Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડમાં રેલવેએ હનુમાનજીને નોટિસ મોકલી, 10 દિવસમાં મંદિર ખાલી કરવાનો આપ્યો આદેશ…અન્યથા...

    ઝારખંડમાં રેલવેએ હનુમાનજીને નોટિસ મોકલી, 10 દિવસમાં મંદિર ખાલી કરવાનો આપ્યો આદેશ…અન્યથા કાયદેસરની કાર્યવાહી થશે

    ઝારખંડમાં ભારતીય રેલ્વેએ હનુમાનજીને દબાણ ખાલી કરવાની નોટીસ મોકલતાં સ્થાનિકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. આ જ વિસ્તારમાં રેલ્વેની અન્ય ધાર્મિક સ્થળોને નોટીસ ન મોકલી હોવાની ફરિયાદ પણ સામે આવી છે.

    - Advertisement -

    ઝારખંડના ધનબાદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પૂર્વ મધ્ય રેલવેએ 7 ઓક્ટોબર 2022ના રોજ ભગવાન હનુમાનને જમીન ખાલી કરવા માટે નોટિસ મોકલી હતી. તેમણે કહ્યું કે જો હનુમાનજી 10 દિવસમાં આ જમીન ખાલી નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઝારખંડ રેલવેએ હનુમાનજીને મંદિર ખાલી કરવા નોટીસ મોકલી આપતા ચર્ચાઓનો દોર ચાલુ થઇ ગયો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો બેરાકબંધ વિસ્તારના ખટીક બસ્તીનો છે. રેલવેએ ભગવાન હનુમાનના નામે ખટીક બસ્તીમાં રેલ્વે પ્ર્શાશને તેમની જમીન ખાલી કરવા માટે નોટિસ મોકલી છે. રેલવેએ મંદિરની બહાર નોટિસ લગાવી છે. ઝારખંડ રેલવેએ હનુમાનજીને નોટીસ મોકલી આપતા તેમાં લખ્યું છે કે, “તમને જાણ કરવામાં આવે છે કે તમે ગેરકાયદેસર રીતે રેલવેની જમીન પર કબજો કર્યો છે, જે એક ગુનો છે. તમને નોટીસ મળ્યાના 10 દિવસની અંદર રેલ્વેની જમીન પરથી મંદિરને દૂર કરવા અને તેને અમને સોંપવાનો નિર્દેશ આપવામાં આવે છે. જો તમે આમ નહીં કરો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નોટિસને તાત્કાલિક ધ્યાનમાં લો.”

    આ સિવાય રેલ્વેએ મંદિરની આસપાસની ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ હટાવવાનું પણ કહ્યું છે. આ મામલો સામે આવ્યા બાદ અહીંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી રેલવેની જમીન પર રહે છે. આવી સ્થિતિમાં તેમને હેરાન કરવા માટે નોટિસ મોકલવામાં આવી રહી છે. હનુમાન મંદિર પર નોટિસ ચોંટાડવા પર તેમણે કહ્યું કે રેલવેની જમીન પર અન્ય ધર્મના સ્થળો પણ છે, પરંતુ નોટિસ ફક્ત આ મંદિરને જ આપવામાં આવી છે.

    બીજી તરફ ભગવાન હનુમાનને નોટિસ મોકલીને પોતાનાજ ઉડાવનાર રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે, “આ માનવીય ભૂલ છે. નોટિસમાં ભૂલથી હનુમાનજીનું નામ લખવામાં આવ્યું હતું. તેમાં સુધારો કરવામાં આવશે. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની પણ કાળજી રાખવામાં આવશે. અમારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો, અમારે માત્ર જમીન પરથી અતિક્રમણ હટાવવાનું હતું.”

    નોંધનીય છે કે 20 વર્ષથી આ વિસ્તારમાં ખાટીક સમુદાયના 300 થી વધુ પરિવારો રહે છે, જેઓ અહીં ફળો, શાકભાજી વેચવાનો નાનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રેલવે તેમને આ જમીન ખાલી કરાવવા માંગે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં