Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજૂનાગઢમાં વરસાદના પાણીમાં ભેંસો તણાવાનો વિડીયો પોસ્ટ કરીને AAP પ્રવક્તાએ ઉડાવી મજાક,...

    જૂનાગઢમાં વરસાદના પાણીમાં ભેંસો તણાવાનો વિડીયો પોસ્ટ કરીને AAP પ્રવક્તાએ ઉડાવી મજાક, નેટિઝન્સે ઝાટકણી કાઢી, કહ્યું- કેજરીવાલની પાર્ટીના નેતાઓ જ આવું કરી શકે

    એક યુઝરે લખ્યું કે, મોદી પ્રત્યેની નફરતના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે અબોલ જીવના પાણીમાં વહેવા પર વિષવમન કરી રહ્યા છે.

    - Advertisement -

    શનિવારે (22 જુલાઈ, 2023) ભારે વરસાદના કારણે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણી નીચે શહેરમાં ઉતરી આવ્યાં અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયાં. અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા, જેમાં વાહનો અને પશુઓ તણાઈ જતાં જોવા મળ્યાં હતાં. આમ આદમી પાર્ટીએ (AAP) આમાં રાજકારણ રમવાની તક શોધી કાઢી. 

    AAP રાષ્ટ્રીય પ્રવક્તાએ એક ટ્વિટ કર્યું હતું, જેમાં ધસમસતા પાણીમાં કેટલાંક પશુઓ તણાઈ જતાં જોવા મળે છે. વિડીયો જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યા પછીનો છે. આ વિડીયો ટ્વિટ કરીને તેમણે પીએમ મોદી પર નિશાન સાધવા જતાં લખ્યું કે, ‘મોદી જી કી ભેંસ ગઈ પાની મેં…’ 

    AAP નેતાએ આફત સમયે પણ આ પ્રકારે રાજકારણ રમવાનો અવસર શોધી કાઢતાં નેટિઝન્સે બરાબરની ઝાટકણી કાઢી અને આ કૃત્યને શરમજનક ગણાવ્યું હતું. લોકોએ કહ્યું કે, ટીકા કરવી જોઈએ પરંતુ સંવેદનશીલતા ગુમાવવી ન જોઈએ. 

    - Advertisement -

    એક યુઝરે લખ્યું કે, મોદી પ્રત્યેની નફરતના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે અબોલ જીવના પાણીમાં વહેવા પર વિષવમન કરી રહ્યા છે અને મોદી-ભાજપ પ્રત્યેની નફરતના કારણે આખા ગુજરાતને ઘૃણાથી જોતા થઇ ગયા છે. તેમણે આને રાક્ષસી વૃત્તિ ગણાવી. 

    યુઝર વિરલ પટેલે લખ્યું કે, એક તરફ રાજ્ય અતિભારે વરસાદનો સામનો કરી રહ્યું છે અને ખેડૂતોએ પોતાનાં પાલતુ પ્રાણી ગુમાવ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટીનાં નેતા અસંવેદનશીલ ટિપ્પણી કરીને મજાક ઉડાવી રહ્યાં છે. 

    અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ભગવાન એટલા નીચ કોઈને ન બનાવે કે પ્રાકૃતિક આફતમાં પણ રાજકારણ રમવાની તક શોધી લે અને ઉત્સવ મનાવે. 

    ઘણા યુઝરોએ આ કૃત્યને શરમજનક ગણાવ્યું અને કહ્યું કે, આ પ્રકારની પરિસ્થિતિમાં આવી ટિપ્પણીઓ કરવી જોઈએ નહીં. 

    જનકરાજ અગ્રવાલે લખ્યું કે, વહેતા નિર્દોષ જાનવરોના વિડીયો પોસ્ટ કરીને મોદીને ટાર્ગેટ કરતા AAP નેતાએ શરમ કરવી જોઈએ. 

    અનુપમ મિશ્રા લખે છે કે, વહેતા જાનવરો પ્રત્યે સંવેદના તો દૂરની વાત પરંતુ છીછરું રાજનીતિક નિવેદન આપવા માટે તેમની મજાક ઉડાવવી એ માત્ર કેજરીવાલની પાર્ટીના નેતા જ કરી શકે. તેમણે એ બાબત પર પણ ધ્યાન દોર્યું કે કઈ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે ભણેલા-ગણેલા હોવાના દાવા કરતા રહે છે પરંતુ તેમના આચરણમાં એ બાબત દેખાતી નથી. 

    કેજરીવાલે કહ્યું હતું- પૂરના સમયે રાજકારણ રમવું જોઈએ નહીં

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને યમુના નદીનું જળસ્તર ખૂબ વધી જવાના કારણે પાણી શહેરમાં ફરી વળ્યાં હતાં. આ સમયે અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આવી બાબતો પર રાજકારણ કરવું જોઈએ નહીં. તેમનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. 

    કેજરીવાલે ત્યારે કહ્યું હતું કે, “આખા ઉત્તર ભારતમાં બહુ વધારે વરસાદ થયો છે. ક્યાંક 40 તો ક્યાં 50 વર્ષમાં પહેલી વખત આટલો વરસાદ પડ્યો છે. લોકો ખૂબ પરેશાન છે અને એવો સમય છે જ્યારે આપણે બધાએ મળીને એકબીજાની મદદ કરવાની છે. આ સમય આંગળી ચીંધવાનો નથી કે આણે આમ નથી કર્યું કે તેણે તેમ નથી કર્યું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં