Sunday, July 14, 2024
More
  હોમપેજગુજરાત'3 જણા માનસિક ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપે છે' લખીને જૂનાગઢના...

  ‘3 જણા માનસિક ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપે છે’ લખીને જૂનાગઢના યુવાને ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાનું પણ નામ: તપાસ શરૂ

  મૃતક ધારાસભ્યનો માસિયાઈ ભાઈ થતો હોવાનું જાણવા મળ્યું. ધારાસભ્યે કહ્યું- મારો 2 વર્ષથી કોઇ સંબંધ નથી, મને ફસાવવાનું કાવતરું હોય શકે.

  - Advertisement -

  રાજ્યમાં અવારનવાર આપઘાતના કિસ્સાઓ જોવા મળે છે. તાજેતરમાં જ સુરતના એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેવામાં હવે બીજા સમાચાર પણ સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે જૂનાગઢ જિલ્લાના એક યુવાને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. સાથે તેણે લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમાં કહેવાયું છે કે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય બે વ્યક્તિઓ તેને માનસિક ત્રાસ આપી રહ્યા હતા અને મારી નાખવાની ધમકી આપતા હતા. જેને લઈને તેણે આપઘાત કર્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા મૃતક યુવાનના માસિયાઈ ભાઈ થતા હોવાનું સામે આવ્યું છે.

  અહેવાલોના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પાસે આવેલા ઝુઝારપુર ગામના રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે રવિવારે (29 ઓકટોબર) ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેણે આપઘાત કર્યા પહેલાં એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 3 વ્યક્તિઓનાં નામ લખવામાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે જૂનાગઢ પંથકમાં શોક વ્યાપી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. ચોરવાડ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  પોલીસને મળી આવી હતી સ્યુસાઇડ નોટ

  જૂનાગઢ જિલ્લાના ઝુઝારપુર ગામે રહેતા નીતિન જગદીશ પટેલ નામના યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તુરંત ચોરવાડ પોલીસનો સંપર્ક કરાયો હતો. જે બાદ ચોરવાડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. સાથે એવું પણ લખ્યું છે કે MLA સહિતના ત્રણ લોકો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા.

  - Advertisement -

  શું લખ્યું છે સ્યુસાઇડ નોટમાં?

  સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે, “મારુ નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીમેદાર 3 વ્યક્તિ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3)ભનું મકન કવા (રહે પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.” આખી સ્યુસાઇડ નોટમાં લગભગ 6થી 7 વાર યુવકે તેની સહી પણ કરી છે. એ સિવાય તેણે સ્યુસાઇડ નોટમાં 29/10/23ની તારીખ પણ લખી છે.

  મળી આવેલી સ્યુસાઇડ નોટ (ફોટો સાભાર: VTV)

  યુવકની સ્યુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતક યુવકના પરિવાર તથા તેના સગા-સંબંધી અને મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે ચોરવાડ પોલીસ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરશે.

  શું કહ્યું કોંગ્રેસ ધારાસભ્યએ?

  આ ઘટનાને લઈને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “તે યુવાન મારા સગા માસીનો છોકરો છે. તેમની સાથે મારા પરિવારને બે વર્ષથી કોઈ વ્યવહાર નથી. બે વષથી ક્યારેય મેં તેની સાથે ફોનમાં પણ વાત કરી નથી, કે ક્યારેય હું સંપર્કમાં રહ્યો નથી. બે વર્ષ પછી આ બનાવ બન્યો ત્યારે હું નવરાત્રિ મહોત્સવમાં હતો.”

  ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે, “આ બનાવની જાણ મૃતકના સગા ભાઈને થઈ હતી અને ત્યારબાદ અમને જાણ થઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ યુવાને ફાંસો ખાધો છે. યુવાને કયા કારણે ફાંસો ખાધો? આ યુવાનને હોસ્પિટલ કોણ લઈ ગયું? તે બાબતને લઈને હોસ્પિટલના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળી રહ્યું હતું કે બ્લેક કલરની ગાડીમાં આઠથી નવ લોકો તેને લઈને આવ્યા અને ટેબલ પર મૂકીને જતાં રહ્યા હતા. જો કોઈએ ફાંસો ખાધો હોય તો પહેલાં પોલીસને જાણ કરવામાં આવે છે. જાણ કર્યા વિના બોડી નીચે ઉતારી શકાય નહીં. જ્યારે તેમના ભાઈને પણ શંકા છે કે યુવાનની હત્યા કરવામાં આવી જોઈએ. કારણ કે બોડી પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.”

  તેમણે વધુમાં કહ્યું હતું કે સ્યુસાઇડ નોટમાં પણ અક્ષર તેમના જ છે કે કેમ તેની તપાસ કરવી પણ જરૂરી છે. તેમણે કહ્યું કે આ બધુ કાવતરું થઈ રહ્યું છે તેમને ફસાવવા માટે. તેમણે કહ્યું કે, ફોરેન્સિક રિપોર્ટ આવશે. પત્ર લખ્યો છે, કોલ ડિટેલ્સ આવશે ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં