અયોધ્યામાં કાર સેવકો પર ગોળીબાર કરાવનાર ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હવે આ દુનિયામાં નથી રહ્યાં. મુલાયમના નિધનના સમાચાર સાંભળીને તેમના વિપક્ષી નેતાઓ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ કેટલાક મુસ્લિમોએ કાર સેવકોને ગોળીએ દેનાર મુલાયમ સિંહની મોતની ઉજાણી કરી હોવાનું જોવા મળી રહ્યું છે. અલી સોહરાબ નામના વ્યક્તિએ ફેસબુક પર લખ્યું, “મુલાયમ સિંહ યાદવ હવે આ દુનિયામાં નથી.” આ સાથે તેણે પોતાની પોસ્ટમાં #FNJ પણ લખ્યું છે.
આ પોસ્ટ જોઈને ફેસબુક પર કટ્ટરપંથી મુસ્લિમોની ખુશીની કોઈ સીમા રહી નહોતી. મુસ્લિમોએ કાર સેવકોને ગોળીએ દેનાર મુલાયમ સિંહની મોતની ઉજાણી કરતા હોય તેમ મોટાભાગના લોકોએ આ પોસ્ટ પર જોરથી હસતી ઇમોજીથી રીએક્શન આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક મોહમ્મદ શાહિદ નામના યુઝરે પૂછ્યું હતું કે આ FNJ શું છે. તેના પર સલાફી નામના યુઝરે કહ્યું કે ‘ફી નારે જહન્નુમ’.
આ સિવાય આ લોકો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીને ‘કાફર’ કહીને તેમના મૃત્યુના સમાચાર આપતી ફેસબુક પોસ્ટ પર અટ્ટહાસ્ય ના હાહાહા વાળા ઈમોજી મુકીને હર્ષોલ્લાસ કરતા રીએક્શન આપ્યા હતા.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવનું ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સોમવારે (10 ઑક્ટોબર, 2022) 82 વર્ષની વયે અવસાન થયું. સમાજવાદી પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી અખિલેશ યાદવનું નિવેદન ટ્વીટ કરવામાં આવ્યું હતું કે- મારા આદરણીય પિતા અને દરેકના નેતા વગે હયાત નથી રહ્યા.
ઉલ્લેખનીય છે કે 2 નવેમ્બર 1990ના રોજ અયોધ્યામાં રામધૂન દરમિયાન રામ ભક્તો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અયોધ્યાની ગલીઓમાં દોડાવી-દોડાવીને રામભક્તોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 3 નવેમ્બર 1990 ના રોજ જનસત્તામાં પ્રકાશિત એક અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે, “રાજસ્થાનના શ્રીગંગાનગરનો એક કાર સેવક, જેનું નામ જાણી શકાયું નથી, તેમને ગોળી વાગતાની સાથે જ તેઓ ઢળી પડ્યા હતા, અને તેમણે રસ્તા પર તેના લોહીથી સીતારામ લખ્યું હતું. ખબર નથી કે તે તેનું નામ હતું કે ભગવાનનું સ્મરણ. પરંતુ ઘાયલ થઈને રસ્તા પર ઢળી પડ્યા બાદ પણ સીઆરપીએફની ટુકડીએ તેમના માથા પર સાત-સાત ગોળીઓ ધરબી દીધી હતી.
કાર સેવકો દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 40 કાર સેવકોના મોત થયા હોવાનું જણાવાયું હતું. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે 59 લોકો માર્યા ગયા હોવાનો ખુલાસો કર્યો હતો. રામભક્તોના આ નરસંહાર પછી મુલાયમને ‘મૌલાના મુલાયમ‘નું બિરુદ મળ્યું હતું.