Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયા'અલ્લાહુ અકબર'ના નારા સાથે ગોળીઓ વરસાવી, એક વ્યક્તિનું ગળું કાપ્યું: મૉસ્કોમાં ISIS...

    ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે ગોળીઓ વરસાવી, એક વ્યક્તિનું ગળું કાપ્યું: મૉસ્કોમાં ISIS આતંકવાદીઓએ કરેલા હુમલાનો વિડીયો સામે આવ્યો

    મૉસ્કોમાં થયેલા આતંકી હુમલાનો જે વિડીયો ISISએ જારી કર્યો છે તેમાં જોઈ શકાય છે કે, આતંકીઓ 'અલ્લાહ હુ અકબર'ના નારા લગાવી રહ્યા છે અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. એક વિડીયો ક્લિપમાં આતંકીને એક પીડિત વ્યક્તિનું વારંવાર ગળું કાપતો દેખાડવામાં આવ્યો છે.

    - Advertisement -

    આતંકી સંગઠન ISISએ રશિયાની રાજધાની મૉસ્કોમાં ક્રોકન સિટી હૉલ પર થયેલા આતંકી હુમલાનો વિડીયો જાહેર કર્યો છે. ગોળીબાર કરનાર આતંકીઓનાં કપડાં પર લગાવવામાં આવેલા કેમેરાથી તેને રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, આતંકીઓ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા છે અને લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી રહ્યા છે. આ વિડીયોમાં ચાર આતંકીઓને પણ જોઈ શકાય છે. એક સ્ટેટમેન્ટમાં ISISએ જણાવ્યું કે, ચાર આતંકવાદીઓ મૉસ્કોના મોટા કોન્સર્ટ હૉલમાં ઘૂસી ગયા, “ગોળીઓનો વરસાદ કર્યો અને કાર્યક્રમ સ્થળને આગની જ્વાળાઓમાં સળગાવી દીધું.” આ સ્ટેટમેન્ટ ISISના મુખપત્ર અમાક ન્યૂઝ એજન્સીએ ટેલિગ્રામ પર જારી કર્યું હતું. અમાકને ટાંકીને રોયટર્સે લખ્યું હતું કે, “આ હુમલો ઈસ્લામિક સ્ટેટ અને ઈસ્લામ સાથે લડનાર દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં થયો છે.”

    મૉસ્કોમાં થયેલા આતંકી હુમલાનો જે વિડીયો ISISએ જારી કર્યો છે તેમાં જોઈ શકાય છે કે, આતંકીઓ ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવી રહ્યા છે અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. એક વિડીયો ક્લિપમાં આતંકીને એક પીડિત વ્યક્તિનું વારંવાર ગળું કાપતો દેખાડવામાં આવ્યો છે.

    બીજી તરફ, રશિયાની સરકારી ચેનલ, ‘ચેનલ વન’એ એજન્સીઓ દ્વારા આતંકવાદીઓની અટકાયત અને પૂછપરછના ફૂટેજ પ્રસારિત કર્યા છે. રશિયા-બેલારુસ સરહદની નજીક આવેલા બ્રાયન્સ્ક પ્રદેશના ખાત્સુન ગામમાંથી એક શકમંદની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન એક શકમંદે કહ્યું કે, તેણે પૈસા માટે લોકોની હત્યા કરી છે. તેણે કહ્યું કે, તેને હુમલા માટે પાંચ લાખ રૂબેલ્સ એટલે કે લગભગ 5,425 અમેરિકી ડોલરની ઓફર આપવામાં આવી હતી. તેણે વધુમાં કહ્યું કે, તેને આ હુમલા માટેની અડધી ચૂકવણી પહેલાં જ કરી દેવામાં આવી હતી. રશિયન ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, અટકાયત કરાયેલા ચાર શકમંદો તાજિકિસ્તાનના છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ પુતિને આ હુમલાને ‘ખૂની અને બર્બર આતંકવાદી હુમલો’ કહ્યો હતો. ટેલિવિઝન પર આપવામાં આવેલા સંબોધનમાં પુતિને 24 માર્ચના દિવસે ‘રાષ્ટ્રીય શોક’ ઘોષિત કર્યો હતો. આ દરમિયાન પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિને 4 આતંકવાદીઓની ધરપકડની માહિતી પણ આપી હતી. પુતિને કહ્યું કે, “તમામ ચાર આતંકવાદીઓ યુક્રેન તરફ ભાગી રહ્યા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર તેઓ બોર્ડર ક્રોસ કરવાની ફિરાકમાં હતા. આતંકવાદીઓ સાથે જે કોઇ પણ સામેલ હશે તેમને અમે શોધી કાઢીશું. આતંકવાદીઓ, હત્યારાઓ અને અમાનવીય કૃત્ય આચરનારાઓ ભૂલી ન શકે તેવો બદલો વાળીશું.”

    ઉલ્લેખનીય છે કે, આતંકી હુમલાની આ ઘટના શુક્રવારે (22 માર્ચ) મધ્ય રાત્રિએ બની હતી. આતંકવાદીઓએ મૉસ્કો શહેર સ્થિત એક કૉન્સર્ટ હોલમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધી કુલ 150 લોકો મૃત્યુ પામ્યા છે અને 120થી વધુ ઘાયલ થયા છે. રશિયન મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તે 4 આતંકવાદીઓનો સમાવેશ પણ થાય છે જેઓ આ હુમલામાં સીધી રીતે સામેલ હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં