Friday, November 22, 2024
More
    હોમપેજદેશભારતીય નૌકાદળમાં સામેલ થયું INS ઇમ્ફાલ: બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે સ્વદેશી વિધ્વંસક...

    ભારતીય નૌકાદળમાં સામેલ થયું INS ઇમ્ફાલ: બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે સ્વદેશી વિધ્વંસક યુદ્ધજહાજ, આધુનિક સર્વેલન્સ રડાર સાથે પણ છે જોડાયેલું

    બઈ ખાતે આયોજિત એક સમારોહમાં INS ઇમ્ફાલ નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    ભારતીય નૌકાદળની શક્તિઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. નેવીમાં અનેક નવા યુદ્ધજહાજો સામેલ થઈ રહ્યા છે. અનેક સ્વદેશી યુદ્ધજહાજ સામેલ થયા બાદ હવે ફરી એક નવું સ્વદેશી યુદ્ધજહાજ ભારતીય નૌકાદળમાં સામેલ થયું છે. જાણવા મળી રહ્યું છે કે ભારતીય નેવીમાં INS Imphal સામેલ થયું છે. INS ઇમ્ફાલ સ્વદેશી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. જે ભારતીય નૌકાદળમાં સામેલ થયું છે. 20 ઓક્ટોબરે તમામ પરીક્ષણ પૂર્ણ કર્યા બાદ INS ઇમ્ફાલ નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. જે બાદ મંગળવારે (26 ડિસેમ્બરે) તેને ઔપચારિક રીતે નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.

    મંગળવારે (26 ડિસેમ્બર) નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે આયોજિત એક સમારોહમાં INS ઇમ્ફાલ નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય નેવીના અન્ય મહત્વના અધિકારીઓ પણ આ સમારોજમાં હાજર હતા. નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એકવાર કાર્યરત થયા બાદ સ્વદેશી યુદ્ધજહાજ પશ્ચિમી નૌકા કમાન્ડમાં જોડાશે.

    શું છે INS ઇમ્ફાલની વિશેષતાઓ?

    INS ઇમ્ફાલ એ પહેલુ યુદ્ધજહાજ છે જેનું નામ નોર્થ-ઈસ્ટના એક શહેર પર રાખવામાં આવ્યું છે. ઇમ્ફાલ મણિપુરની રાજધાની છે. જેના નામ પરથી આ યુદ્ધજહાજનું નામ રાખવામાં આવ્યું છે. આ નામકરણ નોર્થ-ઈસ્ટ વિસ્તારની સુરક્ષા અને સમૃદ્ધિ દર્શાવે છે. આ ઉપરાંત INS ઇમ્ફાલ ન્યુક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ જેવી યુદ્ધ પરિસ્થિઓ સામે લડવા માટે સુસજ્જ છે. તે આધુનિક સર્વેલન્સ રડાર સાથે જોડાયેલું છે, જે જહાજની ગન વેપન સિસ્ટમને ટાર્ગેટ ડેટા પ્રદાન કરે છે. તેની પાસે ઉચ્ચ સ્તરની ઓટોમેશન અને સ્ટીલ્થ સુવિધાઓ છે, જે તેની લડાયક ક્ષમતાને વધારે છે.

    - Advertisement -

    INS ઇમ્ફાલમાં મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલો પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત તે બ્રહ્મોસ મિસાઇલથી પણ સજ્જ હશે. કમ્બાઈન્ડ ગેસ એન્ડ ગેસ (COGAG) પ્રોપલ્શન દ્વારા સંચાલિત, જહાજ 30 નોટિકલ માઈલ (56 કિમી/કલાક)થી વધુની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે. ભારતીય નૌકાદળ અનુસાર, INS ઇમ્ફાલ ભારતમાં બનેલા સૌથી શક્તિશાળી યુદ્ધજહાજોમાંનું એક છે. તેની લંબાઈ 535 ફૂટ અને વજન 7,400 ટન છે. INS ઇમ્ફાલ સ્વદેશી યુદ્ધજહાજ છે.

    આ પહેલાં પણ નૌકાદળમાં સામેલ થયા છે સ્વદેશી યુદ્ધજહાજો

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ અનેક સ્વદેશી યુદ્ધજહાજો ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલાં 17 મે, 2022ના રોજ મુંબઈના મઝગાંવ ડોકયાર્ડ ખાતેથી ભારતીય નૌકાદળના બે યુદ્ધજહાજ INS સુરત અને INS ઉદયગીરી લોન્ચ કરવામાં આવ્યા હતા. જે બાદ 1 સપ્ટેમ્બર 2023ના રોજ ભારતનું નવું ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધજહાજ મુંબઈના મઝગાંવ ડોકયાર્ડથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તમામ સવેદેશી યુદ્ધજહાજો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત ભારતીય નેવી માટે આવા અન્ય સ્વદેશી યુદ્ધજહાજો વિકસાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં