Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રજાસત્તાક દિવસે મદ્રેસા પર ફરકાવ્યો ઇસ્લામિક ઝંડો, ધરપકડ બાદ મૌલવીએ કહ્યું- અમારા...

    પ્રજાસત્તાક દિવસે મદ્રેસા પર ફરકાવ્યો ઇસ્લામિક ઝંડો, ધરપકડ બાદ મૌલવીએ કહ્યું- અમારા મઝહબમાં તિરંગો નથી ફરકાવાતો, હાફિઝ સહિત બેની ધરપકડ

    બારાબંકીમાં પ્રજાસત્તાક દિને મદરેસા પર ઇસ્લામિક ઝંડો ફરકાવ્યો હોવાનું ધ્યાને આવ્યા બાદ અમુક લોકોએ તેનો વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો હતો.

    - Advertisement -

    એક તરફ આખો દેશ 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મદરેસા પર ઇસ્લામિક ઝંડો ફરકાવવાનો સામે આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. 

    ફરિયાદ બાદ સુબેહા ચોકીના રામપુર ગામમાં આવેલી અશરફુલ ઉલુમ ઈમાદીયા સાકીન મદરેસા પર ત્રિરંગા બદલે ઇસ્લામિક ઝંડો ફરકાવીને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવાની કોશિશ બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલો મુજબ બારાબંકીમાં પ્રજાસત્તાક દિને મદરેસા પર ઇસ્લામિક ઝંડો ફરકાવ્યો હોવાનું ધ્યાને આવ્યા બાદ અમુક લોકોએ તેનો વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો હતો. જોત જોતામાં આ વિડીયો વાયરલ થઇ ગયો હતો. જે બાદ કેટલાક અગ્રણીઓ અને સ્થાનિકોએ બારાબંકી પોલીસ સહિત રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરીને આ વિડીયો શેર કર્યો હતો અને તાત્કાલિક ધોરણે આ મામલે કડક પગલા લેવાની માંગ કરી હતી.

    - Advertisement -

    15 વર્ષથી ફરકાવવામાં આવે છે ઇસ્લામિક ઝંડો

    આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ કરવામાં આવેલી ફરિયાદ બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ સમક્ષ આ મદ્રેસાના મોહમ્મદ હાફીઝ અને તેના પુત્ર સોહરાબને પોલીસ તિરંગાની જગ્યાએ આ ઝંડો ફરકાવવા પાછળનું કારણ આપતાં જણાવ્યું હતું કે, તેમના મઝહબમાં તિરંગો ફરકાવવો હરામ છે. આ મદરેસા છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે. અને ગુરુવાર સવારે 8 વાગે ત્યાં ધાર્મિક જંડો તેના દ્વારા જ ફરકાવવામાં આવ્યો હતો.

    આખે આખું મદરેસા જ ગેરકાયદેસર, જમીન પર કબજો જમાવવા બનાવ્યું

    ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા ગામના અગ્રણી સોનુ સિંહે જણાવ્યું હતું કે અમારી ગ્રામપંચાયતમાં માત્ર એક જ મદરેસા રજીસ્ટર છે. જે સતબરપુર ખાતે આવેલી છે, જયારે રામપુર ખાતે ચાલતી મદરેસા ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

    ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક મામલતદાર શશી કુમાર ત્રિપાઠી, સીઓ જેએન અસ્થાના, સુબેહા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંજીત કુમાર સોનકર વગેરેએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઇસ્લામિક ઝંડો ઉતરાવી લીધો હતો અને લોકો સાથે પૂછપરછ આદરી હતી. જે અંતર્ગત સીઓ અસ્થાનાએ જણાવ્યું હતું કે હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે, દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ હાફિઝ મોહમ્મદ સોહરાબ અને મોહમ્મદ તફસીલ તબરેઝ નિઝામુદ્દીન રિઝવાન નામના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

    બિહારના પૂર્ણિયામાં ફરકાવવામાં આવ્યો ઇસ્લામી ઝંડો

    બિહારના પૂર્ણિયાથી પણ આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. અહીં ગણતંત્ર દિવસના અવસર પર એક વિસ્તારમાં ઇસ્લામી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મસ્જિદની બાજુમાં આવેલા ઘરની છત પર આ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.

    પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ધ્વજને ઉતાવળમાં ઉતારી લેવામાં આવ્યો. જે મકાન પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તે મકાનના માલિક આ અંગે અજ્ઞાન વ્યક્ત કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં