Wednesday, April 24, 2024
More
  હોમપેજક્રાઈમજમાલપુરમાં આયેશાબાનુ, ઝોયા દે, ફૈઝલ શેખ સહિતના કિન્નરોએ કર્યો સ્થાનિકો પર હુમલો,...

  જમાલપુરમાં આયેશાબાનુ, ઝોયા દે, ફૈઝલ શેખ સહિતના કિન્નરોએ કર્યો સ્થાનિકો પર હુમલો, પથ્થરમારા બાદ મકાન-વાહનોમાં આગ ચંપાઈ: 15ની ધરપકડ, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

  સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી કિન્નરો ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે અને અસમાજિક પ્રવુતિ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા છે. અવારનવાર વિસ્તારમાં હથિયારો સાથે આવી સ્થાનિકો સાથે ઝઘડો કરતા હોવાનું સામે આવ્યું છે.

  - Advertisement -

  શનિવાર, 24 જૂનની રાતે જમાલપુર ખાતે અચાનક કિન્નરો અને સ્થાનિકોના 2 ટોળા વચ્ચે ધમાલ થઇ હતી. જેમાં પથ્થરમારો પણ થયો હતો અને એક મકાન સહીત અમુક વાહનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. મામલો કિન્નર આયેશાબાનુ ઉર્ફે સલ્લુ દે અને સ્થાનિક રહેવાસી કનુભાઈ ઓડની લડાઈમાંથી બિચક્યો હતો. આ મામલે રવિવારે 12 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે તથા ફરજમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

  અહેવાલો અનુસાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગધાભાઇની ચાલીમાં ગઈકાલની રાત્રે કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતી. બે જૂથ લાકડી, દંડા અને તલવારો વડે એકબીજા પર તૂટી પડ્યાં હતાં. આ સાથે જ ઘર અને વાહનો પણ સળગાવવામાં આવ્યાં હતાં. બન્ને જૂથો આમને-સામને આવી જતા ભારે તંગદિલી સર્જાઈ હતી.

  કાગડાપીઠ પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષે સામસામે 150થી વધુ લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધી કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. અગાઉના ઝઘડાની અદાવત રાખી અને રાત્રે બંને જૂથ સામસામે આવી જતા મારામારી થઈ હતી. આ જૂથ અથડામણ મામલે 15થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

  - Advertisement -

  શું હતો આખો મામલો?

  અહેવાલો મુજબ જમાલપુર પાસે ગધાભાઈની ચાલીમાં ઘણા સમયથી કિન્નરોનું જૂથ અને સ્થાનિક અલગ અલગ કોમના લોકો વસવાટ કરે છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. શનિવારે કનુભાઈ ઓડ નામના સ્થાનિક વ્યક્તિને પત્ની સાથે ઝઘડો થતો હતો. તે ગાળા-ગાળી કરતો હોય ત્યાં નજીકમાં ઉભેલા કિન્નર આયેશાબાનુ ઉર્ફે સલ્લુ દેને કનુભાઈ ઓડ પોતાને ગાળો આપતા હોય એવું લાગતા તેણે પોતાના અન્ય સાથી કિન્નરોને બોલાવીને કનુ ઓડ ઉપર હુમલો કર્યો હતો.

  જમાલપુર ખાતે કિન્નરો અને સ્થાનિકોમાં બબાલ
  એક મકાન અને વાહનને આગ લગાવાઈ (ફોટો: નવગુજરાત સમય)

  આ હુમલાથી ઉશ્કેરાઈને સ્થાનિક લોકોનું ટોળું રાત્રે 10 વાગ્યાની આસપાસ હાથમાં ડંડા, લાકડી અને તલવાર લઈ કિન્નર આયેશાબાનુ બાનુ ઉર્ફે સલ્લુ દેના ઘરની પાસે પહોંચ્યું હતું. જ્યાં હાજર અન્ય કિન્નરોની સાથે સ્થાનિક લોકોએ હાથમાં લાકડી અને ડંડા, તલવાર લઇ અને મારામારી કરી હતી. ત્યારબાદ કિન્નરોનું જૂથ પણ ભેગું થઈ ગયું હતું અને તેઓ પણ લાકડી અને ડંડા લઈ પહોંચ્યું હતું. જે બાદ બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક મકાન અને વાહનને આગને હવાલે કરાયું હતું.

  કિન્નરો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાનો અને રોફ જમાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

  સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી કિન્નરો ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે અને અસમાજિક પ્રવુતિ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા છે. અવારનવાર વિસ્તારમાં હથિયારો સાથે આવી સ્થાનિકો સાથે ઝઘડો કરતા હોવાનું સામે આવ્યું છે.

  જમાલપુર ખાતે કિન્નરો અને સ્થાનિકોમાં બબાલ
  હથિયારો સાથે તોફાનીઓએ વિસ્તારને બાનમાં લીધો હતો (ફોટો: ભાસ્કર)

  આ અગાઉ પણ વિસ્તારમાં સ્થાનિકો સાથે મારામારી કરી રોફ જમાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ કિન્નરોના ત્રાસના કારણે લોકોને ઘર છોડીને હિજરત કરવાની ફરજ પડી છે. આ અંગે કે ડિવિઝનના ACP મિલાપ પટેલે જણાવ્યું હતું કે “છેલ્લા ત્રણ ચાર દિવસથી સ્થાનિક લોકો અને સ્થાનિક કિન્નરો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. શનિવારે બે ઘટનાઓ બની છે, જેમાં કનુભાઈ ઓડ નામના સ્થાનિક વ્યક્તિ પર કિન્નરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.”

  15થી વધુની થઇ છે ધરપકડ

  આ અંગે કાગડાપીઠ પોલીસે સામ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ કિન્નર સલ્લુ આયેશાબાનુ દે, અવેજ શેખ, જોયા દે ઉર્ફે બોબડી, ફૈઝલ શેખ, સુલેમાન ઉર્ફે ગાંડો, નરેશ ચૌહાણ, લક્ષ્મી, શીતલ ફૈઝલ તેમજ સામે પક્ષે કિરણ વાઘેલા, ગંગાભાઈ વાઘેલા, પીન્ટુ ઉર્ફે જાડિયો ચૌહાણ, આદિત દંતાણી, આકાશ ઓડ, જયેશ ઓડ, રોહિત દંતાણી, હિતેશ ઓડ, સાગર ઓડ, હિતેશ ઓડ, તેમજ 100 થી 150 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે અને ગુનામાં સામેલ 15 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.

  3 પોલીસકર્મીઓને કરાયા છે સસ્પેન્ડ

  ઝોન-6 DCP અશોક મુનિયાએ 3 પોલીસકર્મીઓને પણ ફરજમાં બેરકદારી બદલ સસ્પેન્ડ કર્યા છે. જેમાં હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ, કોન્સ્ટેબલ દિનેશભાઈ અને PSO જગાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

  સવારનો ઝઘડો ચાલી રહ્યો હતો છતાં પોલીસકર્મીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ ન કરી તથા કોઈ કાર્યવાહી ન કરી, જે કારણથી રાતે ઉગ્ર ઝગડો થતા આગ લાગગવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં