Thursday, November 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇસ્લામિક આતંકવાદીઓએ 24 કાશ્મીરી હિંદુઓની કરી હતી હત્યા, હવે એક દાયકા બાદ...

    ઇસ્લામિક આતંકવાદીઓએ 24 કાશ્મીરી હિંદુઓની કરી હતી હત્યા, હવે એક દાયકા બાદ ફરી ખુલશે કેસ: કાશ્મીર હાઈકોર્ટનો આદેશ

    નદીમર્ગમાં 2 બાળકો સહિત 24 કાશ્મીરી હિંદુઓની હત્યા કરી નાંખવામાં આવી હતી, જે કેસ એક દાયકા બાદ ફરી ખુલવા જઈ રહ્યો છે.

    - Advertisement -

    કાશ્મીરના નદીમર્ગમાં ઇસ્લામિક આતંકવાદીઓએ કરેલી 24 કાશ્મીરી હિંદુઓની હત્યા મામલેનો કેસ ફરીથી ખોલવાનો જમ્મુ-કાશ્મીર અને લદાખ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. નદીમર્ગ નરસંહાર કેસ મામલે એક દાયકા જૂનો આદેશ પરત ખેંચી લેવાની એક અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.

    રાજ્ય સરકારે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ સમક્ષ 2011ના એક આદેશને પરત ખેંચવાની માંગ કરતી અરજી કરી હતી. સરકારે નીચલી કોર્ટના આદેશને પડકારતી અપરાધિક પુનઃનિરીક્ષણ અરજીને ફગાવતા આદેશને પરત ખેંચવાની માંગ કરી હતી, જેમાં પ્રોસિક્યુશનને સાક્ષીઓ અને સામગ્રીઓની તપાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. 

    સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, મામલાની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા નીચલી કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને જણાવવામાં આવ્યું હતું કે, સાક્ષીઓ કાશ્મીરમાંથી બહાર ચાલ્યા ગયા હતા અને ખીણમાં જોખમ જોતાં શોપિયાંમાં કોર્ટ સમક્ષ રજૂ થવા માટે તૈયાર ન હતા. જે બાદ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ આદેશ સામે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી પણ અરજી ફગાવી દેવાઈ હતી. 

    - Advertisement -

    જોકે, હવે હાઇકોર્ટે ફરીથી કેસ ખોલતાં ન્યાયની આશા જાગી છે. આ મામલાની વધુ સુનાવણી આગામી 15 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. 

    નદીમર્ગ નરસંહાર બાદ ઝૈનાપોરામાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આરોપીઓ સામેઆઇપીસી ની કલમ 302, 450, 395, 307, 120-B, 326, 427 અને આર્મ્સ એક્ટ 7/27  અને કલમ 30 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતની તપાસ બાદ સાત આરોપીઓ સામે કેસ દાખલ થયો હતો, જે પછીથી શોપિયાંની મુખ્ય સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.

    નદીમર્ગ એક ગામનું નામ છે, જે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સ્થિત છે. 1990ના દાયકામાં થયેલા કાશ્મીરી હિંદુઓના નરસંહાર બાદ ખીણમાંથી મોટાભાગના હિંદુ પરિવારો ચાલ્યા ગયા હતા પરંતુ નદીમર્ગના લગભગ 50 હિંદુઓએ ઘર છોડવાનો ઇનકાર કરી દીધો હતો. 

    23 માર્ચ 2003ના દિવસે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ ભારતીય સેનાનો યુનિફોર્મ પહેરીને નદીમર્ગ ગામમાં ઘૂસી ગયા હતા અને તેમણે 11 પુરુષો, 11 મહિલાઓ અને 2 બાળકોને ઘરની બહાર કાઢીને લાઈનમાં ઉભા રાખીને ગોળી મારીને તેમની હત્યા કરી નાંખી હતી. જે બાદ બાકીના કાશ્મીરી હિંદુઓ પણ પલાયન કરી ગયા હતા. 

    આ નરસંહારનો માસ્ટરમાઈન્ડ જિયા મુસ્તફા નામનો આતંકવાદી હતો, જેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પૂછપરછમાં તેણે પાકિસ્તાનના ઈશારે આમ કર્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે, ઓક્ટોબર 2021માં સેનાએએ એક ઓપરેશનમાં મુસ્તફાને ઠાર કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં