Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસંમતિ વગર જ બાળકોને ચર્ચમાં લઇ જવાયાં, પ્રાર્થના પણ કરાવી: વાલીઓ-હિંદુ સંગઠનના...

    સંમતિ વગર જ બાળકોને ચર્ચમાં લઇ જવાયાં, પ્રાર્થના પણ કરાવી: વાલીઓ-હિંદુ સંગઠનના ઉગ્ર વિરોધ બાદ શાળાએ માફી માંગવી પડી

    ભારે વિરોધ અને પોલીસ તંત્ર પણ વચ્ચે પડ્યા બાદ શાળા સંચાલકોએ લેખિતમાં માફી માંગી હતી અને ભવિષ્યમાં આવું ન થાય તેની બાહેંધરી આપી હતી. 

    - Advertisement -

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગૃહ જિલ્લા જોધપુરની એક શાળામાં બાળકોને વાલીઓની પરવાનગી વગર જ ચર્ચમાં લઇ જવા મામલે વિવાદ સર્જાયો છે. શાળા સંચાલકોએ બાળકોને લઇ જવા પહેલાં વાલીઓની સંમતિ પણ લીધી ન હતી તેમજ ચર્ચમાં બાળકોને પ્રાર્થના પણ કરાવી હતી. વિવાદ વધતો જોઈને આખરે શાળાએ માફી માંગવાની ફરજ પડી હતી. 

    આ મામલો જોધપુરની મહેશ પબ્લિક સ્કુલનો છે. શાળાના બાળકોને એક ચર્ચમાં મુલાકાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને પ્રાર્થના પણ કરાવી હતી. આ મામલાની જાણ વાલીઓ અને હિંદુ સંગઠનોને થતાં મોટી સંખ્યામાં વાલીઓ અને હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ શાળાએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શાળા સંચાલકોની માફીની માંગ કરી હતી. ભારે વિરોધ અને પોલીસ તંત્ર પણ વચ્ચે પડ્યા બાદ શાળા સંચાલકોએ લેખિતમાં માફી માંગી હતી અને ભવિષ્યમાં આવું ન થાય તેની બાહેંધરી આપી હતી. 

    વાલીઓએ શાળાના સંચાલકો પર આરોપ લગાવ્યો કે તેમની પરવાનગી વગર જ બાળકોને ચર્ચની મુલાકાતે લઇ જવામાં આવ્યાં હતાં. ઉપરાંત, ત્યાં પ્રાર્થના કરાવવાને લઈને પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. હોબાળો મચી જતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. ત્યારબાદ શાળાએ લેખિતમાં માફી માંગીને ભવિષ્યમાં આવું ન થાય તેનું આશ્વાસન આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. 

    - Advertisement -

    મીડિયા સાથે વાતચીત દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ જણાવ્યું કે, શાળામાં ભણતાં 600થી 700 બાળકોને ચર્ચમાં ફરવા માટે લઇ જવામાં આવ્યા, જ્યાં ચર્ચમાં તેમને પ્રાર્થના પણ કરાવવામાં આવી. તેમણે કહ્યું કે, આ ધર્મ વિરુદ્ધનું આચરણ વિશ્વ હિંદુ પરિષદ ક્યારેય સાંખી લેશે નહીં. 

    પરવાનગી વગર બાળકોને લઇ જવાની ભૂલ શાળાએ સ્વીકારી, લેટરહેડ પર માફી માંગી  

    ભારે વિવાદ બાદ શાળાના આચાર્યે લેટરહેડ પર લેખિતમાં માફી માંગી હતી. શાળાએ સ્વીકાર્યું કે તેઓ વાલીઓની પરવાનગી લીધા વગર જ બાળકોને ચર્ચમાં લઇ ગયા હતા. લેખિત માફીપત્રમાં શાળાના આચાર્યે કહ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે ચર્ચની મુલાકાત લેવા માટે લઇ જવામાં આવ્યા હતા. આ મુલાકાત અગાઉ વાલીઓની પરવાનગી લેવામાં આવી ન હતી. આચાર્યે ફરી આવું ન થાય તેની બાહેંધરી આપતાં કહ્યું કે, ભવિષ્યમાં વાલીઓની પરવાનગી વગર આ પ્રકારની મુલાકાત ગોઠવવામાં આવશે નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં