Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનૂપુર શર્માના સમર્થન બદલ વધુ એક હુમલો: નોઈડામાં અમઝદ, રાશિદ સહિતના ઇસ્લામીઓ...

    નૂપુર શર્માના સમર્થન બદલ વધુ એક હુમલો: નોઈડામાં અમઝદ, રાશિદ સહિતના ઇસ્લામીઓ ધારદાર હથિયારો લઈને ભાજપ કાર્યકર પર તૂટી પડ્યા

    ચર્ચામાં નૂપુર શર્માનું સમર્થન કરતા હુમલો કર્યો, હોસ્પિટલમાં દાખલ થયા બાદ યુવકે ફરિયાદ લખાવી.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થન બદલ ઇસ્લામીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાઓ અટકવાનું નામ લઇ રહ્યા નથી. હવે નોઈડામાં ભાજપ યુવા મોરચાના એક કાર્યકર પર ઇસ્લામીઓએ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 

    ભાજપ નેતા અભિષેક સિંઘે આ બાબતની જાણકારી ટ્વિટર પર આપી છે. તેમણે શુક્રવારે (7 ઓક્ટોબર 2022) ટ્વિટ કરીને કહ્યું કે, ‘નૂપુર શર્માના સમર્થનમાં પ્રતિક્રિયા વ્યક્ત કરવાના કારણે મુસ્લિમ સમુદાયના લોકોએ મારી ઉપર જીવલેણ હુમલો કર્યો, નસીબજોગે આજે જીવિત બચી શક્યો છું. ઉત્તર પ્રદેશ પોલીસને નમ્ર અરજ છે કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે.’

    ઑપઇન્ડિયાએ આ મામલે અભિષેક સિંઘનો સંપર્ક કરી જાણકારી મેળવવાના પ્રયાસ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ બિહારના વતની છે અને યુપીના નોઈડામાં રહે છે અને ભાજપના યુવા મોરચા કાર્યકર તરીકે કામ કરે છે. ગુરુવારે (6 ઓક્ટોબર) તેઓ નોઈડાના સેક્ટર 44માં આવેલ રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે કેટલાક લોકો એકઠા થયેલા જોયા હતા, જેઓ રાજનીતિક બાબતની ચર્ચા કરી રહ્યા હતા. 

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે, રાજકીય રીતે સક્રિય હોવાના કારણે મેં પણ ચર્ચામાં ભાગ લીધો અને મારો અભિપ્રાય વ્યક્ત કર્યો. ત્યારબાદ નૂપુર શર્મા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, ચર્ચા પૂરી થયા બાદ તેઓ આગળ વધ્યા તો પાછળથી પાંચ-છ જણાએ સળિયા અને ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. 

    તેમણે કહ્યું કે, મારી ઉપર પાછળથી હુમલો કરવામાં આવ્યો. તેમાંથી બે વ્યક્તિઓ અમઝદ અને રાશિદના નામો હું જાણું છું. તેમણે આગળ જણાવ્યું કે, આ તમામ ચર્ચા દરમિયાન તેમની વાત સાંભળી રહ્યા હતા અને જેવા તેઓ આગળ વધ્યા કે પાછળથી હુમલો કરી દીધો હતો. 

    હુમલા બાદ અભિષેકના મિત્રોએ તેમને બચાવ્યા હતા અને હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, તેમણે નોઈડાના એસીપી રજનીશ વર્માને લેખિત ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 

    ઉલ્લેખનીય છે કે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણી બાદ તેમને દુનિયાભરના ઇસ્લામીઓ તરફથી રેપ અને હત્યાની ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી. માત્ર નૂપુરને જ નહીં, પરંતુ તેમને સમર્થન કરનારાઓને પણ ધમકીઓ મળી હતી તો કેટલાકની તો ઇસ્લામીઓએ હત્યા પણ કરી નાંખી હતી. જેમાં ઉદયપુરના કન્હૈયાલાલ અને અમરાવતીના ઉમેશ કોલ્હે કેસનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં