Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજગદીપ ધનખર દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ

    જગદીપ ધનખર દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ

    દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનકરે આજે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

    - Advertisement -

    જગદીપ ધનખર દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા, પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખરને આજે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં જગદીપ ધનખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના તમામ મોટા નેતાઓની હાજરીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

    અહેવાલો મુજબ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. અગાઉ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે તેમના નિવાસસ્થાને વેંકૈયા નાયડુ અને તેમના અનુગામી ધનખરની યજમાની કરી હતી. એક નિવેદનમાં લોકસભા સચિવાલયે કહ્યું હતું કે નાયડુ અને બિરલાએ રાષ્ટ્રીય હિત અને સંસદીય બાબતોના મુદ્દાઓ પર નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે તેમના પરિપ્રેક્ષ્ય અને અનુભવો શેર કર્યા હતા. શપથ ગ્રહણ સમારોહ પહેલા જગદીપ ધનખરે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનો ટૂંકો પરિચય

    - Advertisement -

    મળતી માહિતી મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના કિથાણામાં થયો હતો. ધનખરનું પ્રારંભિક શિક્ષણ કિથાણા ગામની સરકારી માધ્યમિક શાળામાં થયું હતું. પાંચમા ધોરણ પછી ગાર્ધનાની સરકારી માધ્યમિક શાળામાં તેમને દાખલ કરવામાં આવ્યા. આ પછી તેમણે ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો. ઉપરાષ્ટ્રપતિ ધનખરે ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક પૂર્ણ કર્યું છે. આ પછી તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ ધનખરે રાજસ્થાન હાઈકોર્ટમાંથી વકીલાત શરૂ કરી હતી. તેઓ રાજસ્થાન બાર કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા.

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ અને એનડીએના ઉમેદવાર જગદીપ ધનખરે 74.36 ટકા મતો સાથે જીત નોંધાવી હતી. પાછલી 6 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખરે સૌથી વધુ મતોથી જીત મેળવી છે. જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 528 વોટ મળ્યા હતાં, જ્યારે તેમના હરીફ માર્ગારેટ આલ્વાને માત્ર 182 વોટથી સંતોષ માનવો પડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં