Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશજમ્મુ-કાશ્મીર: બ્લેક બોર્ડ પર 'જય શ્રીરામ' લખવા બદલ વિદ્યાર્થીને પ્રિન્સિપાલ મોહમ્મદ હાફિઝ...

    જમ્મુ-કાશ્મીર: બ્લેક બોર્ડ પર ‘જય શ્રીરામ’ લખવા બદલ વિદ્યાર્થીને પ્રિન્સિપાલ મોહમ્મદ હાફિઝ અને શિક્ષક ફારૂકે માર માર્યો, પીડિતને દવાખાને દાખલ કરવો પડ્યો; એકની ધરપકડ

    દવાખાનામાં સારવાર લઇ રહેલા વિદ્યાર્થીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દસમાં ધોરણમાં ભણતો સગીર વયનો વિદ્યાર્થી ઘટના વિશે જણાવતો નજરે પડે છે. તે કહી રહ્યો છે લે બ્લેક બોર્ડ પર જય શ્રીરામ લખવા બદલ તેના શિક્ષક ફારુક અને સ્કુલના પ્રિન્સિપાલ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં એક શાળામાં બ્લેક બોર્ડ પર જય શ્રીરામ લખવા બદલ પ્રિન્સિપાલ મોહમ્મદ હાફિઝ અને શિક્ષક ફારૂકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાની છે. માત્ર બોર્ડ પર ભગવાન રામનું નામ લખવા બદલ વિદ્યાર્થીને તે હદે માર મારવામાં આવ્યો કે તેને દવાખાનામાં દાખલ કરવો પડ્યો હતો. આ આખી ઘટના ગત શુક્રવાર (25 ઓગસ્ટ, 2023)ના રોજ બની હતી.

    આ દરમિયાન દવાખાનામાં સારવાર લઇ રહેલા વિદ્યાર્થીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દસમાં ધોરણમાં ભણતો સગીર વયનો વિદ્યાર્થી ઘટના વિશે જણાવતો નજરે પડે છે. તે કહી રહ્યો છે લે બ્લેક બોર્ડ પર જય શ્રીરામ લખવા બદલ તેના શિક્ષક ફારુક અને સ્કુલના પ્રિન્સિપાલ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીને તે હદે માર મરવામાં આવ્યો હતો કે તેને સારવાર લેવા માટે દવાખાનામાં દાખલ કરવો પડ્યો હતો.

    આ સમગ્ર ઘટના મામલે ઑપઇન્ડિયા સાથે વાત કરતા કઠુઆ પોલીસે જણાવ્યું હતું કે ઘટના શુક્રવાર એટલે કે ગત 25 ઓગસ્ટની છે. સાથે જ પોલીસે તે વાતની પણ પુષ્ટિ કરી છે કે બ્લેક બોર્ડ પર ‘જય શ્રીરામ’ લખવા બદલ જ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં બે આરોપીઓ વિરુદ્ધ ધારા 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 342 (ખોટી રીતે ગોંધી રાખવું) 504 (જાણીજોઈને અપમાન કરવું) અને 506 (ગુનાહિત ધમકી) તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 (બાળક સાથે ક્રુરતા) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓની ઓળખ સ્કુલના પ્રિન્સીપાલ મોહમ્મદ હાફિઝ અને લેકચરર ફારુક અહેમદ તરીકે થઇ છે.

    - Advertisement -

    પોલીસે ત્વરિત કાર્યવાહીનું આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે બંને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ મામલે એક પોલીસ અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “FIRમાં લેકચરર ફારુકનો ઉલ્લેખ આરોપી તરીકે કરવામાં આવ્યો છે, જેણે ક્લાસના બ્લેક બોર્ડ પર જય શ્રીરામ લખવા બદલ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. FIRમાં પ્રિન્સિપાલ મોહમ્મદ હાફિઝનું પણ નામ છે અને વહેલામાં વહેલી તકે બંનેની ધરપકડ કરી લેવામાં આવશે.” તાજા અહેવાલો અનુસાર, શિક્ષક ફારૂક અહમદની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે પ્રિન્સિપાલ હજુ પણ ફરાર છે.

    ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં બોર્ડ પર જય શ્રીરામ લખવા બદલ પ્રિન્સીપાલ મોહમ્મદ હાફિઝ અને શિક્ષક ફારૂકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટનાની તપાસ કરવા રાજ્ય સરકારે 3 ઉચ્ચ અધિકારીઓની સમિતિનું ગઠન કર્યું છે. આ તપાસ સમિતિનું નેતૃત્વ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ (એસડીએમ) દ્વારા કરવામાં આવશે. જ્યારે સમિતિના અન્ય 2 સભ્યો કઠુઆ ક્ષેત્રના ડેપ્યુટી ચીફ એજ્યુકેશન ઓફિસર અને અન્ય એક સરકારી શાળાના પ્રિન્સિપાલનો સમાવેશ થાય છે.

    આ સમિતિને ઘટનાની તલસ્પર્શી અને વિગતે તપાસ કરીને તેનો રિપોર્ટ 2 દિવસમાં જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ સામે આવ્યા બાદ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં