Monday, June 17, 2024
More
    હોમપેજદેશ‘સરહદપારના જેહાદીઓ સપા-કોંગ્રેસને કરી રહ્યા છે મદદ’: UPમાં ગરજ્યા પીએમ મોદી, કહ્યું-...

    ‘સરહદપારના જેહાદીઓ સપા-કોંગ્રેસને કરી રહ્યા છે મદદ’: UPમાં ગરજ્યા પીએમ મોદી, કહ્યું- પાકિસ્તાનમાં INDI ગઠબંધન માટે પઢવામાં આવી રહી છે દુઆઓ

    વડાપ્રધાને કહ્યું કે, "ઘણી તાકતો એવી છે, જેને ભારતની પ્રગતિથી પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આ લોકો 4 જૂનને લઈને અલગ જ સપના જોઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સપા-કોંગ્રેસના ઇન્ડી જમાત માટે દુઆ પઢવામાં આવી રહી છે. સરહદ પારના જેહાદીઓ સપા-કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને લઈને PM મોદી દેશના વિવિધ રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ઉત્તર પ્રદેશના બાંસગાંવમાં જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે સપા-કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓ માટે પાકિસ્તાનમાં દુઆ કરવામાં આવી રહી છે. ઘણી એવી તાકતો છે જે, ભારતનું હિત જોઈ શકતી નથી. તે દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે, સરહદ પારના જેહાદીઓ સપા-કોંગ્રેસને સમર્થન કરે છે.

    રવિવારે (26 મે, 2024) PM મોદી યુપીના બાંસગાંવમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે સપા-કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, “ઘણી તાકતો એવી છે, જેને ભારતની પ્રગતિથી પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આ લોકો 4 જૂનને લઈને અલગ જ સપનાં જોઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સપા-કોંગ્રેસના INDI ગઠબંધન માટે દુઆ પઢવામાં આવી રહી છે. સરહદ પારના જેહાદીઓ સપા-કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે. અહીં સપા-કોંગ્રેસવાળાઓ વોટ જેહાદની અપીલ કરી રહ્યા છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આ લોકોનો મુદ્દો દેશનો વિકાસ નથી. તેઓ તો ભારતને ઘણા દશકો પાછળ લઈ જવા માંગે છે. તમે તેના મુદ્દાઓ જુઓ. ઇન્ડી જમાત કહી રહી છે કે, તે સરકારમાં આવશે તો કાશ્મીરમાં ફરીથી 370 લાગુ કરશે. તે વિભાજનના પીડિતોને નાગરિકતા આપતા CAA કાયદાને પણ રદ કરશે. આ કોના એજન્ડા છે? આ જ તો ભારતવિરોધી તાકતો પણ ઈચ્છે છે. તો ઇન્ડીવાળા પણ આ જ કેમ ઈચ્છે છે?”

    - Advertisement -

    વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, “કોંગ્રેસે હંમેશા દેશની સુરક્ષા સાથે ખેલ કર્યા છે. હવે એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. તમે જાણો છો કે, આપણો દેશ બ્રહ્મોસ મિસાઈલો બનાવે છે અને તે દિવસ દૂર નથી જ્યારે યુપીમાં પણ બ્રહ્મોસ મિસાઈલો બનશે. દુનિયાભરમાં બ્રહ્મોસનો ખોફ છે, આખી દુનિયામાં તેની માંગ છે. પણ કોંગ્રેસને તે પણ પસંદ નથી આવ્યું. ઇન્ડીવાળા ઈચ્છે છે કે, ભારત સંરક્ષણ ક્ષેત્રે ન તો આત્મનિર્ભર બને અને ન તો ભારતમાં હથિયાર એક્સપોર્ટ કરવાની ક્ષમતા પેદા થાય. તેઓ ચાહે છે કે, વિદેશી હથિયારોની ડીલ થતી રહી અને તેમને દલાલી મળતી રહે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં