Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટન્યુયોર્કમાં પણ ઉગ્રવાદીઓએ રંગ બતાવ્યો: ટાઈમ્સ સ્ક્વેર પાસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ...

    ન્યુયોર્કમાં પણ ઉગ્રવાદીઓએ રંગ બતાવ્યો: ટાઈમ્સ સ્ક્વેર પાસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઈસ્લામિક ઉગ્રવાદી દ્વારા પોલીસકર્મીઓ પર છરા વડે હુમલો કરાયો

    મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, 'ત્રણેય અધિકારીઓની સ્થિતિ હવે સ્થિર છે.' તથા આ હુમલાની તપાસ આતંકવાદી હુમલા તરીકે જ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ટાઈમ્સ સ્ક્વેર નજીક ન્યૂયોર્ક સિટીના ત્રણ પોલીસ અધિકારીઓ પર ‘ઉશ્કેરણી વગરના’ હુમલાની સંભવિત આતંકવાદી ઘટના તરીકે તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોએ એબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે શંકાસ્પદ કથિત રીતે મૈનેનો 19 વર્ષીય વ્યક્તિ છે, જેની ઓનલાઈન પોસ્ટ્સ તાજેતરના તેના ઈસ્લામિક કટ્ટરપંથી બનવાનો સંકેત આપે છે.

    અહેવાલો અનુસાર, તપાસકર્તાઓ એ તપાસ કરી રહ્યા છે કે શું આ શંકાસ્પદ વ્યક્તિ ખાસ કરીને કાયદાના અમલીકરણ કરાવનાર પોલીસકર્મીઓ પર હુમલો કરવા માટે જ વાર્ષિક બોલ ડ્રોપમાં આવ્યો હતો.

    આ ઘટના શનિવારે રાત્રે 10 વાગ્યા પછી બની હતી વેસ્ટ 52મી સ્ટ્રીટ અને 8મી એવન્યુની નજીક, નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી માટે તૈયાર કરાયેલા સુરક્ષિત વિસ્તારની બહાર, પોલીસ કમિશનર કીચંત સેવેલે મેનહટનની બેલેવ્યુ હોસ્પિટલમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું.

    - Advertisement -

    “ઉશ્કેરણી વગર, એક 19 વર્ષીય વ્યક્તિ એક પોલીસ અધિકારી પાસે ગયો અને તેના માથા પર છરા વડે પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો,” સેવેલે કહ્યું. “ત્યારબાદ તે વ્યક્તિએ બે અન્ય અધિકારીઓના માથામાં છરા વડે પ્રહાર કર્યા.”

    સેવેલે જણાવ્યું હતું કે, ‘એક અધિકારીએ શંકાસ્પદ વ્યક્તિને ખભામાં પ્રહાર કરીને તેમનું હથિયાર કાઢી નાખ્યું હતું. શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.’ ‘ત્રણ ઘાયલ અધિકારીઓને બેલેવ્યુમાં લઈ જવામાં આવ્યા હતા.’ સેવેલે જણાવ્યું હતું. ત્રણેય અધિકારીઓને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

    NYPDઆ હુમલાને આતંકી હુમલો ગણાવી રહી છે

    પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ અને ફેડરલ તપાસકર્તાઓ હવે 19 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિના ઇન્ટરનેટ ઇતિહાસ પર સખત નજર રાખી રહ્યા છે, જેની ઓળખ વેલ્સ, મેઈનના ટ્રેવર બિકફોર્ડ તરીકે કરવામાં આવી છે, તે નક્કી કરવા માટે કે શું ન્યુયોર્કમાં રજાના દિવસે આ હુમલો આતંકવાદ પ્રેરિત હતો કે નહીં.

    “તેની તપાસ આતંકવાદી હુમલા તરીકે કરવામાં આવી રહી છે, 100 ટકા,” એક ઉચ્ચ કક્ષાના NYPD અધિકારીએ ડેઇલી ન્યૂઝને જણાવ્યું. “તેણે લગભગ એક મહિના પહેલા કટ્ટરપંથીકરણ કર્યું હતું. તે કોઈપણ જૂથ સાથે જોડાયેલ નથી. તે એકલો કામ કરતો હતો.” તે નવો નવો ઈસ્લામિક કટ્ટરપંથી બન્યો હતો.

    બિકફોર્ડે સોશિયલ મીડિયા પર ઉગ્રવાદી માન્યતાઓ વ્યક્ત કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “તેણે ધમકીઓ આપી હતી કે તે જાહેર અધિકારી પર હુમલો કરવા જઈ રહ્યો છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં