Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાગેશ્વર ધામમાં ટોચના નેતાઓના ધામા: કોંગ્રેસીઓ કરતા રહ્યા વિરોધ અને મધ્યપ્રદેશના કોંગ્રેસના...

    બાગેશ્વર ધામમાં ટોચના નેતાઓના ધામા: કોંગ્રેસીઓ કરતા રહ્યા વિરોધ અને મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ CM પહોંચી ગયા આશીર્વાદ લેવા

    તેમનામાં વિશ્વાસ રાખનારાઓમાં વિરોધ પક્ષોના ઘણા નેતાઓ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓની આ યાદી ઘણી લાંબી છે.

    - Advertisement -

    બાગેશ્વર ધામ અને તેના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા કેટલાક સમયથી સતત સમાચારોમાં છે. તાજેતરમાં જ ધીરેન્દ્ર ઈન્ડિયા ટીવીના પ્રખ્યાત કાર્યક્રમ આપ કી અદાલતમાં પણ જોવા મળ્યા હતા. અહીં તેમણે સનાતન અને હિંદુરાષ્ટ્ર સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. દરમિયાન, તાજા સમાચાર પ્રાપ્ત થયા છે કે બાગેશ્વર ધામના દરબારમાં શક્તિશાળી નેતાઓ એકત્ર થવા લાગ્યા છે. આજે એટલે કે સોમવારે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથ બાગેશ્વર ધામની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યારે એવા પણ અહેવાલો છે કે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ 18 ફેબ્રુઆરીએ બાગેશ્વર ધામની મુલાકાતે જઈ શકે છે.

    જો કે, આ પહેલીવાર નથી કે બાગેશ્વર ધામના દરબારમાં મોટા અને પ્રભાવશાળી નેતાઓનો મેળાવડો હોય. પરંતુ જ્યાં બાગેશ્વર ધામ આવેલ છે તે રાજ્યના પૂર્વ સીએમ દરબારની મુલાકાત લે અને થોડા દિવસોમાં વર્તમાન સીએમની મુલાકાત લેવાનું આયોજન કરે તો નવાઈની વાત છે.

    બાગેશ્વર ધામમાં 13થી 19 ફેબ્રુઆરી દરમિયાન ધર્મ મહાકુંભ

    મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ આજે બાગેશ્વર ધામની મુલાકાતે આવ્યા હતા. આ પછી સમાચાર આવ્યા કે વર્તમાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ 18 ફેબ્રુઆરીએ બાગેશ્વર ધામના દર્શન કરવા પહોંચી શકે છે. આ પહેલાં મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતીએ બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પોતાના પુત્ર માન્યા હતા. તેમણે કહ્યું હતું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તપસ્વી અને અલૌકિક છે.

    - Advertisement -

    નોંધનીય છે કે બાગેશ્વર ધામમાં 13થી 19 ફેબ્રુઆરી દરમિયાન ધર્મ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. અહીં 121 દીકરીઓના લગ્ન પણ 18 ફેબ્રુઆરીએ થવાના છે.

    મોટા મોટા નેતાઓ નમાવે છે બાગેશ્વર ધામમાં માથું

    એવું નથી કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને બાગેશ્વર ધામમાં આસ્થા ધરાવતા લોકો માત્ર સત્તાધારી પક્ષમાં જ છે. તેમનામાં વિશ્વાસ રાખનારાઓમાં વિરોધ પક્ષોના ઘણા નેતાઓ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓની આ યાદી ઘણી લાંબી છે. દરરોજ એક નવા નેતા બાબાના સમર્થનમાં ઉભા જોવા મળે છે. જોકે બાબાની ટીકા કરનારા નેતાઓની કમી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં