Friday, November 22, 2024
More
    હોમપેજદેશISROને ચંદ્રયાન-3 મિશનમાં મળી વધુ એક સફળતા: પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની...

    ISROને ચંદ્રયાન-3 મિશનમાં મળી વધુ એક સફળતા: પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત લવાયું, ભવિષ્યના મિશનમાં આ ઉપલબ્ધિ આવશે કામ

    ઈસરોએ કહ્યું છે કે વિક્રમે (લેન્ડર) ચંદ્ર પર HOP પ્રયોગ કર્યા પછી આ બીજી મોટી સિદ્ધિ હતી. ISROએ કહ્યું, "અન્ય અનોખા પ્રયોગમાં, ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી કાઢીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે."

    - Advertisement -

    ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ મનુષ્યને અવકાશમાં મોકલવામાં મોટી સફળતા હાંસલ કરી છે. ISRO ચંદ્રયાન-3 અવકાશયાનના પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પાછું લાવ્યું છે. આનાથી ચંદ્ર પર કોઈ વસ્તુ મોકલવાની અને તેને પરત લાવવાની ઈસરોની ક્ષમતા પ્રદર્શિત થઈ છે.

    ઈસરોએ કહ્યું છે કે વિક્રમે (લેન્ડર) ચંદ્ર પર HOP પ્રયોગ કર્યા પછી આ બીજી મોટી સિદ્ધિ હતી. ISROએ કહ્યું, “અન્ય અનોખા પ્રયોગમાં, ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી કાઢીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે.”

    સોફ્ટ લેન્ડિંગમાં પણ મળી હતી સફળતા

    આ પહેલા, ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ પછી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટીનું સંશોધન કર્યું. ચંદ્રની સપાટી પરથી વિક્રમ લેન્ડરને ઉપાડીને, ઈસરોએ ચંદ્ર પર અવકાશયાન મોકલીને તેને પરત લાવવાની ક્ષમતા દર્શાવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં ISROએ પોતાના ‘HOP’ એક્સપેરિમેન્ટને સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આ એક્સપેરીમેન્ટ દરમિયાન વિક્રમ લેન્ડરે પોતાના એન્જીનને સ્ટાર્ટ કરીને ચંદ્રની સપાટી પર આશરે 40 સેન્ટીમીટર ઉપર ઉપર ઉઠીને પોતાનું સ્થાન બદલ્યું હતું. લેન્ડરે ચંદ્રની સપાટી પર પોતાના પહેલાના સ્થાનથી ખસીને તેનાથી 30-40 સેન્ટીમીટર દૂર ફરી એકવાર સોફ્ટ લેન્ડીંગ કર્યું છે. ISRO દ્વારા આ અભૂતપૂર્વ ક્ષણનો એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો હતો.

    સમગ્ર ચંદ્રયાન-3 અભિયાન રહ્યું સફળ

    ચંદ્રયાન-3 14 જુલાઈ 2023ના રોજ રોકેટ LVM3-M4 સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ચંદ્રના આ ભાગમાં પહોંચનાર ભારત એકમાત્ર દેશ છે. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ છે. આ પહેલા રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર પહોંચ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં