Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅફઘાન તાલિબાનોએ ISIS-Kના વડા આંતકી કારી ફતેહને ઠાર માર્યો: કાશ્મીરમાં આંતકી કૃત્યોને...

    અફઘાન તાલિબાનોએ ISIS-Kના વડા આંતકી કારી ફતેહને ઠાર માર્યો: કાશ્મીરમાં આંતકી કૃત્યોને અંજામ આપનાર એજાઝ અમીન અહનાગ પણ માર્યો ગયો

    તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ્દીને એક નિવેદન જાહેર કરીને કારીની હત્યાની પુષ્ટિ કરી છે. ઝબીઉલ્લાહે કહ્યું કે કારી અફઘાનિસ્તાનમાં આઈએસના ગુપ્તચર અને ઓપરેશનનો વડો હતો.

    - Advertisement -

    અફઘાનિસ્તાનમાં રાજનૈતિક અસ્થિરતાનો સમય ચાલી રહ્યો છે. હાલમાં થોડા સમય પૂર્વે જ ત્યાં અસરફ ઘનીની સરકારનો તખતો પલટ કરીને તાલીબાનો ફરીથી સત્તામાં આવ્યા હતા. તાલીબાન સરકાર સામે ઘણા પડકારો છે, તેમનો એક પડકાર આંતકવાદ છે, કારણ કે તાલીબાનો પોતે એક આંતકી જુથ તરીકે ઓળખાય છે અને સાથે અન્ય કેટલાય આંતકી ગ્રુપો પણ ત્યાં સક્રિય છે. હાલમાં તાલીબાન સરકારને આંતકવાદ બાબતે એક સફળતા મળી છે જેમાં તાલિબાને આઈએસકેપીના (ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત) ગુપ્તચર અને લશ્કરી વડા કારી ફતેહને ઠાર માર્યો છે.

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, તાલીબાની સેનાએ  પાકિસ્તાની, ચીની અધિકારીઓ અને મસ્જિદો પર હુમલાઓના માસ્ટરમાઈન્ડ કારી ફતેહને ઠાર માર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કાબુલના ખૈર ખાના વિસ્તારમાં આખી રાત ચાલેલા ઓપરેશનમાં બે ISKP આતંકવાદીઓ માર્યા ગયા છે. કારી ફતેહની હત્યાને તાલિબાન માટે મોટી સફળતા માનવામાં આવે છે.

    આ મામલે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ્દીને એક નિવેદન જાહેર કરીને કારીની હત્યાની પુષ્ટિ કરી છે. ઝબીઉલ્લાહે કહ્યું કે કારી અફઘાનિસ્તાનમાં આઈએસના ગુપ્તચર અને ઓપરેશનનો વડો હતો. વધુમાં તેણે ઉમેર્યું હતું કે કારી ફતેહ તાજેતરના સમયમાં ચીન અને પાકિસ્તાની દૂતાવાસો અને મસ્જિદો પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

    - Advertisement -

    તાલિબાને એ પણ પુષ્ટિ કરી છે કે ભારતીયના કાશ્મીરમાં નિયુક્ત ISKPનો વડો, ઇજાઝ અમીન અહનાગર પણ અન્ય એક ઓપરેશનમાં માર્યો ગયો છે. ઈજાઝે ભારતના કાશ્મીરમાં અનેક આતંકી હુમલાઓ કર્યા છે. તાલીબાને કહ્યું કે ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ઘણા વિદેશી ISKP આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ISKP એ પણ પુષ્ટિ કરી છે કે 14 ફેબ્રુઆરીના રોજ લશ્કરી કાર્યવાહીમાં ઇજાઝ માર્યો ગયો હતો.

    આ તમામ ઘટના ક્રમ પર અમેરિકાની પણ પ્રતિક્રિયા આવી છે, તેઓએ પણ કારી માર્યો ગયો છે તે બાબતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પૂર્વે જ અમેરિકાએ નિવેદન આપ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આશરે ૩,૦૦૦થી વધુ આંતકી સંગઠન આઈએસના લડાકુઓ સક્રિય છે. તાલિબાને આઈએસકેપીના લશ્કરી વડા કારીને ઠાર માર્યોતે તેના માટે ચોક્કસ એક સફળતા તો છે જ, પરંતુ આઈએસને અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણ નાબુદ કરવું તાલીબાનો માટે સરળ રહેશે નહીં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં