Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ISISની ભારતને ધમકી, હિંદુઓનો કરાશે રક્તપાત!': કોઈમ્બતુર, મેંગલુરુ વિસ્ફોટની જવાબદારી લીધી; ભાજપના...

    ‘ISISની ભારતને ધમકી, હિંદુઓનો કરાશે રક્તપાત!’: કોઈમ્બતુર, મેંગલુરુ વિસ્ફોટની જવાબદારી લીધી; ભાજપના નિશાના પર DMK સરકાર

    તમિલનાડુ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું, "ડીએમકેના લોકો ઓછામાં ઓછા હવે ઊંઘમાંથી જાગી જશે અને તેમની 'સિલિન્ડર બ્લાસ્ટ' થિયરી બંધ કરશે"

    - Advertisement -

    કોઈમ્બતુરમાં મંદિરની સામે થયેલા બોમ્બ વિસ્ફોટની જવાબદારી ISIS (ખોરાસન)એ લીધી છે. આ પછી ભાજપે તમિલનાડુની ડીએમકે સરકાર પર નિશાન સાધ્યું છે. ‘ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત’ (ISKP) અફઘાનિસ્તાનમાં ISISનું આતંકવાદી સંગઠન છે. તેણે હવે ભારતમાં રક્તપાત અને હુમલાની ધમકી આપી છે. ISKPના ‘વોઈસ ઓફ ખોરાસન’એ આ ધમકીઓ આપી છે. આ સંગઠનની ગણતરી ISISની સૌથી ખતરનાક શાખાઓમાં થાય છે.

    આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા તમિલનાડુ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું, “ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત, એક આતંકવાદી સંગઠન, કોઈમ્બતુરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. આશા છે કે ડીએમકેના લોકો ઓછામાં ઓછા હવે ઊંઘમાંથી જાગી જશે અને તેમની ‘સિલિન્ડર બ્લાસ્ટ’ થિયરી બંધ કરશે.” નોંધનીય છે કે NIA આ મામલાની તપાસ કરી રહી છે. તે બધા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે આ હિંદુઓ વિરુદ્ધ જેહાદી હુમલો હતો.

    કર્ણાટકના મેંગલુરુમાં પણ આવો જ એક બોમ્બ હુમલો થયો હતો, જેની જવાબદારી પણ આ જ આતંકવાદી સંગઠને લીધી છે. ISKPના ‘અલ-અઝીમ મીડિયા ફાઉન્ડેશન’ના 68 પાનાના મુખપત્રે ભારતમાં લોહી વહેવાની ધમકી આપી છે. તેણે લખ્યું કે આ બોમ્બ હુમલાઓ દ્વારા ‘અમારા ભાઈઓએ બદલો લીધો’. NIAએ ફેબ્રુઆરીમાં આ મામલામાં દક્ષિણ ભારતમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. બંને વિસ્ફોટોની કોમન કડી અંગે તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    કોઈમ્બતુર અને મેંગલુરુ વિસ્ફોટ

    23 ઓક્ટોબર, 2022ના રોજ બનેલી આ ઘટનાને લઈને NIAએ ઘણી ધરપકડ પણ કરી છે. જ્યારે મેંગલુરુમાં એક ઓટોરિક્ષામાં બ્લાસ્ટ થયો હતો, ત્યારે કોઈમ્બતુરના કોટ્ટાઈ ઈશ્વરણ મંદિરની સામે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. હુમલામાં જેમશા મુબીન નામનો હુમલાખોર માર્યો ગયો હતો.

    મંદિર પાસે થયેલો આ બ્લાસ્ટ મારૂતિ 800 ગાડીમાં થયો હતો. જે સ્થળ પરથી પોલીસને એક એલપીજી સિલિન્ડર, સ્ટીલના બોલ, એલ્યુમિનિયમ અને લોખંડની ખીલી વગેરે મળી આવ્યું હતું. હવે આ મામલે તમિલનાડુ ભાજપે આરોપ લગાવ્યો છે કે આ કોઈ દુર્ઘટના નહીં પરંતુ એક સુનિયોજિત ષડ્યંત્ર હતું અને ISIS સાથે જોડાયેલો આતંકવાદી હુમલો હતો. 

    હવે ISKPએ હિંદુઓ અને ભાજપ પાસેથી બદલો લેવાની ધમકી આપી છે. જાણવા મળ્યું છે કે મુબીન મેંગલુરુ બ્લાસ્ટમાં સામેલ શારિકને પણ ઓળખતો હતો. તેના તાર શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટો સાથે પણ જોડાયેલા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં