Friday, November 22, 2024
More
    હોમપેજદેશઝારખંડના મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી પૂછ્યું- યોજનાનો લાભ મળ્યો કે નહીં? જનતાએ ઘસીને...

    ઝારખંડના મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી પૂછ્યું- યોજનાનો લાભ મળ્યો કે નહીં? જનતાએ ઘસીને ના પાડી દીધી: ‘ઇન્સ્ટન્ટ ફેક્ટચેક’નો વિડીયો વાયરલ

    ભારતીય જનતા પાર્ટીએ હેમંત સોરેનનો આ વિડીયો X અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. સાથે લખ્યું કે, ‘જૂઠી સરકારના ખોખલા વાયદાઓની ખુલી પોલ. ઝારખંડની દીકરીઓએ હેમંત સોરેન સામે તેમના જ જૂઠા વાયદાની પોલ ખોલી.’ 

    - Advertisement -

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક કાર્યક્રમમાં જનતાને પૂછે છે કે શું પોતાની સરકારની યોજનોનો તેમને લાભ મળ્યો? તો સામે બેઠેલી વિદ્યાર્થિનીઓ ના પાડી દે છે. જેના કારણે તેઓ અવઢવમાં મૂકાય જાય છે. 

    ભારતીય જનતા પાર્ટીએ હેમંત સોરેનનો આ વિડીયો X અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. સાથે લખ્યું કે, ‘જૂઠી સરકારના ખોખલા વાયદાઓની ખુલી પોલ. ઝારખંડની દીકરીઓએ હેમંત સોરેન સામે તેમના જ જૂઠા વાયદાની પોલ ખોલી.’ 

    46 સેકન્ડના આ વિડીયોમાં હેમંત સોરેન એક કાર્યક્રમમાં સંબોધન કરતા જોવા મળે છે. જેમાં તેઓ કહે છે, “આપણી દીકરીઓ અહીં છે. તમે કહો, સાયકલના પૈસા મળ્યા કે નહીં? જેની ઉપર વિદ્યાર્થિનીઓ નકારમાં જવાબ આપે છે. ત્યારબાદ CM સોરેન સ્ટેજ પર કોઇને કશુંક પૂછતા જોવા મળે છે. કોઈક અધિકારી તેમને કહે છે કે પૈસા ખાતામાં જમા કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેઓ કહે છે, “પૈસા જઈ રહ્યા છે, અહીં નહીં સીધા ખાતામાં જશે.”

    - Advertisement -

    ત્યારબાદ તેઓ પૂછે છે, “સાવિત્રીબાઈ ફૂલે યોજનાનો લાભ મળ્યો કે નહીં?” જેની ઉપર પણ ફરી એક વખત ના પાડવામાં આવે છે. ત્યારબાદ તેઓ ફરી એક વખત બાજુમાં કોઈને કશુંક પૂછે છે અને તે વ્યક્તિ જવાબ આપે છે. પછીથી તેમણે કહ્યું કે, “આ યોજનાનો લાભ જેમને મળી ગયો તે ઠીક છે, આગળ આ યોજના હેઠળ લાભ આપવા માટે અમે નિયમો નથી બનાવ્યા.” સાવિત્રીબાઈ ફૂલે કિશોરી સમૃદ્ધિ યોજના ઝારખંડ સરકારની યોજના છે, જે હેઠળ કિશોરીઓને સશક્તિકરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વતંત્ર નિર્ણય, બાળવિવાહ ઉન્મૂલન માટે સક્ષમ બનાવવા માટે આર્થિક સહાય પ્રદાન કરવામાં આવતી હોવાનું કહેવાય છે. જોકે, જમીની સ્થિતિ કંઈક જુદી જણાય છે. 

    જાણવા મળ્યા અનુસાર, હેમંત સોરેન ઝારખંડના ગોડ્ડા સ્થિત પથરગામામાં આયોજિત ‘આપકી યોજના, આપકી સરકાર, આપકે દ્વાર’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાંનો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    વિડીયો સામે આવ્યા બાદ હવે હેમંત સોરેન સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે કે આખરે શા માટે તેમની સરકારમાં યોજનાના લાભ પહોંચાડવામાં આવી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં