Tuesday, April 23, 2024
More
  હોમપેજદુનિયાપાર્ટનરથી અલગ થયાં ઈટલીનાં પીએમ જ્યોર્જિયા મેલોની, સોશિયલ મીડિયા પર કરી 10...

  પાર્ટનરથી અલગ થયાં ઈટલીનાં પીએમ જ્યોર્જિયા મેલોની, સોશિયલ મીડિયા પર કરી 10 વર્ષ જૂનો સંબંધ સમાપ્ત કરવાની જાહેરાત

  જ્યોર્જિયા મેલોનીએ પોતાના X (અગાઉનું ટ્વિટર) અકાઉન્ટ પર પોતાના અને એન્ડ્રિયા ઝિયામ્બ્રુનો સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોવાની ઘોષણા કરી, કહ્યું- અમારા રસ્તા અલગ થઈ ગયા છે અને આ સમય છે કે આ વાસ્તવિકતા સ્વીકારી લેવામાં આવે.

  - Advertisement -

  ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ પાર્ટનર એન્ડ્રિયા ઝિયામ્બ્રુનો સાથેના સંબંધો સમાપ્ત કરી નાખ્યા હોવાની ઘોષણા કરી છે. એન્ડ્રિયા ઝિયામ્બ્રુનો વ્યવસાયે પત્રકાર છે અને મહિલા વિરોધી ટીપ્પણીના કારણે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તેઓ ઈટલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોનીના પરિવાર દ્વારા સંચાલિત મીડિયા સમૂહની ચેનલમાં કામ કરે છે.

  થોડા સમય પહેલાં ઝિયામ્બ્રુનો એક મહિલા સહકર્મીને ‘તું મને પહેલાં કેમ ન મળી’ કહેતા સાંભળવા મળ્યા હતા. આટલું જ નહીં, તેમણે પોતાની એક મહિલા સહકર્મીને ‘સમુહમાં શારીરિક સંબંધ બાંધવા’ માટે પણ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તે લોકો આ ‘કામ’માં સામેલ થશે, તો જ તે તેમની સાથે કામ કરી શકશે. ઝિયામ્બ્રુનો ઈટલીના વરિષ્ઠ પત્રકાર છે અને મેલોની સાથે છેલ્લા 10 વર્ષથી સંબંધમાં હતા. બંનેની એક 7 વર્ષની બાળકી પણ છે, જેનું નામ ગિનેવરા છે. તેઓ એક મીડિયાસેટ ટીવી ચેનલ માટે કામ કરે છે. તેઓ ઓન એર અનેક વાર મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી ચૂક્યા છે.

  તાજેતરમાં જ્યોર્જિયા મેલોનીને પત્રકારોએ તેમના પાર્ટનરની હરકતોને લઈને સવાલ કર્યો હતો. જેના પર જ્યોર્જીયાએ કહ્યું હતું કે તેઓ પોતાના પાર્ટનરની ટીપ્પણીઓ માટે જવાબદાર નથી, એટલે આ વિષય પર તેમને કોઈ પ્રશ્ન ન પૂછવામાં આવે.

  - Advertisement -

  મહિલાઓ પર અભદ્ર ટીપ્પણી બની નોખા પડવાનું કારણ

  રોયટર્સના એક અહેવાલ મુજબ, MFE મીડિયા સમૂહના મીડિયા સેટ ચેનલ પર એન્ડ્રિયા ઝિયામ્બ્રુનો એક શો હોસ્ટ કરે છે. આ શોના હોસ્ટિંગ દરમિયાન જયારે બ્રેક પડ્યો ત્યારે તેમણે મહિલા સહકર્મીઓ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આટલું જ નહીં, તેમણે થોડા સમય અગાઉ કહ્યું હતું કે મહિલાઓ વધુ પડતો દારૂ ન પીને ‘ગેંગરેપ’થી બચી શકે છે.

  એન્ડ્રિયા ઝિયામ્બ્રુનોએ મહિલાઓ વિશે કહ્યું હતું કે, “જો તમે ડાન્સ કરવા જાઓ તો તમને નશામાં રહેવાનો પૂરો હક છે, પરંતુ નશામાં હોવા છતાં તમારે તમારી જાતને ભૂલવી ન જોઈએ, નહિતર વરુઓની ચુંગાલમાં ફસાવાનું જોખમ ઊભું થશે.” આવી જ રીતે અન્ય એક સહકર્મીને તેમણે કહ્યું હતું કે ‘તું મને પહેલાં કેમ ન મળી?’ જેનો સીધો અર્થ તેવો થાય કે ઝિયામ્બ્રુનો તેના તરફ આકર્ષિત હતા.

  મેલોનીએ X પર કરી સંબંધ તોડવાની ઘોષણા

  ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ પોતાના X (અગાઉનું ટ્વિટર) અકાઉન્ટ પર પોતાના અને એન્ડ્રિયા ઝિયામ્બ્રુનો સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોવાની ઘોષણા કરી હતી. મેલોનીએ પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ એન્ડ્રિયા ઝિયામ્બ્રુનો સાથે વિતાવેલા સારા સમય બદલ તેમના આભારી છે અને તેમણે તેમને જિંદગીની સહુથી મહત્વપૂર્ણ ચીજ આપી છે, જે તેમની દીકરી છે. જોકે મેલોનીએ તેનો પણ સ્વીકાર કર્યો હતો કે હવે 42 વર્ષીય એન્ડ્રિયા ઝિયામ્બ્રુનો સાથેના તેમના રસ્તા અલગ થઇ ગયા છે અને આ જ સમય છે કે તેનો સ્વીકાર કરી લેવામાં આવે. મેલોનીએ લખ્યું કે, તેઓ પોતાના સંબંધ, પોતાની મિત્રતા અને પોતાની દીકરીની રક્ષા કરશે.

  મેલોનીએ એવા લોકોને આ સંદેશ પાઠવ્યો જેઓ તેમના અંગત જીવનમાં દખલગીરી કરીને તેમને નબળા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ મજબૂત છે અને અને દરેક પરિસ્થિતિમાં ઢળી શકવા સક્ષમ છે અને આવા લોકોના હુમલાઓથી તેઓ ભાંગી નહીં પડે.

  જ્યોર્જિયા મેલોની અને તેમના પાર્ટનરની મુલાકાત વર્ષ 2014માં એક ટીવી શો દરમિયાન થઇ હતી. એન્ડ્રિયા ઝિયામ્બ્રુનો ત્યારે ચેનલના શો માટે સ્ક્રિપ્ટ લખવાનું કામ કરતા હતા, ત્યારબાદ બંને નજીક આવ્યા. ઉલ્લેખનીય છે કે બંનેએ લગ્ન નહોતા કર્યાં, પરંતુ સાથે રહેતા હતા. પણ હવે તે બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. 46 વર્ષીય જ્યોર્જિયા મેલોનીએ તાજેતરમાં જ સરકારમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં