Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે! કોંગ્રેસ સાથે મેળ ના પડતાં...

    શું પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે! કોંગ્રેસ સાથે મેળ ના પડતાં ટ્વિટ કરી આપ્યા સંકેત

    ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે એક ટ્વિટ કરીને પ્રશાંત કિશોરે વમળો સર્જ્યા છે કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ.

    - Advertisement -

    પ્રશાંત કિશોર ભારતીય રાજકારણમાં અજાણ્યો ચેહરો નથી. 2014ના લોકસભા ઈલેકશન બાદ ચર્ચામાં આવેલા પ્રશાંત કિશોર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. થોડા દિવસ પહેલા તેઓએ કોંગ્રેસ કઈ રીતે પાછી ઊભી થઈ શકે તેના માટે એક 600 સ્લાઇડનું પ્રેઝેંટેશન રજૂ કરી કોંગ્રેસમાં જોડાવા માટે ઉત્સુકતા બતાવી હતી. પરંતુ કોંગ્રેસ તરફથી યોગ્ય ઓફર ના મળતા તેમણે કોંગ્રેસ સાથે જોડાવાનું માંડી વળ્યું હતું. તો હવે પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે? એવી ચર્ચા થઈ રહી છે. કેમ તે સમજીએ.

    આજે પ્રશાંત કિશોર ટ્વિટર પર સૂચક ટ્વિટ કરી કહ્યું હતું કે “જન સુરાજ” નામની મુવમેંટ શરૂ કરવા જઇ રહ્યા છે. જો કે તે કોઈ રાજનૈતિક પાર્ટી છે કે કોઈ કાર્યક્રમ છે તે જાણી શકાયું નથી. કારણ કે અગાઉ પણ બિહાર કી બાત નામનો કાર્યક્રમ કરી ચૂક્યા છે. તેઓ એ ટ્વિટમાં ગૂડ ગવર્નન્સની વાત કરી છે. આ કાર્યક્રમ તેઓ બિહાર થી શરૂ કરવા જઇ રહ્યા છે.

    2014 લોકસભામાં નરેન્દ્ર મોદી માટે કામ કરી ચૂક્યા છે.

    પ્રશાંત કિશોર સૌપ્રથમ 2014 લોકસભા ઈલેકસનમાં ચર્ચામાં આવ્યા હતા તેમણે ત્યારે નરેન્દ્ર મોદી માટે રણનીતિ નક્કી કરી હતી. મણિશંકર ઐયરના કોંગ્રેસ કાર્યાલય પર આવી ચા વેચવાના બયાન બાદ ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમ પણ પ્રશાંત કિશોર જ ઘડ્યો હોવાનું મનાય છે. પરંતુ પ્રશાંત કિશોરની મહત્વકાંક્ષા વધુ હોવાના કારણે તેને ભાજપા સાથે કામ કરવાનું છોડી દીધું હતું. ઘણા લોકોનું માનીએ તો અમિત શાહએ તેમનો કાર્યકાળ આગળ વધારવાની ના પડી દીધી હતી.

    - Advertisement -

    બિહારમાં લાલુ અને નિતિશ ગઠબંધન માટે કામ કરી ચૂક્યા છે.

    નિતિશ કુમારે ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ લાલુ પ્રસાદ યાદવ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે પણ રણનીતિ પ્રશાંત કિશોરએ ઘડી હતી. આખો મુદ્દો બિહારની અસ્મિતા સાથે જોડીને લાલુ નિતિશની જોડીને વિજય આપવામાં મહત્વનો રોલ નિભવ્યો હતો. ત્યાર બાદ JDU પાર્ટીમાં જોડાયા પણ હતા. જો કે ત્યાર બાદ પાર્ટી માથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

    2017 ઉતરપ્રદેશ ચુટણીમાં મોટી હાર મળી હતી.

    2017 ઉતરપ્રદેશ વિધાનસભા ચુટણીમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણેયના ગઠબંધન માટે કામ કર્યું હતું પરંતુ ભાજપા 325 સીટ મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. આ મામલે પ્રશાંત કિશોરની મોટી હાર થઈ હતી.

    AAP માટે પણ કામ કરી ચૂક્યા છે.

    2020 દિલ્લી વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી માટે પણ રણનીતિકાર તરીકે કામ કરી ચૂક્યા છે. જેમાં AAPને ભવ્ય જીત મળી હતી. તે જીતમાં રણનીતિ ઘડવાનો શ્રેય પણ પ્રશાંત કિશોરને જાય છે. જો કે 2015 દિલ્લી વિધાનસભા વખતે પ્રશાંત કિશોરે AAP સાથે કામ ન કર્યું હોવા છ્તાં પણ મોટી જીત મેળવી હતી.

    પંજાબમાં કેપ્ટન અમરિન્દ્રસિંહ માટે કામ કરી ચૂક્યા છે.

    અગાઉના પંજાબ વિધાનસભા વખતે કોંગ્રેસની જીત બાબતે લોકો શંકા કરતાં હતા પરંતુ પરિણામો ચોકાવનારા આવ્યા હતા અને કેપ્ટનની જીત થઈ હતી. પ્રશાંત કિશોર પણ સ્વીકારે છે કે આ જીત ખૂબ જ કપરી હતી. આ જીત મળવાનો તેમણે ખૂબ આનંદ હતો.

    મમતા બેનર્જીને જીત અપાવી ઇતિહાસ રચ્યો.

    બંગાળ વિધાનસભા ચુટણીમાં રણનીતિકાર તરીકે કામ કરીને મોટી જીત આપવી હતી. પરિણામ પહેલા જ તેમણે કહ્યું હતું કે ભાજપા 100 સીટો પણ નહીં મેળવે, પરિણામ બાદ તે વાત સાચી પણ પડી હતી. મમતા બેનર્જીને સૌથી મોટી જીત મળી હતી.

    આ સિવાય પણ દક્ષિણ ભારતમાં YSRCF અને DMK માટે કામ કયું હતું. હવે પ્રશાંત કિશોર પોતાનો પક્ષ બનાવી રહ્યા છે કે બીજી કોઈ નવા જૂની કરવા પર છે તે ચર્ચાનો મુદ્દો બન્યો છે કે પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં