Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણ'તાત્કાલિક જણાવો… સરકાર ક્યાં અને કેવી રીતે કરી શકે હુમલો': IT મંત્રાલયે...

    ‘તાત્કાલિક જણાવો… સરકાર ક્યાં અને કેવી રીતે કરી શકે હુમલો’: IT મંત્રાલયે એપલ પાસેથી માંગ્યા જવાબ, એલર્ટ મળ્યા બાદ વિપક્ષોએ ઉઠાવ્યા હતા પ્રશ્નો

    IT મંત્રાલયે એપલના પ્રતિનિધિઓને પૂછ્યું છે કે તેઓએ કેવી રીતે નક્કી કર્યું કે હુમલો 'સ્ટેટ સ્પોન્સર્ડ' હતો. મંત્રાલયે એપલને પણ પ્રશ્ન કર્યો છે કે તેણે કયા આધારે નિર્ણય લીધો કે ફોનને દૂરથી એક્સેસ કરવામાં આવશે અને સંવેદનશીલ ડેટા લીક કરવામાં આવશે.

    - Advertisement -

    ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) મંત્રાલયે તાજેતરમાં જ એપલ (Apple) પાસેથી રાજનેતાઓ અને અન્ય લોકોને મોકલવામાં આવેલા ‘સરકાર પ્રાયોજિત હેકર્સથી સાવધ રહો’ સંદેશ પર જવાબ માંગ્યો છે. IT મંત્રાલયે ગુરુવારે (2 નવેમ્બર 2023) એપલને નોટિસ મોકલીને આ દાવાના પુરાવા રજૂ કરવા કહ્યું હતું. મંત્રાલયે આ નોટિસ પર એપલ પાસેથી તાત્કાલિક જવાબ માંગ્યો છે.

    માહિતી અનુસાર, IT મંત્રાલયે એપલના પ્રતિનિધિઓને પૂછ્યું છે કે તેઓએ કેવી રીતે નક્કી કર્યું કે હુમલો ‘સ્ટેટ સ્પોન્સર્ડ’ હતો. મંત્રાલયે એપલને પણ પ્રશ્ન કર્યો છે કે તેણે કયા આધારે નિર્ણય લીધો કે ફોનને દૂરથી એક્સેસ કરવામાં આવશે અને સંવેદનશીલ ડેટા લીક કરવામાં આવશે.

    Apple દ્વારા આઇફોન પર મોકલવામાં આવી હતી ચેતવણી

    નોંધનીય છે કે મંગળવારે (31 ઓક્ટોબર 2023) એપલના આઇફોનનો ઉપયોગ કરતા ઘણા લોકોને કંપની તરફથી ચેતવણીની સૂચના મળી હતી. એપલ ડિવાઇસનો ઉપયોગ કરતા વિપક્ષી પાર્ટીઓના સાંસદો પણ આમાં સામેલ હતા. iMessage અને Apple Mail દ્વારા મોકલવામાં આવેલા આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા પ્રાયોજિત હેકર્સ તમારા iPhone પર હુમલો કરી શકે છે.

    - Advertisement -

    પછી શું થયું, વિપક્ષી પાર્ટીઓ આ માટે સરકારને જવાબદાર ઠેરવવા લાગ્યા. TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા, કેસી વેણુગોપાલ, શિવસેના (UBT) રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, AAP સાંસદ રાઘવ ચઢ્ઢા, AIMIM ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

    કેન્દ્ર સરકાર અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમના નિશાના હેઠળ આવ્યું હતું. કોંગ્રેસના નેતા પવન ખેડાએ તો એપલ મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો અને કહ્યું, “મોદી સરકાર, તમે આવું કેમ કરો છો.” એટલું જ નહીં, આ સાંસદો અને નેતાઓએ તેમના સંબંધિત X હેન્ડલ્સ પર Apple તરફથી કથિત સૂચનાના સ્ક્રીનશૉટ્સ પણ પોસ્ટ કર્યા. બુધવારે (1 નવેમ્બર 2023) વિપક્ષે એપલ એલર્ટ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.

    IT મંત્રીએ તપાસના આપ્યા આદેશ

    મહુઆ મોઇત્રાએ આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પણ લખ્યો હતો. તેમણે આની તપાસ માટે સંસદીય સ્થાયી સમિતિની IT પરની બેઠક બોલાવવાની માંગ કરી હતી. આ અંગે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારત સરકાર તેના નાગરિકોની સુરક્ષા અને ગોપનીયતાની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર છે. તેમણે આ મામલે તપાસ કરાવવાની વાત કરી હતી.

    અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે એપલે આવા મેસેજ એલર્ટને લઈને 150 દેશોમાં એડવાઈઝરી જારી કરી છે. હવે આ મુદ્દા પર કામ કરતા તેમના મંત્રાલયે એપલ પાસેથી જવાબ માંગ્યો છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવના રાજકીય સહાયક અને સંઘીય ગૃહ મંત્રાલયના બે અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજકારણીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી તમામ સાયબર સુરક્ષા ચિંતાઓની તપાસ કરવામાં આવી રહી છે.

    વિપક્ષની દલીલને ફગાવીને, ભાજપે જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ એક્સેસ નાઉ અને આઇફોન સૂચનાઓ વચ્ચેની લિંક દર્શાવી હતી. બીજેપીએ કહ્યું હતું કે તે આશ્ચર્યજનક નથી કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બધું છોડીને આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા આતુર બન્યા છે. દરમિયાન, કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમ અને સીપીઆઈ(એમ) સાંસદ જોન બ્રિટાસે આઈટી પરની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો હતો.

    નોંધનીય છે કે ગુરુવારે (1 નવેમ્બર 2023) IT મંત્રાલયે સચિવ એસ કૃષ્ણન દ્વારા કહ્યું હતું કે કહ્યું હતું કે Apple દ્વારા મોકલવામાં આવેલા એલર્ટ મેસેજનો મુદ્દો વિરોધ પક્ષોના સાંસદોએ ઉઠાવ્યો હતો જેની ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-N તપાસ કરશે. આ સંસ્થા દેશમાં કોમ્પ્યુટર સુરક્ષા સંબંધિત બાબતોનો જવાબ આપવા માટે તે રાષ્ટ્રીય નોડલ એજન્સી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં