Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાનમાં શિયા દરગાહ પર ISISનો હુમલો, બંદૂકધારી આતંકવાદીઓએ આડેધડ ગોળીઓ ચલાવી: 15ના...

    ઈરાનમાં શિયા દરગાહ પર ISISનો હુમલો, બંદૂકધારી આતંકવાદીઓએ આડેધડ ગોળીઓ ચલાવી: 15ના મોત – 40 ઘાયલ

    ઈરાનમાં એક શિયા ધાર્મિક સ્થળ પર આતંકવાદી હુમલો થયો છે જેની જવાબદારી આતંકવાદી સંગઠન ISISએ લીધી છે.

    - Advertisement -

    ઈરાનના શિરાઝ શહેરમાં શિયા દરગાહ પર ISISનો હુમલો થયો હતો, આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનના શહેર શિરાઝમાં એક શિયા તીર્થસ્થળ પર બંદૂકધારીઓએ નમાઝીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે બીજી તરફ ઇસ્લામિક કટ્ટરવાદી ISIS આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે.

    આ હુમલો બુધવાર (26 ઓક્ટોબર 2022) ના રોજ દક્ષિણ ઈરાનના શિરાઝમાં સ્થિત શાહ ચેરાગ દરગાહ પર થયો હતો . ઇસ્લામિક સ્ટેટે ટેલિગ્રામ ચેનલ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે , “આ હુમલામાં ઓછામાં ઓછા 20 શિયાઓ માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા.” તો બીજી તરફ સ્થાનિક મીડિયા અનુસાર આ હુમલામાં 15 લોકોના મોત થયા છે.

    મળતી માહિતી મુજબ બે બંદૂકધારી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજો ફરાર છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં સુન્ની ઉગ્રવાદીઓએ ભૂતકાળમાં ઘણીવાર શિયા મુસ્લિમોના ઈબાદત સ્થળોને નિશાન બનાવ્યા છે. ઈરાનમાં આ હુમલો એવા સમયે થયો છે જ્યારે દેશમાં હિજાબથી આઝાદીની માંગને લઈને એક મહિનાથી સરકાર વિરોધી આંદોલન ચાલી રહ્યું છે.

    - Advertisement -

    ઈરાનની સરકારી સમાચાર એજન્સી ઈર્નાએ ન્યાય વિભાગને ટાંકીને કહ્યું કે ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ સ્થાનિક સમય અનુસાર સાંજે 5:45 વાગ્યે ઘટના સ્થળે પ્રવેશ્યા હતા. અહેવાલો અનુસાર દરગાહમાં પ્રવેશતા જ સશસ્ત્ર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ બે આતંકવાદીઓને ઝડપી લીધા છે, જ્યારે ત્રીજાની શોધ ખોળ ચાલુ છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો છે કે હુમલાખોરો ઈરાનના નાગરિકો ન હતા.

    હિજાબ વિરોધ વચ્ચે થયેલા હુમલાથી વધ્યો તણાવ

    ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું છે કે હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં એક યુવતીના મોતના વિરોધમાં છેલ્લા 40 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી ઈર્નાએ ન્યાય વિભાગને ટાંકીને કહ્યું કે ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ સ્થાનિક સમય અનુસાર સાંજે 5:45 વાગ્યે મસ્જિદમાં ઘૂસ્યા હતા, અને ત્યાર બાદ ત્યાં હાજર મુસ્લિમ લોકોના ટોળા પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 15 લોકોના મોત નીપજ્ય હતા અને 40 લોકો ઘાયલ થયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં