Wednesday, May 15, 2024
More
    હોમપેજદેશ'ખોટા અને પાયાવિહોણા': ઇસ્કોને કસાઈઓને ગાયો વેચી હોવાના મેનકા ગાંધીના આરોપોને રદિયો...

    ‘ખોટા અને પાયાવિહોણા’: ઇસ્કોને કસાઈઓને ગાયો વેચી હોવાના મેનકા ગાંધીના આરોપોને રદિયો આપ્યો, કાયદાકીય કાર્યવાહીની આપી ચીમકી

    થિત ફેક્ટચેકટ મોહમ્મદ ઝુબૈરની પ્રોફાઇલમાંથી મેનકા ગાંધીના નિવેદનને ટાંકીને ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે કહ્યું, "તે એક ચિડાયેલી સ્ત્રી છે જે દરેક સાથે જૂઠું બોલે છે. જો તે પોતાના ખોટા નિવેદનો માટે માફી નહીં માંગે, તો અમે તેના પર કેસ કરીશું."

    - Advertisement -

    મંગળવારે (26 સપ્ટેમ્બર) ઇસ્કોને સાંસદ મેનકા ગાંધી દ્વારા તેમની સંસ્થા પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) એ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ગાયની સુરક્ષા અને સંભાળ માટે ઉચ્ચ ધોરણો ધરાવે છે.

    તેમણે દાવો કર્યો કે તેઓ ગાયો અને બળદોની તેમના અંતિમ શ્વાસ સુધી સેવા કરે છે અને તેમને કસાઈઓને વેચતા નથી.

    ISKCON તરફથી સત્તાવાર પત્ર

    ઇસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે જણાવ્યું હતું કે, “શ્રીમતી મેનકા ગાંધીના અપ્રમાણિત અને ખોટા નિવેદનો પર પ્રતિક્રિયા. ઇસ્કોન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ગાય અને બળદના રક્ષણ અને સંભાળમાં મોખરે છે. ગાયો અને બળદોની જીવનભર સેવા કરવામાં આવે છે અને આરોપ મુજબ કસાઈઓને વેચવામાં આવતા નથી.”

    - Advertisement -

    સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેનકા ગાંધીનો એક વીડિયો જેમાં તે ઈસ્કોન અને તેના ગાયની સંભાળના ધોરણો પર આરોપો લગાવી રહી છે તે તેમના ધ્યાન પર આવ્યો છે અને કહ્યું છે કે આરોપો ખોટા છે.

    તેના અધિકૃત નિવેદનમાં, ઇસ્કોને સમજાવ્યું કે તે અનેક ગૌશાળાઓ ચલાવે છે અને ઘણી ગાયોની સંભાળ રાખે છે, જેમાંથી ઘણી ગાયોને કતલ થવાથી બચાવી લેવામાં આવી હોય છે. તેમણે કહ્યું કે તેઓએ એવા દેશોમાં ગાય સંરક્ષણ તરફ કામ કર્યું છે જ્યાં ગૌમાંસનો મુખ્ય આહાર તરીકે ઉપયોગ થાય છે.

    “ઇસ્કોને વિશ્વના ઘણા ભાગોમાં ગાય સંરક્ષણની પહેલ કરી છે જ્યાં ગૌમાંસ મુખ્ય આહાર છે,” પત્રમાં જણાવાયું છે. “ભારતમાં, ઇસ્કોન 60 થી વધુ ગૌશાળાઓ ચલાવે છે જે સેંકડો પવિત્ર ગાયો અને બળદોનું રક્ષણ કરે છે અને તેમના સમગ્ર જીવનકાળ માટે વ્યક્તિગત સંભાળ પૂરી પાડે છે. હાલમાં ઇસ્કોનની ગૌશાળાઓમાં સેવા અપાતી ઘણી ગાયોને ત્યજી દેવાયેલી, ઇજાગ્રસ્ત અથવા કતલમાંથી બચાવવામાં આવ્યા બાદ અમારી પાસે લાવવામાં આવે છે.”

    તેની પાસે ગાયની સંભાળ/સંરક્ષણના ઉચ્ચ ધોરણો હોવાનું જણાવતા, સંસ્થાએ કહ્યું કે તે ગાય પૂજાની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે અને ખેડૂતોને ગાયની સંભાળની તકનીકો પર તાલીમ આપી રહી છે.

    તે કહે છે, “તાજેતરના સમયમાં, ISKCON એ અગાઉની પેઢીઓની જેમ ગાય પૂજા અને સંભાળની સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં મદદ કરવા માટે ખેડૂતો અને ગ્રામીણ પરિવારો માટે ગાયની સંભાળની તકનીકો પર તાલીમ કાર્યક્રમો શરૂ કર્યા છે. ઘણા ઇસ્કોન ગાય આશ્રયસ્થાનોને તેમના ઉચ્ચ ગાય-સંભાળ ધોરણો માટે સરકાર અથવા ગાય આશ્રય સંગઠન દ્વારા માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત છે.”

    ઇસ્કોને ઉમેર્યું હતું કે તેઓ મેનકા ગાંધીના તેમની વિરુદ્ધના નિવેદનોથી આશ્ચર્યચકિત છે.

    પશુચિકિત્સકના સર્ટિફિકેટ કર્યા રજૂ

    અન્ય એક ટ્વીટમાં, ઇસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા દાસે એક પશુચિકિત્સકના પત્રનો સમાવેશ કર્યો છે કે જે દર્શાવે છે કે મેનકા ગાંધીઈ જે ગૌશાળાનું નામ લઈને આરોપ મુક્યા હતા તે અનંતપુર ગૌશાળામાં પણ, તેઓ ગયો અને બળદોની સેવા કરે છે અને કોઈ ગૌધનને વેચવામાં આવતું નથી.

    શેર કરેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, “ગૌશાળાઓ દૂધ આપતી ગાયો તેમજ 76 બળદ અને 246 બિન-દૂધતી ગાયોની પ્રેમ અને ભક્તિ સાથે સેવા કરે છે.”

    મેનકા ગાંધી માફી નહીં માંગે તો કોર્ટમાં ઢસડી જઈશું- રાધારમણ દાસ, પ્રવક્તા ઇસ્કોન કોલકાતા

    આ સિવાય કથિત ફેક્ટચેકટ મોહમ્મદ ઝુબૈરની પ્રોફાઇલમાંથી મેનકા ગાંધીના નિવેદનને ટાંકીને ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે કહ્યું, “તે એક ચિડાયેલી સ્ત્રી છે જે દરેક સાથે જૂઠું બોલે છે. જો તે પોતાના ખોટા નિવેદનો માટે માફી નહીં માંગે, તો અમે તેના પર કેસ કરીશું.”

    મેનકા ગાંધીએ લગાવેલ આરોપ

    સોશિયલ મીડિયા પર અગાઉના વીડિયો સામે આવ્યા બાદ ઇસ્કોને એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ઇસ્કોન સંસ્થા દેશની સૌથી મોટી છેતરપિંડી કરનારાઓમાંની એક છે.

    વીડિયોમાં ગાંધીએ કહ્યું કે તેને (ISKCON) ગૌશાળા ચલાવવા માટે સરકારો તરફથી અનેક લાભો મળે છે, પરંતુ જ્યારે તેણે ઈસ્કોનની અનંતપુર ગૌશાળાની મુલાકાત લીધી ત્યારે આખી ડેરીમાં એક પણ બિન-દૂધાળુ ગાય, કોઈ વાછરડું નહોતું.

    આ પછી તેમણે આરોપ લગાવ્યો કે ઈસ્કોને આ દૂધ ન આપતી ગાયોને કસાઈઓને વેચી દીધી હતી. તેમણે કહ્યું, “કદાચ કોઈએ તેમના જેટલા ઢોર કસાઈઓને વેચ્યા નહીં હોય.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં