Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકમાં ખીલશે કમળ, ડબલ ડિજિટમાં સમેટાઈ જશે કોંગ્રેસ, ‘બજરંગ દળ’ ઇફેક્ટ ભાજપને...

    કર્ણાટકમાં ખીલશે કમળ, ડબલ ડિજિટમાં સમેટાઈ જશે કોંગ્રેસ, ‘બજરંગ દળ’ ઇફેક્ટ ભાજપને સાથ આપશે: શું કહે છે ‘જન કી બાત’ ઓપિનિયન પોલના આંકડા, જાણીએ

    કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ હવે નજીક છે અને જન કી બાતના તાજા ઓપીનીયન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે.

    - Advertisement -

    કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે અને પરિણામ 13 મેના જાહેર થશે. તે પહેલા ઓપિનિયન પોલના આધારે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કઈ પાર્ટી સરકાર બનાવશે. તાજેતરમાં પ્રદીપ ભંડારીના ‘જન કી બાત’ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જે મુજબ, કર્ણાટકમાં આ વખતે પણ ભાજપને કોંગ્રેસ અને જેડીએસ કરતાં વધુ વોટ મળવાની શક્યતા છે. જન કી બાત કર્ણાટક ઓપિનિયન પોલ દ્વારા 1 મે સુધીના ડેટાના આધારે કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.

    પોલના આ ડેટા મુજબ, ભાજપને 100-114 સુધી સીટો મળી શકે છે, તો કોંગ્રેસને 86-98, જેડીએસને 20-26 સીટો મળી શકે છે. ભાજપને ‘મોદી ફેક્ટર’નો ફાયદો થશે, તો કોંગ્રેસ અને જેડીએસને મુસ્લિમ વોટર્સનો સપોર્ટ મળી શકે છે. જન કી બાતના કર્ણાટક ઓપિનિયન પોલ અનુસાર, 70% લિંગાયત અને 70% મરાઠા ભાજપનો સાથ આપશે. તો 86% મુસ્લિમ અને 83% કુર્બા સમુદાયના લોકો કોંગ્રેસ સાથે રહેશે. વિસ્તાર મુજબ વાત કરીએ તો, ભાજપ કર્ણાટક, કિત્તૂરમાં લીડ કરશે અને કલ્યાણ સહિત બેંગલુરુના વિસ્તારોમાં કોંગ્રેસ તેને ટક્કર આપશે.

    વીઆઈપી સીટની વાત કરીએ તો પોલ કહે છે કે શિગાંવથી બસવરાજ બોમ્મઈ લીડ કરશે, કનકપુરથી ડીકે શિવકુમાર, ચિકમંગલૂરથી સીટી રવિ, હુબલી ધરવાડથી જગદીશ શેટર અને શિકારી પુરાથી બીવાય વિજેન્દ્ર આગળ રહેશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, ‘જન કી બાત’નો ઓપિનિયન પોલ એશિયાનેટ સુવર્ણા ન્યુઝ પર આવ્યો છે. આ પહેલા ઘણી ચેનલોના ઓપિનિયન પોલ જાહેર થઈ ચૂક્યા છે. 30 એપ્રિલે જારી કરવામાં આવેલા ABPના સી વોટર સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 224 વિધાનસભાવાળી સીટો પર આ વખતે ભાજપને બહુમતી મળવી મુશ્કેલ છે અને પાર્ટીએ 74-86 સીટોથી સંતોષ માનવો પડશે. તો કોંગ્રેસને 107થી 119 જેટલી સીટો મળી શકે છે. જેડીએસના ભાગે 23થી 35 સીટો આવી શકે છે. આ જ રીતે, ઇન્ડિયા ટુડેના સી વોટર સર્વેમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ વખતે કર્ણાટકમાં કોંગ્રેસ બાજી મારી શકે છે.

    1 મેએ જાહેર થયેલા ઝી ન્યુઝના મેટરીઝ ઓપિનિયન પોલ મુજબ, ભાજપ આ વખતે કર્ણાટકમાં 103થી 115 સીટો પર જીત મેળવશે અને અન્ય પાર્ટી કરતાં આગળ રહેશે. આ પોલ અનુસાર કોંગ્રેસને 79થી 91 સીટો મળી શકે છે અને જેડીએસને 26થી 36 સીટો મળશે. વોટ શેરની વાત કરીએ તો ભાજપ 42% અને કોંગ્રેસ 40 ટકા વોટ શેર નોંધાવી શકે છે.

    ઉલ્લેખનીય છે કે, આ આંકડા કર્ણાટકમાં બજરંગ દળ ચર્ચાનો મુદ્દો બન્યો એ પહેલાના છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન પીએફઆઈ સાથે કરી હતી. જેને લઈને આખા દેશમાં બજરંગ દળના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના આ બેફામ નિવેદનનો ફાયદો ભાજપને થવાની શક્યતા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં