Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'22 જાન્યુઆરીએ ઈબાદતગાહો સજાવો અને મસ્જિદોમાં રામ નામનો જાપ કરો’: મુસ્લિમ રાષ્ટ્રીય...

    ’22 જાન્યુઆરીએ ઈબાદતગાહો સજાવો અને મસ્જિદોમાં રામ નામનો જાપ કરો’: મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક ઈન્દ્રેશ કુમારનો અનુરોધ, કહ્યું- ‘આપણાં પૂર્વજો એક જ છે’

    આ કાર્યક્રમ અંગે કેરળના રાજ્યપાલ આરીફ મોહંમ્મદ ખાન દ્વારા કહેવામાં આવ્યું, “મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આપણી જરૂરિયાત છે. જેથી આપણે ભવિષ્યમાં આવનારી પેઢીના ચરિત્રનું સારું ઘડતર કરી શકીએ.”

    - Advertisement -

    અયોધ્યામાં થવા જઈ રહેલાં પ્રભુ શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં એક મોટું નિવેદન સામે આવ્યું છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય ઈન્દ્રેશ કુમારે કહ્યું, કે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રંસગે મસ્જિદોમાં રામ નામના જાપ થવા જોઈએ અને ફક્ત મસ્જિદોમાં જ નહિ પરંતુ દેશમાં આવેલા ચર્ચોમાં પણ આવું થવું જોઈએ.

    એક જાહેર સભા સંબોધતી વખતે ઈન્દ્રેશ કુમારે કહ્યું, “મુસ્લિમ રાષ્ટ્રીય મંચે જે અપીલ કરી છે એનું હું પુનરાવર્તન કરી રહ્યો છું કે 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશની દરગાહો, મસ્જિદો અને મદરેસાઓમાં 11 વાર ‘શ્રી રામ જય રામ જય જય રામ’ના નામનો જાપ કરવામાં આવે.” આ નિવેદન ઈન્દ્રેશ કુમારે ‘રામ મંદિર, રાષ્ટ્ર મંદિર-એક વિરાસત’ નામના પુસ્તક વિમોચન પ્રંસગે આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું, ”દેશના 99% મુસ્લિમો અને બિન-હિંદુઓનો સંબંધ દેશ સાથે છે. સૌના પૂર્વજ એક જ છે. અહિયાં રહેલા લોકોનો ફક્ત ધર્મ બદલાયો છે, દેશ નહિ. આપણા સૌના પૂર્વજો એક જ હતા જેથી બધાના ચહેરા પણ એક સમાન છે. આપણા સૌનો સંબંધ ભારત સાથે છે. વિદેશીઓ સાથે આપણે કોઈ લેવાદેવા નથી.”

    આ ઉપરાંત ભારતના વિવિધ ધર્મો અને સંપ્રદાયો વિશે વાત કરતા તેમણે કહ્યું, ”હું ગુરૂદ્વારો, ચર્ચો અને બધા જ ધાર્મિક સ્થાનોને અપીલ કરુ છું કે તેઓ 22 જાન્યુઆરી 2024ના દિવસે 11-2 વાગ્યાની વચ્ચે પોતાની ઈબાદતગાહો અને પ્રાર્થના કક્ષોને ભવ્ય રીતે સજાવે અને શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ટીવી પર દેખાડે.” વધુમાં તેમણે કહ્યું, “સૌ સાથે મળી ભારત અને દુનિયાભરમાં શાંતિ, સદભાવ અને ભાઈચારા માટે પ્રાર્થના કરે.”

    - Advertisement -

    ઉલ્લખનીય છે કે દેશમાં 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પ્રભુશ્રી રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે UPના CM યોગી આદિત્યનાથ સહિત 7000 જેટલા મહેમાનો હાજર રહેવાના છે.

    આ કાર્યક્રમ અંગે કેરળના રાજ્યપાલ આરીફ મોહંમ્મદ ખાન દ્વારા કહેવામાં આવ્યું, “મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આપણી જરૂરિયાત છે. જેથી આપણે ભવિષ્યમાં આવનારી પેઢીના ચરિત્રનું સારું ઘડતર કરી શકીએ.” વધુમાં કહ્યું, “મહત્વનું એ નથી કે મારો જન્મ કયા ઘરમાં થયો છે. મહત્વનું એ છે કે હું શું કરું છું. ભારતીય સંસ્કૃતિ અને ઇસ્લામ બંનેમાં કર્મને જ પ્રધાનતા આપવામાં આવી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં