Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાયર-ક્વિન્ટના ઇસ્લામવાદી પત્રકાર મીર ફૈઝલને બુલડોઝર કાર્યવાહી પર મરચા લાગ્યાં, કહ્યું:મુસલમાન સિવાય...

    વાયર-ક્વિન્ટના ઇસ્લામવાદી પત્રકાર મીર ફૈઝલને બુલડોઝર કાર્યવાહી પર મરચા લાગ્યાં, કહ્યું:મુસલમાન સિવાય બધા કાફીર છે, વિરોધ પક્ષો પર ગુસ્સો ઠાલવ્યો

    ધ વાયર અને ક્વિન્ટ જેવી ડાબેરી ન્યૂઝ વેબસાઇટ માટે લખતા પત્રકાર મીર ફૈઝલે બિનઇસ્લામીઓને કાફિર કહીને બાદમાં પોતાની એ ટ્વિટ ડિલીટ કરી નાખી હતી.

    - Advertisement -

    વાયર-ક્વિન્ટના ઇસ્લામવાદી પત્રકાર મીર ફૈઝલને બુલડોઝર ચાલવા પર તકલીફ થઇ છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પ્રયાગરાજમાં રમખાણો ભડકાવવાના મુખ્ય સૂત્રધાર જાવેદ અહેમદ ઉર્ફે પંપ અને તેની પુત્રી આફરીન ફાતિમાના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યા બાદ ઇસ્લામિક માનસિકતા ધરાવતા લોકો રડવા લાગ્યા છે. વાયર-ક્વિન્ટના ઇસ્લામવાદી પત્રકાર મીર ફૈઝલે ઉત્તર પ્રદેશના તમામ રાજકીય પક્ષો પર નિશાન સાધતા યોગી સરકારની કાર્યવાહીનો વિરોધ ન કરવા બદલ તમામને ‘કાફિર’ ગણાવ્યા છે.

    એક ટ્વીટમાં (જે હવે ડીલીટ કરવામાં આવ્યું છે), મીર ફૈઝલે કહ્યું હતું કે, “તમામ વિપક્ષી પક્ષો અને ઉત્તર પ્રદેશના નેતાઓ પર લાનત છે. અલ કુફ્ર મિલતુન વહિદા.”

    ફૈઝલના ટ્વિટને શેર કરતા સુપ્રીમ કોર્ટના વકીલ શશાંક શેખર ઝાએ કહ્યું કે મીર ફૈઝલે તમામ બિન-મુસ્લિમોને કાફિર કહ્યા છે. તેનું કહેવું છે કે તમામ બિન-મુસ્લિમો સમાન છે. ઉલ્લેખનીય છે કે, મીર ફૈઝલ ડાબેરી અને ઇસ્લામિક ન્યૂઝ પોર્ટલ મકતુબ મીડિયા, એજે ઇંગ્લિશ, ધ વાયર અને ધ ક્વિન્ટ માટે લખે છે. (આ માહિતી તેની ટ્વિટર પ્રોફાઇલ પર છે)

    - Advertisement -

    આટલું જ નહીં, મીર ફૈઝલના ટ્વિટર હેન્ડલને ચેક કરવા પર ઈસ્લામ ધર્મ સાથે જોડાયેલી ઘણી માહિતી મળી. આ દરમિયાન મીર ફૈઝલનું વધુ એક ટ્વિટ સામે આવ્યું. આમાં તે પ્રયાગરાજ રમખાણોના આરોપી જાવેદ અહેમદની પુત્રી આફરીનને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફૈઝલે લખ્યું, “આફરીન ફાતિમા મજબૂત બનો. ક્યારેય એવું ન વિચારશો કે અલ્લાહ અન્યાય કરનારાઓથી અજાણ છે. તે તેમને ફક્ત એક દિવસ માટે વિલંબિત કરે છે જ્યારે આંખો (આતંકમાં) જોશે. બહુ જલ્દી અલ્લાહની મદદ આવશે.”

    શું છે સમગ્ર મામલો

    નોંધનીય છે કે, 10 જૂને શુક્રવારની નમાજ પછી, ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પ્રયાગરાજમાં તોફાનો કર્યા અને પથ્થરમારો કર્યો. બાદમાં પોલીસે આ રમખાણના માસ્ટર માઈન્ડ જાવેદ અહેમદ ઉર્ફે પંપની ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે પંપે જ બાળકોને આગળ જવા મજબૂર કર્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં તેની પુત્રી આફરીન ફાતિમાનું નામ પણ સામે આવ્યું છે, જે JNUની પૂર્વ વિદ્યાર્થી છે . તે જ સમયે, પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રવિવારે (12 જૂન 2022) ના રોજ તેના ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપ્યા બાદ તેને તોડી પાડવામાં આવ્યું હતું .

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં