Sunday, October 13, 2024
More
    હોમપેજદુનિયાશ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે મલેશિયામાં પણ ભારતીયોને 'ફ્રી-એન્ટ્રી', વગર વિઝાએ અપાશે...

    શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે મલેશિયામાં પણ ભારતીયોને ‘ફ્રી-એન્ટ્રી’, વગર વિઝાએ અપાશે પ્રવેશ: 1 ડિસેમ્બરથી અમલ

    મલેશિયાએ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની વ્યવસ્થા એટલા માટે કરી છે કે તેનાથી તેની આર્થિક પ્રવૃતિઓ વધી શકે. મલેશિયાએ પ્રવાસન દ્વારા તેની આર્થિક વૃદ્ધિ કરવા માટે આ પગલું ભર્યું છે. કારણ કે ભારત અને ચીન બંને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધરાવતો દેશ છે.

    - Advertisement -

    વિશ્વના એવા ઘણા દેશો છે જેમાં કોઈપણ ભારતીય વિઝા લીધા વગર પ્રવાસ કરી શકે છે. માત્ર ભારતીય પાસપોર્ટના આધારે તે વિદેશ ફરી શકે છે. હવે આ દેશોમાં અન્ય એક દેશ પણ સામેલ થયો છે. જાણવા મળી રહ્યું છે કે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ મલેશિયાએ ભારતીય નાગરિકો માટે વિઝાની આવશ્યકતા હટાવી દીધી છે. આ નવી વ્યવસ્થા 1 ડિસેમ્બર, 2023થી અમલમાં આવશે. હવે ભારતીયો તેમના પાસપોર્ટની મદદથી 30 દિવસ સુધી મલેશિયામાં રહી શકશે. એટલે ભારતીયો મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકશે.

    મલેશિયામાં 1 ડિસેમ્બરથી ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રવિવારે (26 નવેમ્બર) આ નિર્ણય લીધો હતો. તેમણે મોડી રાત્રે તેમની પીપલ્સ જસ્ટિસ પાર્ટી કોંગ્રેસમાં એક ભાષણ આપતી વખતે આ ઘોષણા કરી હતી. સાથે તેમણે ચીની નાગરિકોને પણ ફ્રી વિઝા એન્ટ્રી આપવાની જાહેરાત કરી હતી. અનવર ઈબ્રાહિમે જણાવ્યું હતું કે, આ લાભ હેઠળ ભારતીયો ચીની નાગરિક 30 દિવસ સુધી વિઝા વગર મલેશિયામાં રહી શકે છે. જોકે, ફ્રી વિઝા એન્ટ્રી કેટલો સમય અમલમાં રહેશે તે તેમણે જણાવ્યું નથી.

    શા માટે ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી?

    મલેશિયાએ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની વ્યવસ્થા એટલા માટે કરી છે કે તેનાથી તેની આર્થિક પ્રવૃતિઓ વધી શકે. મલેશિયાએ પ્રવાસન દ્વારા તેની આર્થિક વૃદ્ધિ કરવા માટે આ પગલું ભર્યું છે. કારણ કે ભારત અને ચીન બંને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધરાવતો દેશ છે. મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમને આશા છે કે આ પગલાથી તેમના દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. નોંધનીય છે કે મલેશિયા આવતા મોટાભાગના પ્રવાસીઓ ચીન અને ભારતના છે. વર્ષ 2023માં ભારતમાંથી 2.8 લાખ પ્રવાસીઓ જાન્યુઆરીથી જૂન વચ્ચે જ મલેશિયા પહોંચ્યા હતા.

    - Advertisement -

    કયા દેશોમાં ભારતીયો વિના વિઝાએ મેળવી શકે એન્ટ્રી?

    જે દેશોમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપવામાં આવી છે. તે દેશોમાં મલેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા, કુક આઈલેન્ડ, હૈતી, જમૈકા, મોંટેસેરાટ, કીટ્સ એન્ડ નેવિસ, ફઈજી, માઈક્રોનેશિયા, નિયુ, ભૂટાન, વનુઆટુ, ઓમાન, કતર, ત્રિનિદાદ, કજાકિસ્તાન, મકાઓ, નેપાળ, બારબાડોસ, બ્રિટિશ વર્જીન આઈલેન્ડ, ડોમીનિકા, ગ્રેનેડા, મોરિશસ, અલ સાલ્વાડોર, ટ્યુનિશિયા અને સેનેગલ સામેલ છે. વિશ્વના અલગ-અલગ દેશોના પાસપોર્ટના મૂલ્યનું આંકલન કરતી હેનલે ઈન્ડેક્સ અનુસાર, ભારતીય નાગરિક વગર વિઝાએ 57 દેશોની યાત્રા કરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં