Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશચાંદલો કરીને સેન્ટ ઝેવિયર્સમાં ભણવા ગયેલી દલિત વિદ્યાર્થીનીને શિક્ષિકાએ મારી થપ્પડ, પ્રિન્સિપાલે...

    ચાંદલો કરીને સેન્ટ ઝેવિયર્સમાં ભણવા ગયેલી દલિત વિદ્યાર્થીનીને શિક્ષિકાએ મારી થપ્પડ, પ્રિન્સિપાલે સ્કૂલમાંથી કાઢી મૂકી: હેબતાયેલી બાળકીએ કરી આત્મહત્યા, NCPCR કરશે ઘટનાની તપાસ

    માત્ર કપાળ પર ચાંદલો કરવાના કારણે વિદ્યાર્થીની ને માર મારવામાં આવ્યો. મિસ (શિક્ષિકા સિંધુ)ને જોઇને તેણે ચાંદલો કાઢી નાંખવા છતાં તેને સજા આપવામાં આવી. વિદ્યાર્થીનીએ પ્રિન્સીપાલને ફરિયાદ કરતા તેમણે પણ તેને કાઢી મૂકી હતી.

    - Advertisement -

    ઝારખંડમાં ચાંદલો કરીને સેન્ટ ઝેવિયર્સમાં ભણવા ગયેલી વિદ્યાર્થીનીને શિક્ષિકાએ થપ્પડ મારતા આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના ધનબાદના તેતુલમારી વિસ્તારની છે. સ્કુલની શિક્ષિકાએ વિદ્યાર્થીનીને થપ્પડ તો માર્યા, પણ સાથે તેની માતાને પણ અપમાનિત કરીને કાઢી મુકાઇ હોવાના આરોપી લગાવવામાં આવ્યા છે. જેના કારણે ડઘાઈ ગયેલી વિદ્યાર્થીનીએ ગત 10 જુલાઈ 2023ના રોજ ઘરે પરત આવ્યા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીની પાસે એક સુસાઈડ નોટ પણ મળી હતી.

    આત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થીનીનું નામ ઉષા કુમારી છે. તે ધોરણ 10ની વિદ્યાર્થિની હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ સ્કૂલની બહાર ધરણાં પણ કર્યા હતા. ગત 11 જુલાઇના રોજ સ્કૂલના પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) એ પણ આ મામલાની નોંધ લીધી છે.

    મીડિયા અહેવાલો અનુસાર, સેન્ટ ઝેવિયર્સમાં વિદ્યાર્થીનીને તે હદે અપમાનિત કરવામાં આવી કે તેણે આત્મહત્યા કરી લીધી. મૃતક વિદ્યાર્થીનીના પિતાનું લાંબા સમય પહેલા જ મોત થઈ ચૂક્યું છે. 3 ભાઈ-બહેનોને તેમની માતા ભણાવી રહી હતી. મૃતકની માતાએ જણાવ્યું કે, માત્ર કપાળ પર ચાંદલો કરવાના કારણે તેમની દીકરીને બધાની સામે માર મારવામાં આવ્યો હતો. જ્યારે મિસ (શિક્ષિકા સિંધુ)ને જોઇને તેણે ચાંદલો કાઢી નાંખવા છતાં તેને સજા આપવામાં આવી. આ મામલે જયારે મૃતક વિદ્યાર્થીનીએ પ્રિન્સીપાલને ફરિયાદ કરી તો તેમણે પણ તેની અવગણના કરી હતી. આરોપ છે કે પ્રિન્સિપાલે પણ વિદ્યાર્થીનીને ઠપકો આપતા કહ્યું હતું કે, “તું સ્કુલ બેગ ઉઠાવ અને નીકળ અહિયાંથી.”

    - Advertisement -

    મૃતક વિદ્યાર્થીનીની માતાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમની પુત્રી રડતી રડતી ઘરે આવી ત્યારે તેઓ તેની સાથે શાળાએ ગયા હતા અને પ્રિન્સિપાલની માફી પણ માંગી હતી. પરંતુ તેમના પર તેની કોઈ જ અસર થઈ ન હતી. પ્રિન્સિપાલે માતા અને પુત્રીને બન્નેને સ્કુલમાંથી કાઢી મુક્યા હતા. આ પછી, વિદ્યાર્થીનીએ ઘરે પરત ફરીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પીડિતાની માતાના જણાવ્યા પ્રમાણે તેમની દીકરીએ એક સુસાઇડ નોટ પણ છોડી છે, જેના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર મળતા જ શાળા બંધ કરી દેવામાં આવી હતી. અન્ય સ્થાનિકોએ આરોપીઓ સામે કાર્યવાહી કરવા અને પીડિત પરિવારને વળતર આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષિકની ધરપકડ

    ગુનો દાખલ થયા બાદ પોલીસે આરોપી પ્રિન્સિપાલ આર.કે.સિંહ અને મહિલા શિક્ષક સિંધુની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    સાભાર ऑपइंडिया

    NCPCRએ પણ ઘટનાની નોંધ લીધી

    આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ ધનબાદની મુલાકાત લેશે. આયોગ (NCPCR) ની ટીમે આ મામલાની નોંધ લીધી છે. NCPCRના ચેરમેન પ્રિયંક કાનૂનગોના જણાવ્યા અનુસાર આયોગની એક ટીમ તપાસ માટે ધનબાદ જશે.

    સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ

    ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ શાળાની માન્યતા રદ કરવાની માંગ કરી છે. તેમણે આ મામલે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, “સમજાતું નથી કે આવી સ્કૂલો સનાતનના પ્રતીકોથી શા માટે ચિડાય છે? ઝારખંડના મુખ્યમંત્રીજી આ બાબતની નોંધ લો અને સ્કુલની માન્યતા રદ કરવા માટે સંબંધિત વિભાગને પત્ર લાખો.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં