Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દોર: નબીલ અન્સારીએ નવીન બની હિંદુ મહિલાને ફસાવી, ધર્માંતરણ અને નિકાહ કરવા...

    ઇન્દોર: નબીલ અન્સારીએ નવીન બની હિંદુ મહિલાને ફસાવી, ધર્માંતરણ અને નિકાહ કરવા દીકરાને મારી નાંખવાની ધમકી આપી

    ફરિયાદમાં મહિલાએ તેમ પણ જણાવ્યું છે હતું કે તે છૂટાછેડાને કારણે પરેશાન રહેતી હતી. તેનો ફાયદો ઉઠાવીને નબીલ તેની નજીક આવ્યો હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે, તેવામાં આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં એક નબીલ નામના ઇસમે નવીન બની હિંદુ મહિલાને ફસાવી અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. જે બાદ મહિલાએ લગ્ન કરવાની વાત કરતા નબીલે તેને ધર્માંતરણ કરવા માટે કહ્યું હતું અને મુસ્લિમ ન બનવા પર મહિલાના દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

    અહેવાલો અનુસાર સ્થાનિક પોલીસમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે પીડિતા સાથે ઘણી વખત બળજબરીથી સંબંધો પણ બાંધ્યા હતા. ત્યારબાદ જો મહિલા ધર્મ પરિવર્તન કરીને નિકાહ નહીં કરે તો આરોપી નબીલ તેને અને તેના બાળકને મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો હતો.

    આ ઘટના પર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ પુરીએ જણાવ્યું હતું કે, 18 ડિસેમ્બરે પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે પીડિતા અને આરોપી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા ત્યારે તેમની મિત્રતા થઈ હતી. જે બાદ બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. મહિલા પરિણીત હતી અને 2017થી તેના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ અલગ રહેતી હતી. મહિલાને એક બાળક પણ છે. આ જ કારણ છે કે આરોપીએ લગ્નના બહાને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ આરોપી યુવક સાથે લગ્ન કરવાની વાત કરી તો તેણે ધર્મ પરિવર્તન કરીને નિકાહ કરવાની વાત શરૂ કરી દીધી હતી.

    - Advertisement -

    ફરિયાદમાં મહિલાએ તેમ પણ જણાવ્યું છે હતું કે તે છૂટાછેડાને કારણે પરેશાન રહેતી હતી. તેનો ફાયદો ઉઠાવીને નબીલ તેની નજીક આવ્યો હતો. તેને પોતાની જાળમાં ફસાવી લીધા બાદ આરોપીએ પીડિતા સાથે તેની સંમતિ વિના ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. થોડા દિવસો પછી જ્યારે મહિલાએ લગ્ન કરવાનું કહ્યું તો આરોપીએ પોતાને મુસ્લિમ ગણાવ્યો હતો. ત્યારબાદ તેણે ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યું હતું. એવો આરોપ છે કે નબીલે પીડિતા અને તેના બાળકને જો તે ધર્મ પરિવર્તન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    મહિલા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પર પોલીસે નબીલ વિરુદ્ધ IPCની કલમ 376,376(2)(n),506 અને મધ્ય પ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2020ની કલમ 3/5 હેઠળ FIR નોંધી છે. પોલીસે નબીની શોધ શરૂ કરી અને તેને મુંબઈથી શોધી કાઢ્યો. સોમવારે (26 ડિસેમ્બર 2022) પોલીસે નબીને કોર્ટમાં રજૂ કર્યો જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં