Wednesday, May 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'જોશીમઠમાં જે થઇ રહ્યું છે તે ભૂધસાવ નથી': નિષ્ણાતો અનુસાર સદીઓ પહેલા...

    ‘જોશીમઠમાં જે થઇ રહ્યું છે તે ભૂધસાવ નથી’: નિષ્ણાતો અનુસાર સદીઓ પહેલા જુના ભૂસ્ખલનના કાટમાળ પર વસેલા આ શહેર નીચેથી હવે એ કાટમાળ સરકી રહ્યો છે

    'ગૂગલ અર્થ ઇમેજરી સ્પષ્ટ કરે છે કે આ શહેર જૂના ભૂસ્ખલનના કાટમાળ પર બાંધવામાં આવ્યું હતું. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભૂસ્ખલનથી કેટલો વિસ્તાર પ્રભાવિત થઈ શકે છે.'

    - Advertisement -

    ઉત્તરાખંડના જોશીમઠમાં મકાનોમાં તિરાડો અને રસ્તા પરથી અજીબોગરીબ રીતે નીકળતું પાણી ભૂસ્ખલનનું કારણ માનવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો ઉપરાંત સરકારની ટીમે પણ કહ્યું હતું કે જોશીમઠ ડૂબી રહ્યું છે. જો કે, હવે ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું છે કે જોશીમઠ ડૂબી નથી રહ્યું પરંતુ તેના માટે ભૂસ્ખલનની (જમીન સરકવાની) વધેલી ઘટનાઓ જવાબદાર છે.

    હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર યુકેની યુનિવર્સિટી ઓફ હલના વાઇસ ચાન્સેલર ડેવ પીટલીએ 23 જાન્યુઆરીના રોજ અમેરિકન જીઓફિઝિકલ યુનિયન બ્લોગમાં લખ્યું, ‘ગૂગલ અર્થ ઇમેજરી સ્પષ્ટ કરે છે કે આ શહેર જૂના ભૂસ્ખલનના કાટમાળ પર બાંધવામાં આવ્યું હતું. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભૂસ્ખલનથી કેટલો વિસ્તાર પ્રભાવિત થઈ શકે છે.’ તેમણે કહ્યું કે અગાઉ જોષીમઠ ડૂબવાની થઈ હતી. જમીન ડૂબવા કરતા વધુ વિસ્તારો જમીન સરકવાના કારણે વધુ જોખમમાં હોઈ શકે છે. આમ નવા અનુમાનો અનુસાર જોશીમઠ ડૂબી નથી રહ્યું પરંતુ સરકી રહ્યું છે.

    ભૂસ્ખલન અને ભૂધસાવ બંને છે અલગ અલગ

    ભારતના મોટા ભૂસ્તરશાસ્ત્રીઓ પણ તેમના મત સાથે સહમત જણાતા હતા. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ડિરેક્ટર કાલાચંદ સેને જણાવ્યું હતું કે, “આ ભૂસ્ખલન ઢાળવાળા વિસ્તારમાં થયું છે. તે બંને ઊભી અને આડી હિલચાલ ધરાવે છે. જો કે, ભૂધસાવમાં માત્ર ઊભી હિલચાલ થાય છે. તેથી જ કહી શકાય કે આખો વિસ્તાર સરકી રહ્યો છે.” 14 જાન્યુઆરીએ પણ સેને કહ્યું હતું કે જોશીમઠ સંકટને ભૂધસાવ નામ આપવું ખોટું છે.

    - Advertisement -

    પીટલીનો રિપોર્ટ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ધ બાયોસ્ફિયર સ્પેસ (CESBIO)ના અભ્યાસ પર પણ આધારિત છે. તેમણે કહ્યું કે, “ઓક્ટોબર 2021માં પણ વિકૃતિનો દર વધ્યો હતો. એક અંદાજ મુજબ અગાઉ જ્યાં જમીન સરકી હતી તે વિસ્તાર નદીની નજીક હતો. તેના પરથી કહી શકાય કે ટો ઈરોઝનને કારણે આ સંકટ ઊભું થયું છે.”

    બીજી તરફ સેન અનુસાર, આ સ્લાઈડિંગ પાછળ ઘણી શક્યતાઓ હોઈ શકે છે. ફેબ્રુઆરી 2021ના પૂર પછી ટો ઈરોઝન આનું મુખ્ય કારણ છે, એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય ડેટા કલેક્શનમાં સામે આવ્યું છે કે તેની પાછળ હિમવર્ષા અને ખરાબ હવામાન પણ કારણ હોઈ શકે છે. ઢોળાવના પ્રદેશમાં ભૂસ્ખલન અતિશય વરસાદ, ટેક્ટોનિક હલનચલન અને માનવ પ્રવૃત્તિઓને કારણે થઈ શકે છે. બીજી તરફ જોશીમઠમાં અભ્યાસ કરવા ગયેલા ભૂસ્તરશાસ્ત્રી એસપી સતી અને નવીન જુયાલનું કહેવું છે કે અહીં ભૂધસાવ અને ભૂસ્ખલન બંને થઈ રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં