કેંસરનું કારણ બનતા બેબી પાવડર બનાવતી અમેરિકન કંપની Johnson & Johnson છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં છે. ત્યારે હવે કંપની પોતાની વિરુદ્ધ દાખલ હજારો કેસોની પતાવત કરવા 9 બિલીયન ડૉલર ચુકવવા તૈયાર થઈ છે. ગ્રાહક સુરક્ષા કેસ હેઠળ કંપનીના ટેલકમ પાવડરનું વેચાણ બંધ કરવાનો આદેશ કરાયો હતો. જે બાદ ભારે નુકસાની વેઠવાનો વારો આવતા હવે આ અમેરિકન કંપની Johnson & Johnson પોતાના વિરુદ્ધ હજારો કેસોની પતાવત કરવા 8.9 અબજ ડૉલર ચુકવવા તૈયાર થઈ છે.
અહેવાલો મુજબ આટલા બધા કેસો હોવા છતાં કંપનીએ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારી નથી, પણ મે 2020માં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં તેના ટેલ્ક-આધારિત બેબી જોહ્ન્સન પાવડરનું વેચાણ બંધ કરી દીધું હતું. જેના કારણે કંપનીને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેથી જ તે આ મુકદ્દમાઓની મુશ્કેલીમાંથી બહાર આવવા માંગે છે. જેના માટે Johnson & Johnson પોતાના વિરુદ્ધ હજારો કેસોની પતાવત કરવા 8.9 અબજ ડૉલર ચુકવવા તૈયાર થઈ છે.
Johnson & Johnson has proposed an $8.9 billion settlement to resolve lawsuits that claimed its talcum powder products caused cancer.@eriknjoka tells you more
— WION (@WIONews) April 5, 2023
Watch more: https://t.co/AXC5qRugeb pic.twitter.com/msOcgmkdRc
1893માં, એક બેબી પ્રોડક્ટ બનાવનાર જોહ્ન્સન અને જોહ્ન્સને 1984માં Johnson Baby Powder બનાવવાનું શરૂ કર્યું હતું. આ પાવડરને ફેમિલી ફ્રેન્ડલી હોવાનું કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં વર્ષ 1999માં ઇન્ટરનલ બેબી પ્રોડક્ટ્સ ડિવિઝન દ્વારા તેનું માર્કેટિંગ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં વેચાતા આ બેબી પાઉડરની વિશ્વસનીયતા પર ત્યારે ખતરો ઉભો થયો જ્યારે તેમાં કેન્સર જેવા જીવલેણ રોગોનું કારણ બનતા ખતરનાક રાસાયણિક તત્વો હોવાનું સામે આવ્યું. વર્ષ 2018માં પહેલીવાર Johnson & Johnson બેબી પાઉડરની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો હતો.
રીપોર્ટ અનુસાર યુએસ ડ્રગ કંટ્રોલ એજન્સીની તપાસમાં જોહ્ન્સન અને જોહ્ન્સનના બેબી પાવડરના સેમ્પલમાં કાર્સિનોજેનિક ક્રાઇસોટાઇલ ફાઇબર્સ મળી આવ્યા હતા. આ ઉપરાંત આ પાવડરમાં એક ખતરનાક એસ્બેસ્ટોસ ફાઈબર પણ મળી આવ્યું હતું. આ ફાઈબર કેન્સરની બીમારી ફેલાવે છે.
Johnson & Johnson કંપનીના પાઉડર પર અંડાશયનું કેન્સર ફેલાવવાનો આરોપ લગાવતા 35 હજારથી વધુ મહિલાઓએ તેની સામે દાવો માંડ્યો હતો, જે બાદ અમેરિકાની એક કોર્ટે કંપની પર બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના આરોપ લગાવતા કંપનીને 15,000 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કંપની પર લાગેલા આ આરોપ બાદ અમેરિકામાં તેનું વેચાણ દર ઝડપથી ઘટવા લાગ્યું હતું.
આખરે વર્ષ 2020માં સતત ઘટી રહેલા વેચાણ દરને કારણે કંપનીએ અમેરિકા અને કેનેડામાં પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરી દીધું હતું. આ પછી કંપનીના શેરધારકોએ યુકેમાં જોન્સન એન્ડ જોન્સન પાવડરના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. બાદમાં અમેરિકન મૂળના ઘણા દેશોમાં તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
વર્ષ 2022માં ભારતમાં પણ Johnson & Johnson પર પ્રતિબંધ લાગ્યો હતો
અમેરિકામાં જોહ્ન્સન બેબી પાઉડર પર પ્રતિબંધ લગાવ્યા બાદ ભારતમાં પણ તેની ટ્રાયલ શરૂ થઇ ગઇ હતી. કોલકાતાની પ્રયોગશાળામાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં જાણવા મળ્યું કે જોન્સન બેબી પાઉડરની pH વેલ્યુ ધારાધોરણ મુજબ મળી નથી. જેના કારણે બાળકોની ત્વચાને નુકસાન થઈ શકે છે. જે બાદ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જોહ્ન્સન અને જોહ્ન્સન કંપનીના બેબી પાઉડરના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે જાન્યુઆરીમાં મુંબઇ હાઇકોર્ટે આ પ્રતિબંધ હટાવી લીધો હતો.
વર્ષોથી ચાલી રહેલા કેસોની પતાવટ કરવા માટે કંપનીએ 890 કરોડ ડોલરની ડીલની ઓફર કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પાવડરથી જે લોકોને કેંસર થયું છે તેમને કંપની 73 હજાર કરોડ ચૂકવશે. દરમિયાન Johnson & Johnson તેની સબ્સિડિયરી એલટીએલ મેનેજમેન્ટ એલએલસી દ્વારા આગામી 25 વર્ષમાં હજારો અરજદારોને 8.9 અબજ ડોલરની ચૂકવણી કરશે.