Saturday, November 2, 2024
More
    હોમપેજદેશએપલના આઇફોન બનાવતી કંપની ફોક્સકોન ભારતમાં વધારશે રોકાણ: પીએમ મોદીના જન્મદિને કરી...

    એપલના આઇફોન બનાવતી કંપની ફોક્સકોન ભારતમાં વધારશે રોકાણ: પીએમ મોદીના જન્મદિને કરી ઘોષણા, ઘટશે ચીન પરની નિર્ભરતા

    ભારતમાં ફોક્સકોનનું વિસ્તરણ દર્શાવે છે કે ચીન કેવી રીતે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકેનું સ્થાન ધીમેધીમે ગુમાવી રહ્યું છે. એપલ અને અન્ય અમેરિકી બ્રાન્ડ્સ હવે ભારત અને વિયેતનામ જેવા વૈકલ્પિક સ્થળોએ બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે.

    - Advertisement -

    એપલ કંપનીના મોબાઈલ આઇફોનનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપની ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપ ભારતમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. મૂળ તાઈવાનની આ કંપની ભારતમાં પોતાનું રોકાણ બમણું કરીને સાથોસાથ રોજગારી પણ વધારશે. દેશમાં કંપનીના પ્રતિનિધિ વી લીએ (V Lee) રવિવારે (17 સપ્ટેમ્બર, 2023) PM નરેન્દ્ર મોદીને તેમના 73મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવતાં આ વિશે માહિતી આપી હતી અને કહ્યું કે, તેઓ આમ કરીને પીએમ મોદીને જન્મદિવસની ભેટ આપી રહ્યા છે.

    17 સપ્ટેમ્બરે (રવિવારે) ભારતમાં ફોક્સકોન કંપનીના પ્રતિનિધિ વી લીએ એક લિંક્ડઇન પોસ્ટમાં કહ્યું હતું કે, આઇફોન મેન્યુફેક્ચરિંગ કરતી કંપની દક્ષિણ એશિયાઈ દેશમાં તેના વ્યવસાયનું કદ બમણું કરવાની યોજના બનાવી રહી છે. સાથે જ તેમણે PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી. જોકે, તેમની યોજના શું હશે અને કેટલા રૂપિયાનું રોકાણ કરાશે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે એપલ કંપની આઇફોન સહિત તમામ ઉત્પાદનોના સ્પેરપાર્ટ્સ કેલિફોર્નિયામાં બનાવે છે. ત્યાંથી વિવિધ કંપનીઓને સપ્લાય કરે છે, જેઓ એસેમ્બલ કરીને પ્રોડક્ટ તૈયાર કરે છે. ફોક્સકોન એપલની સૌથી મોટી સપ્લાયર છે અને 70 ટકા એપલ ઉત્પાદનો તે જ એસેમ્બલ કરે છે.

    લીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે “જન્મદિવસની શુભકામનાઓ માનનીય વડાપ્રધાન, આપના નેતૃત્વમાં ભારતમાં ફોક્સકોન ઝડપથી વિકસિત થઈ છે. અમે ભારતમાં રોજગાર, FDI અને વેપારનું કદ બમણું કરવાનો લક્ષ્યાંક રાખીને, તમને આવતા વર્ષે જન્મદિવસની મોટી ભેટ આપવા માટે વધુ મહેનત કરીશું.”

    - Advertisement -

    ભારતમાં વધી રહ્યું છે રોકાણ, જ્યારે ચીન ગુમાવી રહ્યું છે પોતાનું સ્થાન

    તાઈવાનની કંપનીની રોકાણ યોજનાઓમાં કર્ણાટકની રાજધાની બેંગલોરમાં એરપોર્ટ નજીક 300 એકરની જગ્યાનો સમાવેશ થાય છે. તે પ્લાન્ટમાં iPhones એસેમ્બલ થવાની સંભાવના છે અને તેનાથી લગભગ 100,000 લોકોને રોજગારી મળી શકશે. જ્યારે ભારતમાં ફોક્સકોનનું વિસ્તરણ દર્શાવે છે કે ચીન કેવી રીતે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકેનું સ્થાન ધીમેધીમે ગુમાવી રહ્યું છે. એપલ અને અન્ય અમેરિકી બ્રાન્ડ્સ હવે ભારત અને વિયેતનામ જેવા વૈકલ્પિક સ્થળોએ બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે. હાલ તમિલનાડુમાં ફોક્સકોનની એક કંપની કાર્યરત છે, જ્યાં આઇફોનનું નિર્માણ કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં 40 હજાર લોકો કામ કરે છે.

    ફોક્સકોન હાલ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર કંપની છે. આ કંપની હવે ભારતમાં પોતાનો વિસ્તાર વધારવામાં લાગી છે અને ઝડપથી પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં વધારો કરી રહી છે. મૂળ હેતુ ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં