Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇસ્માઇલ ખાને લગ્ન કરી મહિલાને ધર્મ પરીવર્તન કરવા દબાણ કરતા મૌલાના સહિત...

    ઇસ્માઇલ ખાને લગ્ન કરી મહિલાને ધર્મ પરીવર્તન કરવા દબાણ કરતા મૌલાના સહિત 8 સામે પેથાપુરમાં ફરિયાદ: બ્યુટી પાર્લરવાળી યુવતીએ કરાવ્યો હતો સંપર્ક

    ગાંધીનગર જિલ્લા પોલીસમાં ધર્મ પરિવર્તનની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કોલવડા ગામની મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે મહિલા સાથે વારંવાર મજબુરીનો લાભ લઈ સંબંધો બાધ્યા હોવાની વાત સામે આવી છે. મૌલવી સહિત 8 શખ્સો સામે ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાઈ છે.

    - Advertisement -

    ગુજરાત સરકારે લવ જેહાદ માટે વિધાનસભા ગૃહમાં કડક કાયદો બનાવ્યો છે. ત્યારે ગાંધીનગરના પેથાપુરથી જ લવજેહાદ અને ધર્માતરણ જેવી ઘટના સામે આવી છે. જેમાં 35 વર્ષીય હિંદુ મહિલા સાથે મિત્રતા કેળવી અમદાવાદના જુહાપુરા બોલાવીને ધાકધમકી આપીને લગ્ન કાર્ય બાદ ધર્મ પરિવર્તન માટે હેરાન પરેશાન કરતા મહિલાએ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં મૌલાના સહિત 8 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે 35 વર્ષીય હિંદુ મહિલાના લગ્ન વરસોડા ગામે કરવામાં આવ્યા હતા. આ લગ્ન થકી મહિલાને ત્રણ સંતાનો પણ હતા પરંતુ લગ્નજીવન બરાબર ચાલતું ન હતું અને પારંપારિક જીવનમાં ઝઘડા થવાના કારણે યુવતી પોતાના માતાના ઘરે આવી હતી. માતાના ઘરે પણ પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તે અને તેની માતા સાથે સેક્ટર 26માં કચરા પોતું કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન સેક્ટર 26માં આવેલ એક બ્યુટી પાર્લરની યુવતીએ આ મહિલા સાથે પોતાના માનેલા ભાઈ ઇસ્માઇલ બાદલ ખાન મલેકનો સંપર્ક કરાવ્યો હતો.

    મહિલાની ફરિયાદ પ્રમાણે તેની અને ઇસ્માઇલની મુલાકાત વધવા લાગી હતી. જેના કારણે તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બંધાવવાના કારણે લગ્ન જીવનમાં વધુ ખતરાગ આવી ગયો અને અંતે છૂટાછેડાનો વારો આવ્યો હતો. છૂટાછેડા થયા બાદ યુવતીનો જન્મદિવસ આવતા જ વિધર્મી યુવકે તેને અમદાવાદ સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે બોલાવી હતી અને ત્યારે જ મસ્જિદમાં લઈ જઈને ધાક ધમકી આપીને લગ્ન કર્યા હતા.

    - Advertisement -

    બ્યુટી પાર્લરવાળી યુવતીએ ઇસ્માઇલ સાથે મહિલાનો સંપર્ક કરાવ્યો હતો

    મુખ્ય આરોપી ઈસ્માઈલ બાદલ ખાન મલેકની વાત કરવામાં આવે તો તે મૂળ જૂહાપુરા અમદાવાદનો રહેવાસી છે પરંતુ તેનું મૂળ દસાડા તાલુકાનું ગેડીયા ગામ છે. જ્યારે ગાંધીનગર સેક્ટર 26 ખાતે આવેલ બ્યુટી પાર્લરની સંચાલિકા છે તે અને આ મુખ્ય આરોપી ઈસ્માઈલ બાદલખાન એ એકબીજાને ભાઈ બેન માને છે અને બ્યુટી પાર્લરની સંચાલિત આ 35 વર્ષે યુવતીનો સંપર્ક કરાવ્યો હતો. જ્યારે આ સંપર્ક દરમિયાન તેઓએ ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ આવેલા ગેસ્ટ હાઉસમાં જઈને શારીરિક સંબંધ પણ બાંધ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.

    અમદાવાદની એક મસ્જિદમાં બળજબરીપૂર્વક લગ્ન કર્યા બાદ ઈસ્માઈલ મલેક દ્વારા વારે ઘડીએ યુવતીને ધર્મ પરિવર્તનનું દબાણ કરવામાં આવતું હતું. જ્યારે સપ્ટેમ્બર 2020માં યુવતીના તેના પતિ સાથે છૂટાછેડા થયા બાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે પણ વિધર્મી યુવક દબાણ કરતો હતો.

    ઓક્ટોબર 2020માં ઇસ્માઇલ તે મહિલાને ગાંધીનગરના પેથાપુરથી જુહાપુરામાં લઈ ગયો હતો અને તેના ઘરે તેના મિત્ર અમદાવાદના બાબાખાન કાદરખાન અને એક મૌલાનાની હાજરીમાં બળજબરીક પૂર્વક લગ્ન પણ કરી લીધા હતા. ત્યાર પછી ઘરે આવીને યુવતીએ આવા લગ્ન ખોટા હોવાનું કહેતા તેના બાળકોને ભાઈઓ સહિત મારી નાખવાની ધમકી ઇસ્માઇલ દ્વારા આપવામાં આવતી હતી.

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પેથાપુર પોલીસના અધિકારીએ જણાવ્યું કે, પોલીસે ફરિયાદના દિવસે જ મોડી રાત્રે મુખ્ય આરોપી ઈસ્માઈલ બાદલખાન મલેકની ધરપકડ કરી હતી. જ્યારે ધર્મ પરિવર્તન અંગેની તાગ ધમકી આપતા તેના મિત્ર બાબાખાન કાદરખાન અને મૌલવી સહિત કુલ સાત લોકોની ધરપકડ બાબતની તજવીજ ગાંધીનગર પોલીસે હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં