ માટે જોરજોરથી પોકારી રહ્યા છે. હાલ ફાયરની ટિમો ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે આ થયું હોવાનો પ્રાથમિક તારણ લોકો કાઢી રહ્યા છે.

    અહેવાલો અનુસાર કડિયાવાડમાં ધરાશાયી થયેલ ઇમારતમાં 4 થી 5 વ્યક્તિઓ ફસાયેલા છે. સવારના 10:15 વાગ્યાથી હિય રેસ્ક્યુ ઓપરેશન થઇ ચૂક્યું હતું. હાલ કાટમાળ હેઠળ દટાયેલ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ખડેપગે છે જેથી ઘાયલોને ત્વરિત સારવાર મળી રહે.

    ધસી પડેલ આ ઈમારતનો કાટમાળ હટાવવા માટે JCBની મદદ પણ લેવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગની સાથે સાથે NDRFની ટિમ પણ જોડાઈ છે. આ કર્યવાહી ચાલી રહી છે એ દરમિયાન કાટમાળ હેઠળથી સતત મદદ માટેના અવાજો આવી રહ્યા છે. ઘણા લોકો જે અંદર દટાયાં છે તેઓ મદદ માટે પોતાના પરિવારજનો અને મિત્રોને કોલ પણ કરી રહ્યા છે.

    - Advertisement -

    મકાનને કોર્પોરેશને આપી હતી નોટિસ: મેયર ગીતા પરમાર

    આ બાબતે મીડિયા સાથે વાત કરતા જૂનાગઢના મેયર ગીતા પરમારે જણાવ્યું હતું કે હાલ ઘટનસ્થળે રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. સ્થળ પર 108 એમ્બ્યુલન્સ પર ખડી કરી દેવાઈ છે. આ કાર્યવાહી સ્વર્ણ 10:15 કલાકે શરૂ થઇ ગઈ હોવાનો દાવો પણ મેયરે કર્યો છે.

    ઉપરાંત મેયરે જણાવ્યું છે કે તાજેતરમાં જૂનાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે આ મકાનના પાયા ખોલી નાખ્યા હતા. જે ધ્યાને પડતા કોર્પોરેશને આ મકાનને નોટિસ પણ આપી હતી.

    જૂનાગઢમાં પડ્યો હતો અતિભારે વરસાદ

    જૂનાગઢમાં અતિવૃષ્ટિથી જનજીવન ખોરવાયું હતું, જળતાંડવના કારણે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસી જવાના કારણે પાણી શહેરમાં આવી ગયાં હતાં અને ધસમસતા પ્રવાહ સાથે ગણતરીના કલાકોમાં જ મોટાભાગના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં પાણી સોસાયટીમાં ભરાયેલું જોવા મળે છે તો ધસમસતા પ્રવાહમાં વાહનો અને પશુઓ પણ તણાતાં દેખાય છે. આ સ્થિતિ બાદ જનજીવન સામાન્ય કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

    22 જુલાઈ સુધીમાં મળેલી માહિતી મુજબ જૂનાગઢમાં બપોરે 1 વાગ્યાથી સાંજ સુધીમાં આશરે સાડા 9 ઇંચ તેમજ ગિરનાર પર તેના કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે જૂનાગઢના 6 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી હતી. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં આશરે 250 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ લોકોના રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા માટે પણ તંત્ર કામે લાગી ગયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં