Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પુરે કે પુરે ઇસ્લામ મેં આ જાઓ..’: અમદાવાદમાં જમાત-એ-ઇસ્લામી હિંદ દ્વારા મુસ્લિમોને...

  ‘પુરે કે પુરે ઇસ્લામ મેં આ જાઓ..’: અમદાવાદમાં જમાત-એ-ઇસ્લામી હિંદ દ્વારા મુસ્લિમોને ‘પૂર્ણ મુસ્લિમ’ બનાવવા માટે કાર્યક્રમ યોજાયો

  આ જ કોન્ફરન્સના આયોજન પહેલાં શહેરમાં વિવિધ ઠેકાણે બેનરો લગાવવામાં આવ્યાં હતાં, જેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ હતી.

  - Advertisement -

  ઇસ્લામી સંગઠન જમાત-એ-ઇસ્લામી હિંદ દ્વારા રવિવારે (19 માર્ચ, 2023) અમદાવાદમાં એક કોન્ફરન્સ આયોજન યોજાઈ હતી. શહેરના જુહાપુરા વિસ્તારના ગાંધી હોલમાં આયોજિત આ ‘અહમદાબાદ સીટી કોન્ફરન્સ’માં અનેક ઇસ્લામી સ્કોલર્સ આવ્યા હતા. 

  આ જ કોન્ફરન્સના આયોજન પહેલાં શહેરમાં વિવિધ ઠેકાણે બેનરો લગાવવામાં આવ્યાં હતાં, જેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ હતી. આ બેનરમાં કાર્યક્રમની વિગતો ઉપરાંત મોટા અક્ષરે ‘પુરે કે પુરે ઇસ્લામ મેં આ જાઓ’ લખવામાં આવ્યું હતું. આ સાથે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કાર્યક્રમમાં દેશના પ્રખ્યાત ઉલેમાઓ અને ઇસ્લામી સ્કોલર્સ ભાગ લેશે. 

  જમાત-એ-ઇસ્લામી હિંદ દ્વારા યોજાયેલ આ કોન્ફરન્સ યોજનાર આયોજકોનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમ જે મુસ્લિમો ઇસ્લામથી દૂર જવા માંડ્યા છે અને જેઓ મઝહબ અનુસરે છે પરંતુ અધૂરી બાબતોને અનુસરે છે તેમને જાગૃત કરીને પૂર્ણતઃ ઇસ્લામના અનુયાયી બનવા માટે પ્રેરિત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. 

  - Advertisement -

  આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જમાતે-ઇસ્લામી-હિંદની ફેસબુક ચેનલ ઉપર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અનેક ઇસ્લામી સ્કોલર્સે ભાષણ કર્યું હતું અને મુસ્લિમોને ઇસ્લામ તરફ સંપૂર્ણ રીતે વળવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મહિલાઓ અને યુવાનો વિશે પણ વાત કરવામાં આવી. 

  કાર્યક્રમમાં એક ઇસ્લામી સ્કોલરે કહ્યું કે, પુરુષો અને સ્ત્રીઓ મામલે ઇસ્લામમાં કોઈ ફેર નથી અને કોઈ પણ બાબતનો આદેશ કરવામાં આવ્યો હોય તે સ્ત્રી-પુરુષ બંનેને લાગુ પડે છે અને આશા રાખે છે જેનો આદેશ આપવામાં આવ્યો હોય તેની ઉપર અમલ કરવા તેઓ તૈયાર રહે. તેમણે આગળ કહ્યું કે, “જે મોમીન છે અને જેઓ મોમીન નથી, ઇસ્લામને અનુસરતા નથી, તેમની વચ્ચે શું ફેર છે? તેમની વચ્ચે ભાષાનો ફેર નથી, કપડાંનો ફેર નથી કે નામનો ફેર નથી કે ખાવા-પીવાની ચીજવસ્તુઓનો ફેર નથી. આ બધા ફેર હોય તો પણ તેનું કોઈ મહત્વ નથી. અસલ ફર્ક એ છે કે કોણ ઇસ્લામને માને છે અને કોણ ઇસ્લામને માનનાર નથી.” 

  તેમણે ઉમેર્યું કે, દીન માત્ર એ નથી ઈચ્છતો કે આપણે માત્ર (મુસ્લિમો) નમાજ પઢીએ, રોજા રાખીએ, હજ કરીએ અને જકાત કરીએ અને આપણે પાક્કા મુસલમાન થઇ ગયા અને જીવનના બીજા મામલામાં આપણી મરજી પ્રમાણે ચાલીએ. દરેક મામલામાં જીવન અલ્લાહની મરજી પ્રમાણે ચાલે એ જ ઇસ્લામ છે. 

  અન્ય એક સ્કોલરે કહ્યું કે, આપણી જિંદગી અલ્લાહની અમાનત છે અને તેને અલ્લાહના રસ્તે વાપરવાની છે અને આ જ વાત બાળકોને પણ શીખવવી જોઈએ તેમજ તેમને નમાજ વગેરે બાબતોનું મહત્વ સમજાવવું જોઈએ, જેથી તેઓ અલ્લાહના દીનના સિપાઈ બની શકે. 

  એક વ્યક્તિએ જણાવ્યું કે, મુસ્લિમ નવયુવાનો મકસદથી ભટકી ગયા છે અને તેમને એ ખબર નથી કે જીવનનો મૂળ હેતુ શું છે. તેમને ફરીથી ઇસ્લામના માર્ગે લાવવા જોઈએ. એક મહિલાએ ઉદાહરણો આપતાં કહ્યું કે, મહિલાઓ ઘરમાં બાળકોની દેખરેખ રાખે છે, સમાજ-સમુદાયમાં રહે છે અને મેદાન-એ-જેહાદમાં જરૂર પડે ત્યારે તે મલમપટ્ટી લગાવવા માટે પણ જાય છે અને તલવાર ઉઠાવવાની જરૂર પડે તો તે પણ ઉઠાવે છે. તેમણે હિજાબ પર પણ ભાર આપ્યો હતો અને હિજાબ પહેરીને ચળવળ ચલાવતી છોકરીઓની પ્રશંસા કરી હતી. 

  ધર્માંતરણના પ્રચાર અને બિનમુસ્લિમોને આકર્ષવા માટે કાર્યક્રમો યોજવામાં સંગઠન સામેલ

  માર્ચ, 2023માં સામે આવ્યું હતું કે જમાત-એ-ઇસ્લામી હિંદ દ્વારા ‘મસ્જિદ દર્શન’ નામથી મૌલાનાઓ સાથે મુલાકાત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઓક્ટોબર 2022માં આ જ સંગઠને એક કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ વિશ્વ હિંદુ પરિષદના વિરોધ બાદ તેને રદ કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બિન-મુસ્લિમ મહિલાઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ વિહિપે વિરોધ કરતાં તેલંગાણા પોલીસે આયોજનની પરવાનગી આપી ન હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં