Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચોરી થઇ ગયા જજના પુત્રના જૂતા, હવે શોધી રહી છે રાજસ્થાન પોલીસ:...

    ચોરી થઇ ગયા જજના પુત્રના જૂતા, હવે શોધી રહી છે રાજસ્થાન પોલીસ: નોંધાઈ FIR, ચકાસવામાં આવી રહ્યા છે CCTV ફૂટેજ

    ફરિયાદ મળતાં જ પોલીસે કેસ દાખલ કરી દીધો અને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. હાલ પોલીસ આ ‘બુટ ચોરો’ને શોધવા માટે આસપાસના CCTV ફૂટેજ ચેક કરી રહી છે.

    - Advertisement -

    રાજસ્થાનના જયપુરમાં એક જજના પુત્રના બુટ ચોરી થઇ ગયા. પછી આ મામલે FIR દાખલ કરાવવામાં આવી. હવે પોલીસ ચોરોની તપાસ કરી રહી છે. આ માટે CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તો એક હેડ કોન્સ્ટેબલને કેસના તપાસ અધિકારી નીમવામાં આવ્યા છે. 

    ઘટના રવિવારે (20 ઓગસ્ટ, 2023) બની હતી. બન્યું એવું કે અલ્વર જિલ્લાની પોક્સો કોર્ટના એક જજ જગેન્દ્ર કુમાર અને તેમનો પરિવાર જયપુરના એક મંદિરમાં દર્શને ગયા હતા. અહીં તેમનો કોઈ પારિવારિક પ્રસંગ હતો. લગભગ 2 કલાક બાદ રાત્રે 10 વાગ્યે જજ અને તેમના પરિજનો બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે મંદિરના દાદર નીચે ઉતારેલા તેમના પુત્રના બુટ ગાયબ છે. 

    પત્ર મારફતે પોલીસને ફરિયાદ મોકલી, કેસ નોંધીને તપાસ શરૂ કરી 

    રાત્રે તો તેઓ મંદિરેથી ચાલ્યા ગયા પરંતુ પછીથી ન્યાયાધીશે પોલીસ મથકે ટપાલ મારફતે તેમની ફરિયાદ મોકલી હતી. શુક્રવારે (25 ઓગસ્ટ, 2023) જયપુર પોલીસને આ ફરિયાદ પત્ર મારફતે મળી હતી. ફરિયાદ મળતાં જ પોલીસે કેસ દાખલ કરી દીધો અને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. હાલ પોલીસ આ ‘બુટ ચોરો’ને શોધવા માટે આસપાસના CCTV ફૂટેજ ચેક કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો બુટની કિંમત 10 હજાર જેટલી હતી.

    - Advertisement -

    TOIના રિપોર્ટ અનુસાર, આ મામલે માનક ચોક પોલીસ મથકે IPC 379 (ચોરી) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. એમ પણ જણાવવામાં આવ્યું કે ફરિયાદમાં સાથે બુટનો ફોટો પણ મોકલવામાં આવ્યો છે.

    આ મામલે હેડ કોન્સ્ટેબલ મણિરામને તપાસ અધિકારી નીમવામાં આવ્યા છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ પગેરું મળ્યું હોય તેવું ધ્યાને આવ્યું નથી. જે પોલીસ મથકે આ મામલે કેસ નોંધાયો તેના અધિકારી ગુરુ ભુપેન્દ્ર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી. 

    યુપીમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઉત્તર પ્રદેશમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં ઓડિશાના ડિવિઝનલ રેલવે મેનેજરની પુત્રીના ખોવાયેલાં જૂતાં શોધી કાઢવામાં આવ્યાં હતાં. 4 જાન્યુઆરીના રોજ ટ્રેન યાત્રા કરતી વખતે DRMની પુત્રીના પગરખાં ખોવાઈ ગયાં હતાં. તે દિલ્હીથી લખનૌ જઈ રહી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસે તે શોધી કાઢ્યા હતા. 

    હાલના જયપુરવાળા કિસ્સાની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઇ રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં