Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુ-ટ્યુબ જોઈને ટાઈમ બૉમ્બ બનાવતા શીખ્યો હતો જાવેદ, બિહારના મુજ્જફરપુરથી ઝડપાયો: કાશ્મીર...

    યુ-ટ્યુબ જોઈને ટાઈમ બૉમ્બ બનાવતા શીખ્યો હતો જાવેદ, બિહારના મુજ્જફરપુરથી ઝડપાયો: કાશ્મીર જઈ આવ્યો હતો, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું

    જાવેદે YouTube જોઇને ટાઈમ બોમ્બ બનાવ્યા હતા અને આ બૉમ્બ બનાવવા માટે બુલંદશહરના રહેવાસી મોહમ્મદ શમી અને અન્ય એક વ્યક્તિએ તેની મદદ કરી હતી.

    - Advertisement -

    બિહારના મુઝફ્ફરપુરથી 3 ટાઈમ બૉમ્બ મળવાની ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી છે. કાશ્મીર જઈ આવેલા ઘટનાના આરોપીઓના પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યાં છે. ગત શનિવારે આ બૉમ્બ મળી આવવાની આ ઘટનામાં ચોંકાવનારી બાબત તો એ છે કે મુઝફ્ફરપુરના જાવેદે YouTube જોઇને ટાઈમ બૉમ્બ બનાવ્યા હતા. હાલ આ બાબતે સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

    અહેવાલો અનુસાર, મુઝફ્ફરપુરના જાવેદે YouTube જોઇને ટાઈમ બૉમ્બ બનાવ્યા હતા અને આ બૉમ્બ બનાવવા માટે બુલંદશહરના રહેવાસી મોહમ્મદ શમી અને અન્ય એક વ્યક્તિએ તેની મદદ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બૉમ્બ બનાવવાની સામગ્રીમાં પશ્ચિમ બંગાળથી તાર, મુઝફ્ફરપુરથી ઘડિયાળ અને ઝારખંડથી બેટરી ખરીદવામાં આવી હતી. તમામ લોકો YouTube વિડીયો જોઇને બૉમ્બ બનાવવાનું શીખ્યા હતા. આ ઉપરાંત ઝડપાયેલા આરોપીઓના મોબાઈલમાંથી કેટલાક પાકિસ્તાની નંબર પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

    આરોપીના ફોનમાં રહસ્યમય ફોટો

    અહીં નોંધનીય છે કે બૉમ્બ બનાવનાર મુખ્ય આરોપી જાવેદ ભૂતકાળમાં અનેક વખત કાશ્મીર જઈ ચૂક્યો છે. આટલું જ નહીં તેના સહયોગી મોહમ્મદ શમીના ફોનમાંથી પોલીસને એક દાઝી ગયેલા યુવકનો ફોટો પણ મળી આવ્યો છે. પોલીસ અનુમાન લગાવી રહી છે કે આ યુવક વિસ્ફોટક સામગ્રીના કારણે દાઝી ગયો હતો. બૉમ્બ બનાવતી વખતે કે પછી તેના ટ્રાયલ વખતે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાઈ રહ્યું છે.

    - Advertisement -

    આ ઘટના બાદ તમામ સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે, હાલ ATS, IB, CID સહિતની એજન્સીઓ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. સાથે જ અનેક સ્થળોએ દરોડા પાડીને ગુનામાં સામેલ અન્ય લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે, તો બીજી તરફ મોહમ્મદ જાવેદની પૂછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હાલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. જ્યારે પોલીસના હાથમાંથી ભાગી છૂટેલા તેના ભાઈ જેકી વિરુદ્ધ FIR દાખલ કરીને તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

    આ ઉપરાંત મીડિયા અહેવાલોમાં જણાવ્યું છે કે જેકી ચરસ અને દારૂનો ધંધો પણ કરતો હતો. પોલીસથી ભાગતી વખતે જેકીનો પગ ભાંગી ગયો હતો અને કોઈ ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ સિવાય આરોપીઓના કાશ્મીર અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા બાદ હવે સુરક્ષા એજન્સીઓ તેમના બેંક અકાઉન્ટ અને ટ્રાવેલિંગ હિસ્ટ્રી તપાસી રહી છે. અને બૉમ્બ બનાવવા પાછળના તેમનો શું ઈરાદો હતો તે પણ તપાસવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં