Tuesday, November 5, 2024
More
    હોમપેજક્રાઈમહિંદુ સોસાયટી સામે ગૌવંશનું કપાયેલું માથું અને શિવમંદિર સામે ધડ નખાયું: અમદાવાદના...

    હિંદુ સોસાયટી સામે ગૌવંશનું કપાયેલું માથું અને શિવમંદિર સામે ધડ નખાયું: અમદાવાદના ઈસનપુરની ઘટના, સ્થાનિક હિન્દુઓમાં રોષ

    આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલ કેટલાક હિન્દૂ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપીને પકડી પાડવામાં નહિ આવે તો વિસ્તારમાં સ્થાનિક હિંદુઓ ઉગ્ર આંદોલન કરશે.

    - Advertisement -

    શુક્રવારે (5 ઓગસ્ટ 2022) સવારે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલ ગોવિંદવાડી ખાતે અજાણ્યાં તોફાની તત્વોએ હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું ખુબ જ દુષ્ટ કૃત્ય કર્યું હતું. શ્રાવણના પવિત્ર મહિનામાં ગોવિંદવાડી પાસેના શિવમંદિર સામે ગૌવંશના કાપાયેલા ટુકડા ફેંકવામાં આવ્યા હતા અને પાસેની ભગવાનનગર સોસાયટીના દરવાજા સામે જ ગાયનું કપાયેલુ માથું ફેંકવામાં આવ્યું હતું.

    શ્રાવણ મહિનો ચાલતો હોવાથી લોકો વહેલી સવારે શિવમંદિર ખાતે પૂજા આરાધના કરવા જતા હોય છે. એ જ રીતે આજે સવારે જયારે ગોવિંદવાડી આસપાસના હિંદુ ભક્તો નજીકના મનસાપૂર્ણ મહાદેવના મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની નજર મંદિર સામે સમાચારપત્રના કાગળમાં લપેટીને ફેંકવામાં આવેલ ગૌમાંસના ટુકડાઓ પર પડી હતી. સાથે જ લોકોનું ધ્યાન ભગવાનનગર સોસાયટીના દરવાજા સામે પડે ગાયના કપાયેલા માથા પર પડ્યું હતું અને વિસ્તારમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો.

    આ ખબર ઝડપથી સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં હિંદુઓ તે ઘટનાસ્થળે એકઠા થવા માંડ્યા હતા. થોડી જ વારમાં ઘટનાસ્થળે વિશ્વ હિંદુ પરિષદ સમેત ઘણા હિંદુ સંગઠનોના અધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા. શિવમંદિર સામે ગૌવંશના માંસને જોઈને સ્થાનિકોમાં અતિશય રોષની લાગણી જોવા મળી હતી. સ્થાનિકોએ પોલીસમાં જાણ કરતા સ્થાનિક પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

    - Advertisement -

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી મહાનગર પૂર્વ વિભાગના અધ્યક્ષ ઉદ્ધવ પાંડેએ જણાવ્યું કે “ઇસનપુરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવમંદિર પાસે કોઈ તોફાની તત્વો ગૌમાંસ નાખી જવાના સમાચાર મળતા જ અમે ઘણા કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં પહોંચીને સ્થાનિક લોકો સાથે વાત કરીને તમામ હકીકત જાણીને પછી પોલીસને પણ બોલાવવામાં આવી હતી. સમગ્ર હિંદુ સમાજે એકસૂર જલ્દીથી જલ્દી તાપસ કરીને આરોપીઓને પકડી પાડી તેમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. જે બાદ પોલીસ પ્રશાસને પણ ત્વરિત કાર્યવાહીની બાંહેધરી આપી હતી.”

    આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલ કેટલાક હિંદુ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવામાં નહિ આવે તો વિસ્તારમાં સ્થાનિક હિંદુઓ ઉગ્ર આંદોલન કરશે.

    નજીકમાં જ છે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર

    અત્રે નોંધનીય છે કે ઈસનપૂરના આ હિંદુ વિસ્તારને અડીને જ દાણીલીમડા, શાહઆલમ અને ચંડોળા જેવા મુસ્લિમ બહુમતીવાળા ક્ષેત્રો આવેલા છે. આવામાં આ દુષ્કૃત્ય કોઈ કટ્ટરપંથી દ્વારા કરવામાં આવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી આવી છે.

    સવારની આ ઘટના બાદ સ્થાનિકોએ સ્વયંભૂ ઇસનપુર બંધ પાળતા પોતાની દુકાનો બંધ રાખી હતી. વિશ્વ હિંદુ પરિષદ અને તમામ હિંદુ સંગઠનો દ્વારા આ બંધનું સમર્થન કરાયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં