Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હિંદુઓ આતંકવાદી, VHP જેવાં સંગઠનો અન્ય સમુદાયને ગુલામ બનાવવા માંગે છે’: ઇન્દોરની...

  ‘હિંદુઓ આતંકવાદી, VHP જેવાં સંગઠનો અન્ય સમુદાયને ગુલામ બનાવવા માંગે છે’: ઇન્દોરની લૉ કોલેજમાં મજહબી કટ્ટરતાનું શિક્ષણ; પ્રોફેસરો પર આરોપ

  આગળ પુસ્તકમાં હિંદુઓનાં જેટલાં ધાર્મિક, સામાજિક અને રાજનીતિક સંગઠન બન્યાં છે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશના મુસ્લિમોનો નાશ કરવાનો અને શુદ્રોને દાસ બનાવવાનો છે તેમ પણ લખવામાં આવ્યું છે. 

  - Advertisement -

  મધ્ય પ્રદેશના પાટનગર ઇન્દોરની લૉ કોલેજમાં પ્રોફેસરો ઉપર લવજેહાદ અને મજહબી કટ્ટરતાને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યા બાદ હવે આ જ કોલેજના એક પુસ્તકને લઈને વિવાદ સર્જાયો છે. આ પુસ્તકમાં હિંદુઓને મુખ્ય આતંકવાદી ગણાવવામાં આવ્યા છે, ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ જેવાં હિંદુ સંગઠનને લઈને પણ આપત્તિજનક બાબતો લખવામાં આવી છે. 

  આ પુસ્તકની નકલો લાઈબ્રેરીમાંથી મળી આવી છે અને તે વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો છે કે આ પુસ્તક કોના આદેશથી ત્યાં રાખવામાં આવી હતી, ઉપરાંત તેમણે પુસ્તકની લેખિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. જે મામલે રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે, કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે અને દોષિતોને માફ કરવામાં આવશે નહીં. 

  આ વિવાદિત પુસ્તકનું શીર્ષક છે- સામૂહિક હિંસા અને દંડનાત્મક ન્યાય પદ્ધતિ. જેને ડૉ. ફરહત ખાને લઝયુ છે અને અમર લૉ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. દૈનિક ભાસ્કરના અહેવાલમાં આ પુસ્તકના કેટલાક અંશ વિશે જણાવવામાં આવ્યું છે. 

  - Advertisement -

  પુસ્તકમાં શું લખવામાં આવ્યું છે?

  પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, ‘હિંદુ સંગઠનો મુસ્લિમોના કાશ્મીરમાં ધારા 370 લગાવીને વિશેષ સુવિધાઓ આપવાનો આરોપ લગાવે છે અને કહે છે કે કાશ્મીરમાં ધારા 370ના કારણે જ ઉગ્રવાદ ફેલાઈ રહ્યો છે. પરંતુ તેમને પૂછવામાં આવે કે પંજાબમાં ઉગ્રવાદ કેમ છે, બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામ જ્યાં હિંદુ ઇગરાવાડ છે ત્યાં ધારા 370 લાગુ નથી થઇ.’ ઉપરાંત, પુસ્તકમાં કોમન સિવિલ કોડને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહ્યું કે, તે નારીની વિરુદ્ધ છે અને પહેલાં હિંદુઓએ પોતાના સિવિલ કોડમાં સુધારાની વાત કરવી જોઈએ. 

  આગળ પુસ્તકમાં હિંદુઓનાં જેટલાં ધાર્મિક, સામાજિક અને રાજનીતિક સંગઠન બન્યાં છે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશના મુસ્લિમોનો નાશ કરવાનો અને શુદ્રોને દાસ બનાવવાનો છે તેમ પણ લખવામાં આવ્યું છે. 

  વિશ્વ હિંદુ પરિષદને લઈને લખવામાં આવ્યું છે કે, ‘વિહિપ જેવાં સંગઠનો હિંદુ બહુમતનું રાજ્ય સ્થાપિત કરવા માંગે છે અને બીજા સમુદાયોને શક્તિહીન બનાવીને ગુલામ બનાવવા માંગે છે. પંજાબમાં શીખો વિરુદ્ધ શિવસેના જેવાં ત્રિશૂળધારી સંગઠનોએ નવો મોરચો બનાવી લીધો છે અને સાંપ્રદાયિક ગતિવિધિઓને મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએથી સંચાલિત કરવા માંડ્યાં છે.’ 

  ઇન્દોરની લૉ કોલેજની લાઈબ્રેરીમાં રાખવામાં આવેલ આ પુસ્તકમાં શિવસેના વિશે લખવામાં આવ્યું કે, તેનાં માણસો શીખોના ઘરોમાં ધાડ પાડી રહ્યા છે અને નિર્દોષ શીખોની હત્યા પણ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લે હિંદુઓને આતંકવાદી ગણાવતાં એમ લખવામાં આવ્યું છે કે, ‘પંજાબનું સત્ય આજે એ છે કે અહીં મુખ્ય આતંકવાદી હિંદુ છે અને શીખ પ્રતિક્રિયામાં આતંકવાદી બની રહ્યા છે.’ 

  પુસ્તકને લઈને પોલીસ ફરિયાદ થઇ

  આ પુસ્તકને લઈને વિવાદ સર્જાયા બાદ કોલેજના એક વિદ્યાર્થીએ પુસ્તકના લેખક ફરહત ખાન અને કોલેજના આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, પુસ્તકમાં લેખકે જાણીજોઈને, કોઈ પુરાવા વગર હિંદુ ધર્મ સામે ખોટી ટિપ્પણીઓ કરી છે. તેમજ વિષયાન્તર્ગત પુસ્તકને સમુદાય વિશેષના પ્રોફેસરો જાણીજોઈને વિદ્યાર્થીઓને રિફર કરી રહ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 

  આ મામલે કોલેજના આચાર્યે જણાવ્યું કે, પુસ્તક માટે લેખક અને પ્રકાશક ગુનેગાર છે. લાઈબ્રેરીમાં પુસ્તક કેવી રીતે આવ્યું તેની અમે તપાસ કરાવીશું. સાથે જ પુસ્તકો પસંદ કરતી સમિતિ પાસેથી પણ ખુલાસો માંગવામાં આવશે તેમ જણાવીને ઉમેર્યું હતું કે આ પ્રકારનાં પુસ્તકોને નષ્ટ કરવામાં આવશે. 

  કોલેજના પ્રોફેસરો પર લવજેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ 

  આ જ કોલેજમાં હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી હોવાનો પણ આરોપ લાગ્યો છે. કોલેજની હિંદુ વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે કે ક્લાસમાં મુસ્લિમ છોકરાઓ હિંદુ છોકરીઓને ટાર્ગેટ કરે છે અને પહેલા અને બીજા સેમેસ્ટરની હિંદુ છોકરીઓને લવજેહાદમાં ફસાવવામાં આવે છે. જેમાં સમુદાય વિશેષની વિદ્યાર્થીની પણ સાથ આપતી હોવાનો આરોપ છે. 

  આ કોલેજના પ્રોફેસરો અમિક ખોખર, મિર્ઝા બેગ, ફિરોઝ મીર, સુહૈલ વાણી, મિલિંદ ગૌતમ અને પૂર્ણિમા બિસે સામે લવજેહાદ અને મજહબી કટ્ટરતાને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો છે. એબીવીપીએ આ તમામ સામે પ્રિન્સિપાલને ફરિયાદ આપી છે. ત્યારબાદ તમામ છ પ્રોફેસરોને ક્લાસ લેવા પર રોક લગાવી દેવામાં આવી છે. બીજી તરફ, મામલાની તપાસ જિલ્લા કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પર કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં