Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પહેલાં ટીવી નેટવર્ક અને હવે સોશિયલ મીડિયા પર કબજો કરવા માંગે છે...

    ‘પહેલાં ટીવી નેટવર્ક અને હવે સોશિયલ મીડિયા પર કબજો કરવા માંગે છે સરકાર’: નવા આઇટી નિયમોને લઈને કપિલ સિબ્બલનો ભ્રામક દાવો, સરકારે કરી સ્પષ્ટતા

    ભારત સરકાર તરફથી PIBએ કપિલ સિબ્બલના દાવાને ભ્રામક ગણાવીને કહેવામાં આવ્યું કે, આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે શુક્રવારથી (28 ઓક્ટોબર 2022)નવા આઇટી નિયમો લાગુ કર્યા બાદ એક તરફ તેની ચર્ચા ચાલી રહી છે ત્યાં બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આ નિયમો વિશે ભ્રામક દાવો કર્યો હતો. જેને લઈને ભારત સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેમના દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે. 

    નવા આઇટી નિયમોને લઈને પૂર્વ આઇટી મંત્રી રહી ચૂકેલા કપિલ સિબ્બલે કહ્યું કે, “(આ નિયમો) સરકાર માટે સુરક્ષા પૂરી પાડશે, જ્યારે અન્યો માટે તે અસુરક્ષિત બની રહેશે. આ જ આ સરકારની નીતિ રહી છે. સામાન્ય લોકો માટે માત્ર સોશિયલ મીડિયા જ એક માધ્યમ બચ્યું હતું. પરંતુ હવે અપમાનજનક ટિપ્પણીને લઈને લોકો સામે કેસ ચલાવવામાં આવશે.” 

    તેમણે આગળ કહ્યું કે, “પહેલાં તેમણે (સરકારે) ટીવી નેટવર્ક્સ કબ્જે કરી લીધાં અને હવે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કબ્જો જમાવવા જઈ રહ્યા છે. આપણે એક કોડ ઓફ કંડક્ટ, એક રાજકીય પાર્ટી, એક સરકારી સિસ્ટમ તરફ જઈ રહ્યા છે. કોઈ પાસે જવાબદેહી નથી.”

    - Advertisement -

    જોકે, કપિલ સિબ્બલના આ દાવાને ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ નકારી કાઢ્યો છે. પીઆઈબીએ એક ટ્વિટ કરીને જણાવ્યું કે, આ દાવો ભ્રામક છે અને નવા આઇટી નિયમોમાં આવી કોઈ જોગવાઈઓ કરવામાં આવી નથી. 

    PIB ફેકટચેકના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું કે, પૂર્વ કેન્દ્રીય આઇટી મંત્રી કપિલ સિબ્બલે એક નિવેદનમાં દાવો કર્યો છે કે, નવા આઇટી નિયમોમાં સુધારો થયા બાદ અપમાનજનક ટિપ્પણી બદલ લોકો સામે કેસ ચલાવવામાં આવશે. પરંતુ આ દાવો ભ્રામક છે. સુધારો કરવામાં આવેલ નવા આઇટી નિયમોમાં આ પ્રકારના કેસ ચલાવવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. 

    શું છે નવા આઇટી નિયમો? 

    કેન્દ્ર સરકારે આઇટી નિયમોમાં સુધારો કર્યા બાદ હવે તમામ વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ફરજીયાત ભારતના નિયમોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત, યુઝર્સને ફરિયાદ માટે એક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. બીજી તરફ, પ્લેટફોર્મ્સ એલ્ગોરિધમની આડમાં મનમાની ચલાવી શકશે નહીં. આ નિયમો અનુસાર, આપત્તિજનક કન્ટેન્ટ હટાવવા મામલે કંપનીએ ફરિયાદ મળ્યાના 72 કલાકમાં કાર્યવાહી કરવી પડશે અને કોઈ અન્ય ફરિયાદ 15 દિવસમાં ઉકેલવી પડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં