Saturday, September 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભારતના તમામ મુસલમાનો પહેલાં હિંદુ જ હતા’: નીતીશ કુમારની પાર્ટીના MLC ગુલામ...

    ‘ભારતના તમામ મુસલમાનો પહેલાં હિંદુ જ હતા’: નીતીશ કુમારની પાર્ટીના MLC ગુલામ ગૌસનું નિવેદન, પીએમ મોદીના પણ કર્યાં વખાણ

    "હું વડાપ્રધાન મોદીને અભિનંદન આપું છું કે તેમણે મુસલમાનો માટે કંઈ કરવા માટે કહ્યું છે. આજ સુધી દેશના કોઈ વડાપ્રધાને ગરીબો, દલિતો, મુસલમાનો વિશે વાત કરી ન હતી." 

    - Advertisement -

    બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની જેડીયુના નેતા અને વિધાન પરિષદ સભ્ય (MLC) ગુલામ ગૌસનું એક નિવેદન હાલ ચર્ચામાં છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ મુસ્લિમો માટે કંઈક કરવા માટે કહ્યું તે બદલ તેમને અભિનંદન આપું છું. તેમણે એમ પણ કહ્યું કે, ભારતના તમામ મુસલમાનો પહેલાં હિંદુ હતા. 

    શનિવારે બિહારના પટનામાં વિધાન પરિષદ સભાગૃહમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં બોલતી વખતે ગુલામ ગૌસે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન મોદીને અભિનંદન આપું છું કે તેમણે મુસલમાનો માટે કંઈ કરવા માટે કહ્યું છે. આજ સુધી દેશના કોઈ વડાપ્રધાને ગરીબો, દલિતો, મુસલમાનો વિશે વાત કરી ન હતી. 

    ‘ભારતના બધા મુસલમાનો પહેલાં હિંદુ હતા’

    - Advertisement -

    જેડીયુ MLC ગુલામ ગૌસે એમ પણ કહ્યું કે, ભારતના તમામ મુસલમાનો પહેલાં હિંદુ જ હતા. પરંતુ બ્રાહ્મણવાદી વ્યવસ્થાના કારણે લોકોએ ઇસ્લામ અપનાવ્યો હતો. તેમણે દાવો કરતાં કહ્યું કે, લોકો બ્રાહ્મણવાદી નીતિઓથી પરેશાન હોવાના કારણે ધર્મ છોડી દીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે, પાસમાંદા મુસલમાનોને રાજનીતિક અને સામાજિક લાભ મળી રહ્યા નથી. તેમણે કહ્યું કે, “ન ઇસ્લામ જોખમમાં છે, ન હિંદુત્વ જોખમમાં છે. દેશને પણ જોખમ નથી. કેટલાક લોકોની ખુરશી જોખમમાં હોય શકે છે.”

    ગુલામ નબી આઝાદને લઈને કહ્યું- તેમણે ક્યારેય મુસલમાનોના હિતની વાત ન કરી 

    આ ઉપરાંત, તેમણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુલામ નબી આઝાદ ખાનદાની ગુલામ છે. દરમિયાન, તેમણે આપત્તિજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે, ગુલામ નબી આઝાદે ક્યારેય મુસલમાનોના હિતની વાત કરી ન હતી. આવા લોકો માત્ર ખુરશી માટે જ જીવે છે. 

    ઉલ્લેખનીય છે કે બિહાર વિધાન પરિષદમાં ‘વંચિત પાસમાંદા વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાજપ નેતા સંજય પાસવાને આયોજિત કર્યો હતો, જેમાં તમામ પાર્ટીઓના વિધાન પરિષદના સભ્યો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ જ ભાષણમાં ગુલામ ગૌસે નિવેદન આપ્યું હતું, જેની હાલ ચર્ચા થઇ રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં