Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે’ ભજન સાંભળીને કોંગ્રેસ કોર્પોરેટરનું...

    ‘જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે’ ભજન સાંભળીને કોંગ્રેસ કોર્પોરેટરનું હૃદય પરિવર્તન થયું, પાર્ટીમાંથી આપી દીધું રાજીનામું: ચાલુ કાર્યક્રમમાં કરી ઘોષણા

    “હું કોંગ્રેસ પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે સેવા કરી રહી છું. આજે આ મંચ પરથી ઉદ્ઘોષણા કરું છું, આજે તમે (કન્હૈયા મિત્તલ) મારી અંદર સ્નેહ, પ્રેમ અને દેશભક્તિનું ઝનૂન ઉજાગર કરી દીધું છે. આ જ ક્ષણે કોંગ્રેસ પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું.”

    - Advertisement -

    પંજાબના રાજકારણમાં એક રસપ્રદ ઘટના બની છે. અહીં કોંગ્રેસ પાર્ટીના એક કોર્પોરેટરે એક ભજન સંધ્યા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરી દીધું હતું. કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયકે કન્હૈયા મિત્તલે ‘જો રામ કો લાયે હૈ..’ ભજન ગાયું હતું, જે કોંગ્રેસ નેતાના ‘હૃદયપરિવર્તન’નું કારણ બન્યું. 

    આ કોંગ્રેસ નેતા લુધિયાણાના કોર્પોરેટર રાશિ અગ્રવાલ છે. તેઓ શહેરમાં આવેલ દુર્ગા મંદિરે આયોજિત ભજન સંધ્યા કાર્યક્રમમાં ગયાં હતાં. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, “હું કોંગ્રેસ પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે સેવા કરી રહી છું. આજે આ મંચ પરથી ઉદ્ઘોષણા કરું છું, આજે તમે (કન્હૈયા મિત્તલ) મારી અંદર સ્નેહ, પ્રેમ અને દેશભક્તિનું ઝનૂન ઉજાગર કરી દીધું છે. આ જ ક્ષણે કોંગ્રેસ પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું.” ત્યારબાદ તેમણે પણ ‘જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે’ અને ‘જય શ્રીરામ’નો જયઘોષ કર્યો હતો. 

    તેમનો આભાર વ્યક્ત કરતાં કન્હૈયા મિત્તલે કહ્યું કે, “મેં જીવનમાં બધું જ જોયું છે પરંતુ ક્ષણભરમાં પદ છોડતા કોઈને નથી જોયા.” ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને યાદ કરતાં તેમણે કહ્યું કે, “એક કલ્યાણસિંહજી હતા, જેમણે રામમંદિર માટે મુખ્યમંત્રીની ખુરશી છોડી દીધી. તમારું કલ્યાણ થશે, તમે રામ માટે ખુરશી છોડી છે. આજે પણ રામમંદિરની વાત થાય તો કલ્યાણસિંહજીની વાત થાય છે. આપણે યોગીજીને માનીએ છીએ, મોદીજીને પણ માનીએ છીએ, પણ જે કામ કલ્યાણસિંહજીએ કર્યું, જે કામ કોઠારી ભાઈઓએ કર્યું, એ કામ આજે તમે કર્યું છે. તમે કોંગ્રેસ નથી છોડી, પરંતુ રામને અપનાવી લીધા છે.”

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું કે, હું લોકોને પ્રમાણ આપતાં-આપતાં થાકી ગયો કે હું ભાજપ માટે નહીં મારા ભગવાન રામ માટે ગાઈ રહ્યો છું. હું કોઈ પાર્ટીનો વ્યક્તિ નથી, હું એક જ પાર્ટીનો માણસ છું, ‘રામદળ અને શ્યામદળ.’

    ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી દરમિયાન ‘જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે’ ભજન ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ ભજન રાજસ્થાનના શ્રીગંગાનગરના કન્હૈયા મિત્તલે લખ્યું છે અને તેમણે જ સ્વર પણ આપ્યો છે. તેમણે આ ભજનને લઈને કહ્યું હતું કે, તેઓ રાયપુરમાં ભગવાન રામના મંદિરે દર્શન કરવા ગયા ત્યાં તેમને આ ભજન લખવાનો વિચાર આવ્યો હતો. 

    બીજી તરફ, રાશિ અગ્રવાલની વાત કરવામાં આવે તો તેઓ 2018માં કોંગ્રેસની ટિકિટ પર લુધિયાણા નગર નિગમની ચૂંટણી જીત્યાં હતાં. આવતા વર્ષે અહીં ફરી ચૂંટણી યોજાશે. ઑપઇન્ડિયાએ આ અંગે વધુ વિગતો મેળવવા માટે કન્હૈયા મિત્તલ અને રાશિ અગ્રવાલનો સંપર્ક કર્યો છે, જેનો પ્રત્યુત્તર મળતાં જ વિગતો ઉમેરી દેવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં