Monday, October 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેસરિયા સાફા અને તલવારો સાથે આવ્યા લોકો, જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર અધિકારીક રીતે ઉજવાઈ...

    કેસરિયા સાફા અને તલવારો સાથે આવ્યા લોકો, જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર અધિકારીક રીતે ઉજવાઈ મહારાજા હરિસિંહની જન્મજયંતી: રજા પણ જાહેર કરાઈ

    મહારાજા હરિસિંહના નિધન બાદથી જ તેમના જન્મદિવસે રજા જાહેર કરવાની માંગ ઉઠતી રહી હતી, આખરે સરકારે પૂર્ણ કરી.

    - Advertisement -

    જમ્મુ અને કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવી દીધા બાદ અનેક સકારાત્મક ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં પહેલી વખત અધિકારીક રીતે મહારાજા હરિસિંહની જન્મજયંતી ઉજવવામાં આવી હતી. ઉપરાંત, તેમના જન્મદિવસે રજાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

    જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહનો જન્મ 23 સપ્ટેમ્બર 1885ના રોજ થયો હતો. ગત 23 તારીખે તેમની 127મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના લોકોએ તેમના જન્મદિવસે ધૂમધામથી ઉજવણી કરી હતી અને અનેક શહેરોમાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. 

    આ કાર્યક્રમોમાં લોકો કેસરિયા સાફ, તલવારો સાથે આવ્યા હતા અને ઉમંગ-ઉલ્લાસ સાથે તેમના મહારાજા હરિસિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. જમ્મુના ડોગરા ચોક અને તવી બ્રિજ વિસ્તારોમાં અલગ-અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમોમાં ‘મહારાજા હરિસિંહ અમર રહે’ના નારા પણ લાગ્યા હતા. 

    - Advertisement -

    દાદા મહારાજા હરિસિંહ અને તેમના શાસનને યાદ કરતાં તેમના પૌત્ર વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે, મહારાજાએ જનતા માટે શું-શું કર્યું હતું એ ક્યારેય ભૂલી શકાશે નહીં. તેઓ પાકિસ્તાનના દબાણ આગળ પણ ઝુક્યા ન હતા. તેમણે ભારત સાથે પોતાનું રજવાડું વિલીન કરી દીધું હતું. વિક્ર્માદિત્ય સિંહે ઉમેર્યું હતું કે, મહારાજા હરિસિંહે સમાજ સુધારા માટે અનેક કામો કર્યાં હતાં અને દલિત સમાજના ઉત્થાન માટે પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. 

    મહારાજા હરિસિંહની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવતાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે, તેઓ એક સમાજ સુધારક અને ઉચ્ચ આદર્શો ધરાવતા વ્યક્તિ હતા. ઉપરાંત, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે ટ્વિટ કરીને મહારાજા હરિસિંહને શ્રદ્ધાંજલિ પાઠવીને તેમને સાચા દેશભક્ત અને દૂરદર્શી શાસક ગણાવ્યા હતા. 

    આ ઉપરાંત, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મહારાજા હરિસિંહના જન્મદિવસ પર રજાની પણ જાહેરાત કરી હતી. 

    મહારાજા હરિસિંહ જમ્મુ-કાશ્મીરના અંતિમ હિંદુ શાસક હતા. 1923માં તેમના કાકાના નિધન બાદ તેઓ ગાદી પર બેઠા હતા. ત્યારથી 1952 સુધી તેઓ રાજ્યના શાસક રહ્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્ય ભારતમાં વિલીન કરી દીધું હતું. 1961માં 66 વર્ષની વયે મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

    મહારાજા હરિસિંહના નિધન બાદથી જ જમ્મુ-કાશ્મીરમાં તેમની જન્મજયંતી પર રજા જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવતી રહી હતી. જોકે, લોકોની માગ પૂરી થઇ ન હતી. તાજેતરમાં જ ભાજપ નેતાઓ અને અનેક સંગઠનોએ ઉપરાજ્યપાલ સમક્ષ રજા જાહેર કરવાની માંગ કરી હતી, ત્યારબાદ કેન્દ્ર સરકારે એક આદેશ જારી કરીને મહારાજા હરિસિંહની જન્મજયંતિ એટલે કે 23 સપ્ટેમ્બરના દિવસે પ્રદેશમાં રજા જાહેર કરવાની અધિકારીક ઘોષણા કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં